________________
330
‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિમાં છે.
* ‘ગૃહીતુપિ’ અહીં‘પિ’ થી દાતા એવા છંદકનો સમુચ્ચય કરવો. અર્થાત્ છંદકને તો સુકૃત અનુમોદનનો અધ્યવસાય થાય છે, પણ ગ્રહણ ક૨ના૨ છંઘને પણ સુકૃત અનુમોદનનો અધ્યવસાય થાય છે.
* ‘સ્વાધ્યાયા’િ અહીં ‘વિ’ થી વાચના, પૃચ્છનાદિ કે ધ્યાનાદિનું ગ્રહણ કરવું.
ભાવાર્થ:
છંદના સામાચારી / ગાથા : ૫૮
-: ચપ દુ:
. વાનસ્યાઽન્યસિદ્ધત્વાત્ । સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે :
*****
અવતરણિકામાં શંકા કરી કે વ્યવહારનયની સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો છંઘ જ્યારે દાન ગ્રહણ કરે છે તે દાન સંબંધિવશેષથી છંદકમાં પ્રાપ્ત થાય છે, અને તેથી નિર્જરારૂપ ફળ અને દાનગ્રહણ એકાધિકરણ થવાથી છંઘનું દાનગ્રહણ પણ છંદકની નિર્જરા પ્રત્યે કારણ બને છે એમ ફલિત થાય છે.
વ્યવહારનયના તે પ્રકારના સ્થાપનનું કંઈક સ્વીકારપૂર્વક નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, છંદક જ્યારે વિધિપૂર્વક દાન માટે છંઘને નિયંત્રણ કરે, ત્યારે છંઘ જો છંદકનું આહારાદિ દાન ગ્રહણ કરે તો છંદકને જે પ્રકારની સુકૃતઅનુમોદના થાય છે કે જેથી તે નિર્જરાફળને પામે છે, તેનું સ્વરૂપ જુદા પ્રકારનું છે; અને જ્યારે છંદકનું આહારાદિ દાન છંદ્ય ગ્રહણ નથી કરતો ત્યારે છંદકને જે પ્રકારની સુકૃતઅનુમોદના થાય છે કે જેનાથી છંદકને નિર્જરા થાય છે, તેનું સ્વરૂપ જુદું છે અર્થાત્ છંઘ વડે દાનગ્રહણકાળે છંદકને થતી અનુમોદના અને છંઘ વડે દાનના અગ્રહણ કાળે છંદકને થતી અનુમોદનાકૃત ત્યાં ભેદ છે. તોપણ વિવેકી છંદકને બંને સમયે થતી ક્રિયાની અનુમોદના દ્વારા નિર્જરાફળ સમાન થાય છે. ફક્ત અનુમોદનાના આકારના વૈજાત્યક્ત પુણ્યબંધમાં વૈજાત્ય થાય છે, અને છંદકને નિર્જરાનો ઉત્કર્ષ અને અપકર્ષ પણ છંદ વડે દાનગ્રહણકાળમાં કે દાનના અગ્રહણકાળમાં કરાતા છંદકના અનુમોદનાના અધ્યવસાયના ઉત્કર્ષ-અપકર્ષને અનુસારે હોય છે.
તે જ રીતે છંઘને પણ છંદકનું દાન ગ્રહણ કરતી વખતે અને છંદકનું દાન અગ્રહણ કરતી વખતે સુકૃતઅનુમોદનાનો આકાર જુદો પડે છે અને અનુમોદનાના આકારના વૈજાત્યકૃત પુણ્યબંધમાં ભેદ પડે છે, તોપણ જેવા પ્રકારના ઉત્કર્ષ-અપકર્ષવાળો અનુમોદનાનો અધ્યવસાય હોય તેના ઉત્કર્ષ અને અપકર્ષ પ્રમાણે નિર્જરાનો ઉત્કર્ષ કે અપકર્ષ થાય છે. ક્યારેક દાનગ્રહણ વખતે અધ્યવસાયનો ઉત્કર્ષ હોય તો નિર્જરાનો ઉત્કર્ષ થાય છે, તો ક્યારેક દાન ન ગ્રહણ કરે તો પણ અધ્યવસાયનો ઉત્કર્ષ થાય તો નિર્જરાનો ઉત્કર્ષ થાય છે. આથી છંઘ દાન ગ્રહણ ન કરે તો પણ વિવેકી છંદક છંદના સામાચારીના પૂર્ણ ફળને પામે છે અને બંઘ પણ તથાવિધ સંયોગના કારણે દાન ન ગ્રહણ કરી શકે તો પણ છંદકની છંદના સામાચારીની ઉચિત પ્રવૃત્તિની અનુમોદના દ્વારા છંદના સામાચારીના પ્રસંગને પામીને નિર્જરાફળનો ભાગી બને છે. તેથી જો છંદકે બંધને દાન માટે નિમંત્રણ ન કર્યું હોત તો છંઘને ગ્રહણ-અગ્રહણમાં પણ તે પ્રકારની નિર્જરા ન પ્રાપ્ત થાત, પરંતુ છંદકે જ્યારે દાનને માટે છંદ્યને નિમંત્રણ કર્યું તે નિમિત્તને પામીને છંઘ તથાવિધ સંયોગમાં છંદકનું દાન ગ્રહણ કરે તોપણ નિર્જરાફળને પામે અને તથાવિધ સંયોગમાં છંઘ જો છંદકનું દાન ગ્રહણ ન કરે તોપણ તે નિમિત્તને પામીને નિર્જરા પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org