SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ છંદના સામાચારી / ગાથા : ૫૮ છંદના સામાચારીમાં અશનાદિનું દાન ફળનો અહેતુ નથી; કેમ કે છંદક આજ્ઞાશુદ્ધ ભાવથી જ્યારે છંઘને નિયંત્રણ કરે છે, ત્યારે છંદ્ય તે અશનાદિ ગ્રહણ કરે તેનાથી જન્ય હર્ષરૂપ ભાવવિશેષ છંદકમાં થાય છે અર્થાત્ ‘આ મહાત્માએ દાન ગ્રહણ કરીને મને કૃતાર્થ કર્યો,' એ પ્રકારનો ભાવવિશેષ છંદકમાં થાય છે અને એ પ્રકા૨ના ભાવવિશેષના સંબંધથી દાનનું ગ્રહણ પણ છંદકમાં પ્રાપ્ત થાય છે. આ રીતે છંઘે કરેલ દાનનું ગ્રહણ અને નિર્જરારૂપ ફલ છંદકરૂપ એક અધિકરણમાં પ્રાપ્ત થવાથી દાનના ગ્રહણને પણ ફળનો હેતુ સ્વીકારવો જોઈએ, એ પ્રકારે વ્યવહારનય કહે છે. તેથી નિશ્ચયનય જે સ્થાનમાં દાનનો અને નિર્જરાનો સંબંધ જોતો ન હતો, તે સ્થાનમાં જ વ્યવહારનયે સંબંધવિશેષ દ્વારા દાનના ગ્રહણ અને નિર્જરારૂપ ફળનો સંબંધ બતાવ્યો, તે વ્યવહારનયની સૂક્ષ્મદ્રષ્ટિ છે. આ રીતે છંદક દ્વારા પૂર્વગૃહીત અશન જ્યારે છંઘ ગ્રહણ કરે ત્યારે છંદકને નિર્જરારૂપ ફળ મળે છે અને જ્યારે ગ્રહણ કરતો નથી, ત્યારે છંઘને તેના ગ્રહણજન્ય નિર્જરારૂપ ફળ મળતું નથી અને છંદકને તેનું દાનજન્ય નિર્જરારૂપ ફળ મળતું નથી, એમ પૂર્વપક્ષી શંકા કરે છે. આશય એ છે કે, છંઘ જ્યારે આહાર ગ્રહણ કરે ત્યારે તેના હૈયામાં ભાવિશેષ પેદા થાય છે કે, “આ મહાત્માને નિર્જરા કરાવવામાં હું સહાયક બનું અને આ મહાત્મા પણ દાન આપીને મારા સંયમની વૃદ્ધિનું કારણ બનો.” આ પ્રકારનો ભાવ છંઘને ત્યારે થાય કે જ્યારે તે છંદકનું દાન ગ્રહણ કરે. અને છંદકને પણ જ્યારે છંઘ દાન ગ્રહણ કરે ત્યારે “આ છંઘે મારું દાન ગ્રહણ કર્યું અને મને કૃતાર્થ કર્યો.” એ પ્રકારનો હર્ષવિશેષ થાય છે, તેથી જ્યારે છંઘ દાનને ગ્રહણ ન કરે ત્યારે છંદકને દાનજન્ય ફળ થતું નથી. એ પ્રકારની શંકાને દૂર કરવા માટે ગ્રંથકાર કહે છે ગાથા - जइ वि हु ण दाणगहणप्पभवं सुकडाणुमोअणं तत्थ । तह वि तयं विहिपालणसमुब्भवं होइ णियमेणं ।। ५८ ।। Jain Education International ૩૨૭ છાયા: यद्यपि खलु न दानग्रहणप्रभवं सुकृतानुमोदनं तत्र । तथापि तकं विधिपालनसमुद्भवं भवति नियमेन ।। ५८ ।। અન્વયાર્થ: નરૂ વિ દુ=જોકે વાળહળપમવં=દાનના ગ્રહણથી ઉત્પન્ન થયેલું સુજ્વાળુમોનાં=સુકૃતઅનુમોદન તત્વ Ī=ત્યાં નથી=અગ્રહણસ્થળમાં નથી, તદ્દ વિ=તોપણ વિધિપાતળસમુહ્મવં=વિધિના પાલનથી ઉત્પન્ન થયેલું ત=સુકૃતઅનુમોદન નિયમેળ દો નિશ્ચયથી થાય છે=નક્કી થાય છે. ‘દુ’=વાક્યાલંકારમાં= વાક્યની શોભામાં છે. ।।૫૮।। ગાથાર્થઃ જોકે દાનના ગ્રહણથી ઉત્પન્ન થયેલું સુકૃતઅનુમોદન દાનના અગ્રહણસ્થળમાં નથી, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy