________________
૩૨૧
છંદના સામાચારી/ ગાથા : ૫૭ અતિશયને અનુરૂપ અતિશય નિર્જરા થાય છે; છંઘ ભિક્ષા ગ્રહણ કરે કે ન કરે તો પણ પોતાના ભાવને અનુરૂપ નિર્જરારૂપ ફળને છંદક અવશ્ય પ્રાપ્ત કરે છે.
અહીં આજ્ઞાશુદ્ધ ભાવમાં અતિશયતા એ છે કે, જેમ જેમ શક્તિના પ્રકર્ષથી પૂર્ણ વિધિને સાંગોપાંગ પાળવા માટે જીવ સુદઢ યત્ન કરે, તેમ તેમ આજ્ઞા પ્રમાણે ચાલવાનો તેનો ભાવ અતિશયિત થાય છે; અને ભગવાનની આજ્ઞા, સર્વ અનુષ્ઠાનોમાં પ્રધાનરૂપે ચિત્તની નિર્લેપ દશા વિશેષ રીતે ઉલ્લસિત થાય તે રીતે બહિરંગ અનુષ્ઠાનમાં યત્ન કરવાની વિધિરૂપ છે. તેથી છંદકને, નિમંત્રણકાળમાં ગુણવાન એવા સુસાધુઓના ગુણના પક્ષપાતપૂર્વક જે પ્રકારના બહુમાનની વૃદ્ધિ થાય, તે પ્રકારે ઉપયોગને અતિશય કરીને નિમંત્રણા કરે, તો તેનામાં વર્તતા ગુણવાનના બહુમાનભાવના પ્રકર્ષને અનુરૂપ નિર્જરાનો પણ પ્રકર્ષ થાય છે.
જેમ જીરણ શેઠ ભગવાનની ભક્તિના અધ્યવસાયમાં અત્યંત ઉપયુક્ત હતા અને ભગવાનના ગુણોની સ્મૃતિથી તેમના ગુણો પ્રત્યેના વધતા જતા બહુમાનપૂર્વકના ભક્તિના આશયવાળા હતા, તેથી જેમ તેમનો આજ્ઞાશુદ્ધ ભાવ પ્રકર્ષવાળો હતો, તેમ નિર્જરા પણ પ્રકર્ષવાળી થઈ. તે રીતે છંદક પણ જેની વૈયાવચ્ચ કરવાની છે, તેના સંયમના ઉપખંભનને અનુકૂળ વિવેકથી યુક્ત ભક્તિના અધ્યવસાયથી નિમંત્રણ કરતા હોય ત્યારે, તેના આજ્ઞાશુદ્ધ ભાવના પ્રકર્ષથી નિર્જરાનો પ્રકર્ષ થાય છે. કદાચ કોઈક કારણે છંદકની ભિક્ષા છંદ્ય ગ્રહણ ન કરે તો પણ છંદકને સ્વપરિણામને અનુરૂપ નિર્જરા અવશ્ય થાય છે.
અહીં પ્રશ્ન થાય કે, કોઈ પણ અનુષ્ઠાનનાં સર્વ અંગો પૂર્ણ હોય તો જ પૂર્ણ ફળ મળે, જ્યારે તેનાં સહકારી અંગો વિકલ હોય તો ફળમાં વિકલતા આવે; અને છંદના સામાચારીના પાલનમાં જેમ આત્મલબ્ધિસંપન્ન કે વિશિષ્ટ તપસ્વી અધિકારી છે, અને તે અધિકારી પણ ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તે ફળ મેળવે છે, તેમ છંઘ દ્વારા તે ભિક્ષા ગ્રહણ થાય તે પણ છંદકના નિર્જરારૂપ ફળ પ્રત્યે સહકારી છે, તેથી ગ્રહણરૂપ અંગની વિકલતાથી નિર્જરાવિશેષ કઈ રીતે થઈ શકે ?
તેનું સમાધાન નિશ્ચયનયની દૃષ્ટિ સામે રાખીને કરે છે; કેમ કે નિર્જરારૂપ ફળ પ્રત્યે નિશ્ચયનય પ્રમાણ છે, વ્યવહારનય પ્રમાણ નથી. અને તે આ રીતે –
છંદના સામાચારીજન્ય નિર્જરામાં છંદકનો ભાવવિશેષ જ હેતુ છે, પરંતુ ઇંદ્ય સાધુનું ભિક્ષાનું ગ્રહણ પણ સહકારી નથી; કેમ કે ઇંદ્ય, છંદકની ભિક્ષા ગ્રહણ ન કરે તો પણ છંદકના ભાવવિશેષથી નિર્જરારૂપ ફળ થાય છે.
આશય એ છે કે, જીવના અધ્યવસાયથી નિર્જરા થાય છે અને જીવના અધ્યવસાયથી જ કર્મ બંધાય છે. તેથી છંદકનો આજ્ઞાશુદ્ધ ભાવ જેવો પ્રકર્ષવાળો હોય તેને અનુરૂપ જ નિર્જરા થાય છે, અને કોઈક કારણે છંઘ છંદકની ભિક્ષા ગ્રહણ ન કરે તો પણ તેના અગ્રહણકૃત નિર્જરામાં કોઈ ભેદ થતો નથી. તેથી નિશ્ચયનયથી છંઘનું ગ્રહણ નિર્જરાપ્રાપ્તિ પ્રત્યે સહકારી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org