________________
છંદના સામાચારી/ ગાથા : પપ
૩૧૩
ગુરુનીકરનાધિકની, આજ્ઞા લઈને નિમંત્રણ કરે, અને કોઈ પણ સાધુ તેમનો લાવેલો આહાર ગ્રહણ ન કરે તોપણ છંદના સામાચારી બને છે; અને ગ્રહણ માટેનું નિમંત્રણ કરે અને કોઈ સાધુ અશનાદિ આહાર લેવા માટે પણ તૈયાર થાય અને તે અવશ્ય આપે, તોપણ છંદના સામાચારી થાય છે, તેમ બતાવવું છે. પરંતુ કોઈ સાધુ લેવા તૈયાર થાય અને આપે નહીં, માત્ર ગ્રહણનું નિમંત્રણ કરે તો છંદના સામાચારી છે તેમ બતાવવું નથી.
આ છંદના સામાચારી પણ બધા સાધુઓને કરવાની નથી હોતી, પરંતુ આગળની ગાથા-પકમાં બતાવેલ છે, તેવા પ્રકારના સાધુઓ છંદના સામાચારી પાળનારા હોય છે. તેથી આ સામાચારી વિશેષ વિષયવાળી છે.
છંદના સામાચારીમાં પૂર્વગૃહીત અશનાદિનું નિમંત્રણ હોવાથી નિમંત્રણા સામાચારીથી છંદના સામાચારી જુદી પડે છે; કેમ કે નિમંત્રણા સામાચારીમાં ભિક્ષા લાવતાં પહેલાં “હું આપની ભિક્ષા લાવી આપું?” એ પ્રકારની નિમંત્રણા કરવાની રહે છે, જ્યારે છંદના સામાચારીમાં તો ભિક્ષા લાવ્યા પછી પોતાને પ્રાપ્ત થયેલી ભિક્ષાથી અન્ય સાધુઓની ભક્તિ કરીને પોતે લાભ લેવાના આશયથી નિમંત્રણા કરે છે. આથી નિમંત્રણા સામાચારીથી છંદના સામાચારી ભિન્ન છે.
છંદના સામાચારીમાં રત્નાધિકની આજ્ઞા લઈને ગૃહીત આહારનું જે નિમંત્રણ કરવાનું છે, તે પણ બાલગ્લાનાદિની યોગ્યતાનો અતિક્રમ કર્યા વગર કરવાનું છે અર્થાત્ જે બાલઆદિ સાધુને નિમંત્રણા કરવાની છે, તે નિમંત્રણાથી તેના સંયમની વૃદ્ધિ થાય તેવા પ્રકારની યોગ્યતા છે? કે નિમંત્રણા દ્વારા તેઓનો પ્રમાદ પોષાય તેમ છે? તેનો ઉચિત વિચાર કરીને જે રીતે તેમના સંયમની વૃદ્ધિ અને સંયમનો સ્થિર ભાવ થાય તે રીતે નિમંત્રણા કરવાની છે. વળી ગ્લાનાદિ સાધુઓને નિમંત્રણા કરે ત્યારે પોતે લાવેલ આહાર ગ્લાનાદિને ઉપષ્ટભક છે કે કેમ ? તે પ્રકારની યોગ્યતાનો વિચાર કરીને નિમંત્રણા કરવાની છે. તે ગ્લાન સાધુના દેહને ઉપઘાતક હોય તેવો આહાર આપવામાં આવે તો ગ્લાન સાધુના ગ્લાનત્વની વૃદ્ધિ થવાથી સંયમની આરાધના પણ સિદાય, માટે તેની ઉચિત યોગ્યતાનો અતિક્રમ કર્યા વિના છંદના સામાચારી કરવાની છે. અહીં છંદના સામાચારીમાં થતી નિમંત્રણામાં બાલઆદિના ક્રમથી નિમંત્રણા કરવાની કોઈ વિચારણા નથી, પરંતુ યોગ્યતાની વિચારણા છે, જેથી તેમના સંયમની વૃદ્ધિને અનુકૂળ હિતચિંતન થાય.
છંદના સામાચારીનું આવું લક્ષણ કરવાથી નીચેનાં ચાર સ્થાનોમાં અતિવ્યાપ્તિ નહીં આવે : (૧) કોઈ સાધુ ભિક્ષા ગ્રહણ કર્યા પૂર્વે નિમંત્રણા કરે ત્યાં છંદના સામાચારીના લક્ષણની અતિવ્યાપ્તિ નથી. અહીં પ્રશ્ન થાય કે, ભિક્ષા લાવ્યા પહેલાં નિમંત્રણ કઈ રીતે કરી શકે ?
તેનો આશય એ છે કે ભિક્ષા લાવ્યા પૂર્વે “હું તમારી ગોચરી લાવી આપું ?” એ પ્રકારની નિમંત્રણા સામાચારીમાં જે નિમંત્રણા કરાય છે, તે સ્થાનમાં છંદના સામાચારીનું લક્ષણ જતું નથી.
(૨) કોઈ સાધુ પૂર્વમાં આહારાદિ લાવેલા હોય, તોપણ રત્નાધિકને પૂછયા વિના બાલાદિની યોગ્યતાના અનતિક્રમથી નિમંત્રણા કરે તો પણ તે છંદના સામાચારી બને નહીં; કેમ કે છંદના સામાચારીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org