________________
છંદના સામાચારી | ગાથા : ૫૫
तेनागृहीतस्य, गृहीतस्यापि गुर्वाज्ञां विना वा, व्यत्ययेन निमन्त्रणायां, दानमात्रे वा नातिव्याप्तिः । इयं च वक्ष्यमाणरीत्या विशेषविषया मुणितव्या, न साधुसामान्यविषया । । ५५ ।।
ટીકાર્ય :
૩૧૨
‘ગુરુબાળારૂ ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે.
પૂર્વે ગૃહીતનું=પૂર્વમાં લાવેલા અશનાદિનું, ગુરુની આજ્ઞા વડે=રત્નાધિકના આદેશ વડે, યથાયોગ્ય= બાલઞ્લાનાદિની યોગ્યતાના અતતિક્રમથી, સાધુઓને=યતિઓને, દાન=‘રીયતે ડનેન’ આવા વડે અપાય તે દાન, એ પ્રકારની કરણાર્થક વ્યુત્પત્તિથી ગ્રહણ માટેનું નિમંત્રણ, છંદના સામાચારી થાય છે. તે કારણથી=છંદના સામાચારીનું આવું લક્ષણ કર્યું તે કારણથી : (૧) અગૃહીતની નિમંત્રણામાં અથવા (૨) ગ્રહણ કરેલું પણ ગુરુઆજ્ઞા વિના નિમંત્રણામાં અથવા (૩) વ્યત્યયથી=નાના-મોટા સાધુઓના ક્રમના ઉલ્લંઘનથી, નિમંત્રણામાં અથવા (૪) દાનમાત્રમાં, અતિવ્યાપ્તિ નથી. અને આગળની ગાથામાં કહેવાશે તે પદ્ધતિથી આ=છંદના સામાચારી, વિશેષ વિષયવાળી જાણવી, સાધુસામાન્ય વિષયવાળી નથી. ।।૫૫।।
વાનં : દાત શબ્દમાં ‘નર્’ પ્રત્યય છે. તે ક્રિયાવાચી ગ્રહણ કરીએ તો દાન શબ્દ દાનક્રિયાને બતાવે છે; પરંતુ તેને અહીં ગ્રહણ કરવી નથી, પણ કરણાર્થક ‘નમ્' પ્રત્યય ગ્રહણ કરીને અર્થ કરવો છે. વીયતે અનેન રૂતિ વાનં એ પ્રમાણે કરણાર્થક વ્યુત્પત્તિથી દાનનો અર્થ, ગ્રહણ માટેનું નિમંત્રણ; કેમ કે ગ્રહણ માટે નિમંત્રણ કરવાની ક્રિયાથી જછંદના સામાચારીમાં દાન અપાય છે.
નુર્વાજ્ઞયા : ટીકામાં ‘ગુરુની આજ્ઞા વડે' એનો અર્થ ‘રત્નાધિકના આદેશથી' એ પ્રમાણે કર્યો. તેનાથી એ કહેવું છે કે, શિષ્યે પોતાના ગુરુને પૂછવાનું નથી, પરંતુ જે રત્નાધિક સંયમની ઉચિત વ્યવસ્થાના પ્રવર્તક છે, તેમને પૂછવાનું છે; કેમ કે રત્નાધિક, શું કરવું ઉચિત છે અને શું કરવું ઉચિત નથી, તેનું યથાર્થ જ્ઞાન ધારણ કરે છે. તેથી તેમને પૂછવામાં આવે તો જ્યાં અનુચિત જણાય ત્યાં નિષેધ કરે અને જ્યાં ઉચિત જણાય ત્યાં અનુજ્ઞા આપે. તેથી ગુરુ શબ્દથી અહીં રત્નાધિક એવો અર્થ કર્યો છે.
* ‘વાલ નાનાવિ’ અહીં ‘વિ’ થી શૈક્ષ-વૃદ્ધનું ગ્રહણ કરવું. * ‘ગૃહીતસ્યાપિ’ અહીં ‘પિ’ થી અગૃહીતનો સમુચ્ચય કરવો.
ભાવાર્થ :
કોઈ સાધુ નિર્દોષ ભિક્ષા લાવ્યા હોય, ત્યાર પછી રત્નાધિકની આજ્ઞા લઈને પોતાની લાવેલી ભિક્ષાને ગ્રહણ કરવા માટે યથાયોગ્ય નિમંત્રણા કરે તે છંદના સામાચા૨ીનું લક્ષણ છે.
અહીં ગ્રહણ માટેનું નિમંત્રણ તેને છંદના સામાચારી કહી, પરંતુ ગ્રહણના નિમંત્રણપૂર્વક દાન આપે તેમ ન કહ્યું, તેનું કારણ એ છે કે, કોઈ સાધુ લાવેલા આહારમાંથી બાલગ્લાનાદિ યોગ્યતાના અતિક્રમથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org