________________
૩૧૦
પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા ૨૪ તેને ગ્રંથકારશ્રી કહે છે કે, તમે જે રીતે સમાધાન કર્યું તે સમાધાન આપૃચ્છા સામાચારી અને પ્રતિપૃચ્છા સામાચારી બંનેમાં થઈ શકે છે અર્થાત્ આ બંને સામાચારીમાં પણ ઉપધેયનું સાંકર્યા હોવા છતાં ઉપાધિનું સાંકર્યું નથી, તેથી બંને સામાચારી પૃથક થઈ શકશે. તે આ રીતે –
(૧) શિષ્ય ગુરુને પૂછ્યું, “હું પડિલેહણ કરું?” આ વાક્યપ્રયોગમાં આપૃચ્છા સામાચારીના લક્ષણથી લક્ષ્મરૂપ ઉપધેય છે.
(૨) ગુરુએ શિષ્યને કહ્યું, “આજે બપોરે તારે અધ્યયનાર્થે જવાનું છે.” અને બપોરના સમયે અધ્યયનાર્થે જવાનું કાર્ય કરવા અંગે ગુરુને ફરી પૃચ્છા કરવામાં આવે કે હું અધ્યયનાર્થે જાઉં?” આ સ્થાનમાં આપૃચ્છા નથી, પણ માત્ર પ્રતિપૃચ્છા છે. આ વાક્યપ્રયોગમાં પ્રતિપૃચ્છા સામાચારીના લક્ષણથી લક્ષ્મરૂપ ઉપધેય છે.
(૩) શિષ્ય ગુરુને પૂછ્યું, “હું ગ્લાન મુનિની વૈયાવચ્ચ અર્થે જાઉં?” પછી કોઈક કારણે વિલંબનથી જવાનું બન્યું, તેથી ફરી પૃચ્છા કરવામાં આવે છે કે “હું ગ્લાન મુનિની વૈયાવચ્ચ અર્થે જાઉં ?' આ વાક્યપ્રયોગમાં પૂર્વાર્ધમાં આપૃચ્છા સામાચારીનો ઉપધેય છે અને ઉત્તરાર્ધમાં પ્રતિપૃચ્છા સામાચારીનો ઉપધેય છે; છતાં આ આખું વાક્ય આપૃચ્છાનું નહિ, પરંતુ પ્રતિપૃચ્છાનું જ લક્ષણ છે. ઉપધેયનું સાંકર્યું હોવા છતાં ઉપાધિનું અસાંકર્યું હોવાથી આપૃચ્છા સામાચારીથી પ્રતિપૃચ્છા સામાચારી ભિન્ન:
વાક્ય નં. ૧માં આપૃચ્છાનો ઉપધેય છે, વાક્ય નં. રમાં પ્રતિપુચ્છાનો ઉપધેય છે, એમ બંને ઉપધેય ભિન્ન ભિન્ન અધિકરણમાં પ્રાપ્ત થાય છે; અને વાક્ય નં. ૩માં પૃથક ઉપલબ્ધિવાળા એવા આપૃચ્છા સામાચારી અને પ્રતિપૃચ્છા સામાચારીનો ઉપધેય એક જ વાક્યમાં સ્થાનમાં પ્રાપ્ત થાય છે. તેથી ઉપર્યુક્ત સાંકની વ્યાખ્યા મુજબ ઉપધેયનું સાંકર્ય પ્રાપ્ત થાય છે. તોપણ વાક્ય . ૩માં આપૃચ્છાનું લક્ષણ નથી, પરંતુ પ્રતિપૃચ્છાનું જ લક્ષણ છે. તેથી ઉપાધિનું અસાંકર્ય છે.
વાક્ય નં. ૧માં આપૃચ્છાનું લક્ષણ છે. વાક્ય નં. રમાં પ્રતિપૃચ્છાનું લક્ષણ છે. વાક્ય નં. ૩માં પણ પ્રતિપૃચ્છાનું લક્ષણ છે.
માટે લક્ષણનું સાંકર્ય પ્રાપ્ત થતું નથી. તેથી આપૃચ્છા સામાચારીથી પ્રતિકૃચ્છા સામાચારી પૃથફ થઈ શકશે. આપા ।। इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे प्रतिपृच्छा समाप्ताऽर्थतः ।।७।।
આ પ્રકારે સાતમી પ્રતિકૃચ્છા સામાચારી ગાથા-પ૧ થી ૫૪ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણમાં પ્રતિપૃચ્છા સામાચારી અર્થથી સમાપ્ત થઈ.
પ્રતિપૃચ્છા સામાચારી સમાપ્ત ક
- આ 5
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org