SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા: ૫૪ * “શના’િ અહીં ‘ િથી નિમિત્તશુદ્ધિ, નાડીશુદ્ધિ આદિનું ગ્રહણ કરવું. *‘સત્રપિ' અહીં ઈચ્છાકાર અને પ્રતિપુચ્છાને પૃથસ્વીકારવાનું કે ત્ર' થી કહ્યું, તેનો ભાવાર્થ: થી સમુચ્ચયછે. -: નયોરણેવ ..... માર ૧૪ ા સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે : અહીં પૂર્વપક્ષી કહે છે કે, તમે નારકી અને જીવોની જેમ આપૃચ્છા અને પ્રતિપૃચ્છાનું એકપદવ્યભિચારી લક્ષણ બતાવ્યું, તે રીતે આપૃચ્છા અને પ્રતિપૃચ્છા સામાચારી વચ્ચે સામાન્ય-વિશેષ ભાવ પ્રાપ્ત થયો. તેથી આપૃચ્છાના પેટાભેદમાં જ પ્રતિપૃચ્છા સામાચારીને સ્વીકારવી જોઈએ, પરંતુ દશવિધ સામાચારીના ભેદમાં પ્રતિપૃચ્છાને સ્વીકારી શકાય નહિ. આમ છતાં તમે દશવિધ સામાચારીના ભેદમાં આપૃચ્છા કરતાં પ્રતિપૃચ્છાની ભેદરૂપે કયા પ્રયોજનથી સ્થાપના કરી છે? પૂર્વપક્ષીને સમાધાન આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે, કાર્યના ભેદના કારણે અમે આપૃચ્છા અને પ્રતિપૃચ્છા સામાચારી સ્વતંત્ર સ્વીકારેલ છે. તે કાર્યભેદ આ પ્રમાણે છે – આપૃચ્છાનાં વિધિ, શિક્ષા અને “આદિ' પદથી ઉત્સાહ, એ ત્રણ પ્રયોજન છે : (૧) કોઈ સાધુને સંયમની ક્રિયા અંગેની વિધિનું જ્ઞાન ન હોય તે વિધિજ્ઞાન કરવા અર્થે ગુરુને આપૃચ્છા કરે છે. “Mતિ. શાસ્ત્રતત્ત્વતિ ગુરુર' એવી ગુરુની વ્યુત્પત્તિ કરી છે, આથી ગુરુ તે છે કે જે શાસ્ત્રનાં તત્ત્વો શિષ્યોને બતાવે. તેથી શિષ્ય વડે ગુરુને આપૃચ્છા કરવાનું પ્રથમ પ્રયોજન એ છે કે પોતાને વિધિવિષયક અજ્ઞાન છે અને આપૃચ્છા કરવાથી ગુરુ વિધિનું જ્ઞાન કરાવે, જેથી તે ક્રિયા સમ્યફ થઈ શકે છે અને વિધિપૂર્વક કરાયેલી ક્રિયા પોતાની નિર્જરાનું કારણ બને છે. (૨) કોઈક શિષ્યને વિધિનું જ્ઞાન હોય તો પણ સંયમની ક્રિયામાં વિધિનું પાલન અતિ દુષ્કર હોય છે. તેથી આપૃચ્છા કરવાને કારણે ગુરુ તેને શિક્ષા આપે કે ‘તારે લેશ પણ પ્રમાદ કર્યા વિના વિધિપૂર્વક ક્રિયા કરવાની છે.” ગુરુના આવા શિક્ષાવચનને કારણે વિધિનો જાણકાર એવો પણ શિષ્ય વિધિપૂર્વક ક્રિયા કરી શકે છે. આ પ્રકારનું આપૃચ્છાનું દ્વિતીય પ્રયોજન છે. (૩) આપૃચ્છાનું ત્રીજું પ્રયોજન શિષ્યને ઉત્સાહ આધાન કરવાનું છે. શિષ્ય વિધિનો જાણકાર પણ હોય અને અપ્રમાદી પણ હોય, તેથી આપૃચ્છા ન કરે તો પણ અપ્રમાદભાવથી તે ક્રિયા કરે તેવો છે. છતાં પણ ગુણજ્ઞ એવા ગુરુને આપૃચ્છા કરે અને ગુરુ તે કાર્ય કરવા અંગેની સંમતિ આપે ત્યારે તેને વિશ્વાસ થાય છે કે પ્રસ્તુત કાર્ય અને નિર્જરાનું કારણ જણાય છે માટે હું નિર્જરા અર્થે આ કાર્ય કરવા તત્પર છું અને ગુરુ પણ મને એ કાર્ય કરવા અંગે સંમતિ આપે છે માટે આ કાર્ય અવશ્ય મારી નિર્જરાનું કારણ છે, તેવો દૃઢ નિર્ણય તેને થાય છે. આથી તે આપૃચ્છા કરીને, ગુરુની અનુજ્ઞા મેળવીને અતિ ઉત્સાહિત થાય છે અને ઉત્સાહપૂર્વક કરાયેલ તે કાર્ય વિશેષ નિર્જરાનું કારણ બને છે, માટે આપૃચ્છા કરવામાં આવે છે. પરંતુ પ્રતિપૃચ્છા વિધિશિક્ષાદિ કાર્યાર્થે નથી કરવામાં આવતી, પણ ગાથા-પ૧માં બતાવેલ કાર્યાન્તરાદિના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy