________________
૨૯
પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા: ૫૩ ભાવાર્થ -
દર્ય ..... વિજુ સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે:
દશવિધ સામાચારીમાં પ્રતિપૃચ્છા અને આપૃચ્છા પોતપોતાના ઉચિત સ્થાનમાં કરવાની હોય છે. પ્રતિપૃચ્છાના સ્થળમાં આપૃચ્છા સામાચારી પ્રતિકૃચ્છાની પૂર્વભૂમિકા કરવારૂપ ઉપકાર કરે છે; કેમ કે પૂર્વમાં આપૃચ્છા ન કરી હોય તો પ્રતિપૃચ્છા સામાચારીનો અવસર પ્રાપ્ત થાય નહિ અર્થાત્ વર્તમાનમાં પ્રતિપૃચ્છા સામાચારીના ઉદયનો સંભવ ન રહે; પરંતુ તે આપૃચ્છા નિર્જરારૂપ ફળ સાધવા માટે સ્વતંત્રતાને ધારણ કરતી નથી.
આશય એ છે કે, ઉચિત પ્રવૃત્તિ નિર્જરાનું કારણ બને છે, અનુચિત પ્રવૃત્તિ નિર્જરાનું કારણ બને નહિ. માટે ગુરુને કોઈ કાર્યની આપૃચ્છા કરી હોય અને ત્યાર પછી વિલંબન વગર=તત્કાળ, તે કાર્ય કરવાનું હોય ત્યારે, આપૃચ્છા કરીને ઉત્તરમાં ગુરુએ બતાવેલી વિધિપૂર્વક તે કાર્ય કરવામાં આવે તો, ગુણવાન એવા ગુરુના પારતંત્રથી કરાયેલા તે આચારથી સાધુને નિર્જરાને અનુકૂળ અધ્યવસાય પ્રગટે છે; પરંતુ જ્યારે કોઈક કારણસર આપૃચ્છા કર્યા પછી તત્કાળ તે કાર્ય થઈ શકે નહિ, તે વખતે શું ઉચિત છે? અને શું અનુચિત છે ? તેવો નિર્ણય ગીતાર્થ ગુરુ કરી શકે. તેથી ગીતાર્થ એવા ગુરુને પ્રતિપૃચ્છા કરવાની છે, જેથી તે સંયોગોમાં ઉચિત-અનુચિતનો યથાર્થ નિર્ણય કરીને ઉચિત પ્રવૃત્તિ કરવાનું અનુશાસન આપે. હવે જો કોઈ સાધુ ચિરવિલંબનથી આપૃચ્છાનું કાર્ય કરે, અને તે વખતે પ્રતિપૃચ્છા કરવી ઉચિત હોવા છતાં તેની ઉપેક્ષા કરીને “મેં ગુરુને પૂર્વમાં પૂછેલ છે, માટે તે પ્રમાણે હું કાર્ય કરું”, તેમ વિચારીને પૂર્ણ યતનાપૂર્વક તે કાર્ય કરે, તો પણ પ્રતિપૃચ્છાના અવસરમાં ફરી પૂછવારૂપ=પ્રતિપૃચ્છારૂપ, અંગ વિકલ હોવાથી તે ક્રિયા ઉચિત ક્રિયારૂપ બને નહિ, અને તેથી આપૃચ્છા કર્યા પછી ચિરવિલંબનપૂર્વક પ્રતિપૃચ્છા કર્યા સિવાય પૂર્ણ વિધિથી કરાયેલ કાર્ય પણ નિર્જરારૂપ ફળનું કારણ બનતું નથી.
હવે આપૃચ્છા સામાચારી પ્રતિકૃચ્છાના અવસરમાં કેમ સ્વતંત્રતાને ધારણ કરતી નથી=આપૃચ્છા સામાચારી બનતી નથી, તેને સ્પષ્ટ કરવા માટે યુક્તિ બતાવે છે –
કોઈ બહુક્રિયાત્મક કાર્ય હોય, તેનો આરંભ કરીને પછી તેની એક ક્રિયા માત્ર કરવામાં આવે તો ફળસિદ્ધિ થાય નહિ. તેવી રીતે પ્રસ્તુતમાં પ્રતિપૃચ્છા સામાચારીના પૂર્વાગરૂપ આપૃચ્છા કરવાની છે અને કાર્ય કરતી વખતે પ્રતિપૃચ્છા કરવાની છે, અને પ્રતિપૃચ્છા પછી ગુરુની આજ્ઞા મળ્યા પછી વિધિપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરવાના અધ્યવસાયથી યુક્ત તે કાર્ય કરવામાં આવે તો તે પ્રતિપૃચ્છા સામાચારીનું પાલન છે. તેથી આરંભ કરાયેલ બહુક્રિયાત્મક પ્રતિપૃચ્છા પ્રધાનકાર્ય છે, અને તેનો એક અવયવ=અંગ, આપૃચ્છા છે, તેથી તેવા સ્થાનમાં પ્રતિપૃચ્છા કર્યા વગર માત્ર આપૃચ્છાથી તો કાર્ય કરવામાં આવે અને અન્ય સર્વ વિધિથી યુક્ત પણ તે કાર્ય કર્યું હોય તોપણ નિર્જરા રૂપ ફળ મળે નહીં, કેમ કે પ્રતિપૃચ્છા સામાચારીના અવસરે આપૃચ્છા સામાચારી નિર્જરા રૂપ ફળ માટે પ્રધાન કારણ નથી, પરંતુ પ્રતિપૃચ્છાનું અંગ થઈને નિર્જરાનું કારણ બને છે અને એવું જો ન માનો તો કોઈ વ્યક્તિ પ્રતિક્રમણની ક્રિયાનો પ્રારંભ કરીને ચૈત્યવંદનનો એક કાયોત્સર્ગમાત્ર કરે, તો પણ પ્રતિક્રમણના ફળની સિદ્ધિનો પ્રસંગ આવે. તેથી જે ક્રિયાના જેટલા અવયવો હોય તે સર્વ પૂર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org