________________
૨૯૨
પ્રતિપૃચ્છા સામાચારી | ગાથા : ૫૨ હતી. હવે સ્ખલનાના બળથી ભાવિ અનર્થનું જ્ઞાન થાય છે ત્યારે ગુરુને પૂછવાથી હવે શું કરવું ? તેનો નિર્ણય ગુરુ કરી શકે છે. આથી (૧) શિષ્ય જ્યારે પ્રતિકૃચ્છા કરે, ત્યારે જો ગુરુ પાસે કોઈ વિશેષ નિર્ણય કરવાની જ્ઞાનશક્તિ હોય તો હવે આ શિષ્યને કાર્ય કરવાથી કોઈ વિઘ્ન આવશે નહિ, તેવો નિર્ણય થતાં શિષ્યને કહે કે, “હવે તું તે કાર્યમાં પ્રવૃત્તિ કર, હવે કોઈ દોષ નથી.” (૨) પરંતુ આવા કોઈ જ્ઞાનના બળથી ગુરુ પણ આ પ્રવૃત્તિમાં કોઈ વિઘ્ન આવશે કે નહિ, તેનો નિર્ણય ન કરી શકે, તો ગુરુ શિષ્યને કહે કે, “અત્યારે આ કાર્ય તારે કરવાનું નથી, પરંતુ જ્યારે શકુનાદિ શુદ્ધિ થાય ત્યારે કાર્ય કરજે, જેથી તે કાર્યનું ફળ મળે અને વિઘ્નથી કોઈ અનર્થ પણ ન થાય.”
‘તથા ચ’ આ રીતે (૧) અને (૨) માં બતાવ્યું તે પ્રમાણે શિષ્યને પ્રવૃત્તિ કરવાનું ગુરુ કહે છે, ત્યાં (૧) માં બતાવ્યા પ્રમાણે ગુરુ કાર્ય કરવાનું કહે તો તે કાર્ય કરવા પ્રવૃત્ત થાય, અને શકુન શુદ્ધિ થાય તો પ્રવૃત્તિ કરે, અને ત્યારે પણ સ્ખલના થાય તો ફરી કાયોત્સર્ગાદિ કરે, જેથી શકુનશુદ્ધિ અવશ્ય પ્રાપ્ત થવાની; કેમ કે ગુરુએ જ્ઞાનથી જાણીને કહ્યું છે, તેથી હવે શિષ્યને વિઘ્ન આવવાનું નથી. અને (૨)માં બતાવ્યા પ્રમાણે જ્યારે શકુનશુદ્ધિ થાય ત્યારે કાર્ય માટે યત્ન કરવાનો પ્રારંભ કરવાનો છે, ત્યાં સુધી કાળક્ષેપ કરવાનો છે. તેથી કોઈ નિમિત્તને પામીને શકુનશુદ્ધિ દેખાય તો પ્રતિપ્રચ્છક (પૂછનાર શિષ્ય) તે પ્રવૃત્તિનો પ્રારંભ કરે. આ રીતે પ્રતિકૃચ્છાથી અનર્થનું નિવારણ થાય છે અને ઉચિત કૃત્યનું ફળ મળે છે.
ટીકા ઃ
एतेन त्रिवारस्खलनायां न तत्प्रवृत्तिरित्यपोदितं भवति । तदिदमाह (पंचा. १२ / ३२) 'अहवावि पयट्टस्सा तिवारखलणाइ विहिपओगे वि । पडिपुच्छणत्ति णेया तहिं गमणं सउणसुद्धीए । । इति ।। ટીકાર્થ ઃ
આતા દ્વારા=પૂર્વમાં કહ્યું કે પ્રતિપૃચ્છા કરાયે છતે વિઘ્નના અભાવનું જ્ઞાન થાય તો ગુરુ પ્રવૃત્તિ કરવાનું કહે અથવા શકુનશુદ્ધિ થયે છતે ગુરુ પ્રવૃત્તિ કરવાનું કહે તે કથન દ્વારા, ત્રણ વાર સ્ખલના થયે છતે કાર્યમાં પ્રવૃત્તિ નથી, એ પ્રકારનું કથન અપોદિત થાય છે=નિરાકૃત થાય છે.
તે=પૂર્વમાં વર્ણન કર્યું તે, આને=બુદ્ધિમાં ઉપસ્થિતને, કહે છે પંચાશક-૧૨, શ્લોક-૩૨નો અર્થ આ પ્રમાણે છે
“અથવા પ્રવૃત્તને વિધિપ્રયોગ કરાયે છતે પણ ત્રણ વાર સ્ખલનામાં પ્રતિપૃચ્છા એ સામાચારી જાણવી, ત્યાં=વિવક્ષિત કાર્યની સિદ્ધિના સ્થાનમાં, શકુનશુદ્ધિ થયે છતે ગમન કરવું.”
‘કૃતિ’ પંચાશકના ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
* ‘અહાવિ’ પંચાશકના આ સાક્ષીપાઠમાં હેતુના પ્રકારાંતરને દર્શાવવા માટે અથવા અર્થમાં જ ‘બાવિ’ શબ્દ છે.
१. अथवाऽपि प्रवृत्तस्य त्रिवारस्खलनायां विधिप्रयोगेऽपि । प्रतिपृच्छेति ज्ञेया तत्र गमनं शकुनशुद्धौ । ।
Jain Education International
For Personal & Private Use Only
-
–
www.jainelibrary.org