SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પર વિધિનો પ્રયોગ કરવા છતાં જ્યારે સ્કૂલનાઓ થાય છે, ત્યારે માનવું જ પડે કે વિપ્નઆપાદક બલવાન કર્મો વિદ્યમાન છે, કે જે કરાયેલા ત્રણ પ્રકારના વિધિ પ્રયોગથી નાશ થઈ શક્યાં નથી. માટે તેના સ્થાનનું અવલંબન લઈને વિપ્નનાશ પ્રત્યે વિધિપ્રયોગની અકારણતા સ્થાપન કરવી ઉચિત નથી, પરંતુ વિધિપ્રયોગના સામર્થ્ય કરતાં બલવાન સામર્થ્યવાળાં કર્મો વિદ્યમાન છે, તેમ કહેવું ઉચિત છે. અહીં પ્રશ્ન થાય કે, પ્રવૃત્તિ પ્રારંભ કર્યા પછી વિપ્નની પ્રાપ્તિ થાય છે, પરંતુ પ્રવૃત્તિ પૂર્વે દુર્નિમિત્તોરૂપ અલનાઓ શેનાથી પ્રાપ્ત થાય છે ? તેથી કહે છે, પૂર્વકૃત કર્મના વશથી ભવિષ્યમાં થનારા વિપ્નને જણાવનારાં એવાં દુર્નિમિત્તોની પ્રાપ્તિ થાય છે, તે બતાવે છે કે, હજુ આપણું પુણ્ય જાગૃત છે કે જેથી તેવા પુણ્યના ઉદયથી કાર્ય કરતાં પૂર્વે જ વિપ્નને જણાવનારાં દુર્નિમિત્તોની પ્રાપ્તિ થઈ. આશય એ છે કે, પાપના ઉદયથી પ્રવૃત્તિમાં વિઘ્ન આવે છે, પણ દુર્નિમિત્તોની પ્રાપ્તિ થવી તે કંઈ પાપનો ઉદય નથી, પણ પુણ્યનો ઉદય છે અર્થાત્ કાર્યના પ્રારંભ પૂર્વે આવતાં દુર્નિમિત્તો પુણ્યશાળીને સાવધાન કરી દે છે. તેવા પુણ્યશાળીઓને દુર્નિમિત્તોની પ્રાપ્તિથી પ્રસ્તુત પ્રવૃત્તિમાં કંઈક અનિષ્ટ થશે તેવું જ્ઞાન થાય છે, અને તેથી તે અનિષ્ટની પ્રવૃત્તિનો પ્રતિરોધ કરીને અટકાવીને, ભાવિમાં થતા અનર્થથી બચી શકે છે. કહેવાનો ભાવ એ છે કે, જો પુણ્યના યોગે આ દુર્નિમિત્તની પ્રાપ્તિ ન થઈ હોત તો, ઈષ્ટની પ્રાપ્તિ અર્થે પ્રવૃત્તિ કરત ત્યારે, વિપ્નઆપાદક કર્મને કારણે ઈષ્ટની પ્રાપ્તિને બદલે અનિષ્ટની પ્રાપ્તિ થાત. હવે દુનિમિત્તની પ્રાપ્તિ થતાં પોતાને થનારા અનિષ્ટની અટકાયત માટેની ગોઠવણી કરી શકાય છે. આ કથનના સંદર્ભમાં ‘ઉપદેશ પદ' મહાગ્રંથમાં જ્ઞાનગર્ભ મંત્રીની વાત આવે છે. તેમને પુણ્યના ઉદયથી નિમિત્તશાસ્ત્ર જાણનારની પ્રાપ્તિ થઈ અને રાજસભામાં તે નૈમિત્તિશે જણાવ્યું કે, પંદર દિવસની અંદર આ મંત્રીના કુટુંબનો વિનાશ થશે. આ રીતે નૈમિત્તિજ્ઞ દ્વારા મંત્રીને ભાવિમાં થનારા અનિષ્ટનું જ્ઞાન થવાથી, તે અનિષ્ટથી બચવા માટેનો પ્રયત્ન કરીને મંત્રી પોતાની સુરક્ષા કરી શક્યા. તેવી રીતે સાધુને પણ ભિક્ષા આદિની પ્રવૃત્તિ કરવા જતાં દુર્નિમિત્તની પ્રાપ્તિ થાય તો તે જાણી શકે છે કે સંયમની આરાધનામાં કોઈક મોટો અનર્થ થવાની સંભાવના છે, તેથી આ ભિક્ષા ગ્રહણની ક્રિયા સંયમવૃદ્ધિને બદલે સંયમનાશનું પણ કારણ બની શકે; અને વિધિ પ્રયોગ કરવા છતાં દુનિમિત્તોની પ્રાપ્તિ થતી હોય તો ભિક્ષા જવાની ક્રિયા પોતાને માટે અનિષ્ટરૂપ છે તેવું જ્ઞાન થાય છે, તેથી ભિક્ષાર્થે જવાની પ્રવૃત્તિ છોડીને શક્તિ હોય તો ઉપવાસાદિ કરે અથવા અન્ય કોઈ સાધુ તેની ભિક્ષા લાવી આપે, જેથી અનર્થને કરનાર જે કોઈ વિઘ્ન આવવાનું હતું, તેની અટકાયત થઈ જાય. આમ, આ દુર્નિમિત્તની પ્રાપ્તિ સાધુને પુણ્યના ઉદયથી થઈ, જેથી તેઓ અનર્થનું નિવારણ કરી શક્યા. ‘' આ રીતે પુણ્યના ઉદયથી દુર્નિમિત્તની પ્રાપ્તિ થાય છે એવું સ્થાપન થયું, ત્યાં કોઈક વળી દુર્નિમિત્તને સાવધનાનીનું કારણ નહિ પણ વિપ્નનું કારક માને છે. તેઓ કહે છે કે, પાપના ઉદયથી દુર્નિમિત્તની પ્રાપ્તિ થાય છે અને તે દુર્નિમિત્ત વિપ્નને ઉત્પન્ન કરે છે અને વિધિપ્રયોગથી વિપ્નની ઉત્પત્તિના કારણ એવા દુર્નિમિત્તનો નાશ કરાય છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી તેને કહે છે કે, તારી આ વાત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy