________________
૨૮૮
ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, પુણ્યના ઉદયથી દુર્નિમિત્તોની પ્રાપ્તિ થાય છે, ત્યાં અન્ય કોઈક વળી દુર્નિમિત્તને વિઘ્નમાં કા૨ક માને છે અને પાપના ઉદયથી દુર્નિમિત્ત મળે છે તેમ કહે છે. તેનું નિરાકરણ કરતાં કહે છે -
ટીકાર્ય :
.....
यत्तु . પાપાડઠેતુત્વાત્ ।વળી દુનિમિત્તનું પણ વિઘ્નકારકપણું હોવાના કારણે કારણના ઉચ્છેદ દ્વારા વિધિપ્રયોગનું વિઘ્નક્ષયહેતુપણું છે, એમ જે કહે છે, તે વાત બરાબર નથી; કેમ કે તેના=દુનિમિત્તના, નિષિદ્ધકર્મત્વના અભાવને કારણે-શાસ્ત્રનિષિદ્ધ કર્મ નહીં હોવાને કારણે, પાપનું અહેતુપણું છે.
* ‘વૃનિમિત્તસ્થાપિ’ અહીં‘પિ’ થી એ કહેવું છે કે, પાપકર્મનું તો વિઘ્નકા૨કપણું છે, પરંતુ દુર્નિમિત્તોનું પણ વિઘ્નકારકપણું છે.
પ્રતિપૃચ્છા સામાચારી | ગાથા : ૫૨
ઉત્થાન :
‘ઝથ’ થી પૂર્વપક્ષીએ બે શંકા કરેલી. તેમાં બીજી શંકા કરતાં કહ્યું કે સ્ખલના હોતે છતે પ્રતિપૃચ્છા વડે શું ? અર્થાત્ પ્રતિપૃચ્છાનું કોઈ પ્રયોજન નથી. તેનું સમાધાન કરતાં પ્રતિપૃચ્છાની આવશ્યકતા જણાવે છે – ટીકાર્થ --
प्रतिपृच्छायां પ્રવૃત્તિવિતા । (૧) વળી પ્રતિકૃચ્છામાં=ત્રણવાર સ્ખલના થયે છતે શિષ્ય જ્યારે ગુરુને ફરી તે કાર્ય અંગે પૂછે તે રૂપ પ્રતિકૃચ્છામાં, ઉત્તરમાં=પ્રતિપૃચ્છા પછી પ્રવૃત્તિકાળમાં, વિઘ્નના અભાવના જ્ઞાનને કારણે ગુરુ પ્રતિપ્રચ્છકને=પ્રતિપૃચ્છા કરનારને, ત્યાં=જે પ્રવૃત્તિ કરવાની છે ત્યાં, પ્રવર્તાવે અથવા (૨) ફરી શકુનાદિની શુદ્ધિ થયે છતે ‘તારે ત્યાં પ્રવૃત્તિ કરવી' એ પ્રમાણે ઉપદેશ આપે. તે રીતે=ઉપર કહેલા (૧) અને (૨) પ્રકારમાંથી કોઈપણ પ્રકારે ગુરુનું વચન પ્રાપ્ત થાય તે રીતે, શકુનાદિ શુદ્ધિ થયે છતે ફરી પણ ત્યાં=જે કાર્ય કરવાનું છે ત્યાં, પ્રવૃત્તિ ઉચિત છે.
* ‘શનાવિશુદ્ધો’ અહીં ‘વિ’ થી નિમિત્તશુદ્ધિ, નાડીશુદ્ધિ આદિનું ગ્રહણ કરવું.
ભાવાર્થ -
‘ગથ’ થી પૂર્વપક્ષી બે શંકા કરે છે
(૧) વિધિપ્રયોગ કરવા છતાં પણ સ્ખલના કેમ થઈ ? પૂર્વપક્ષીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, તમે વિધિપ્રયોગ કરી કાર્યનો પ્રારંભ કર્યો તો સ્કૂલના થવી ન જોઈએ, અને સ્ખલના થઈ તે તો પ્રત્યક્ષ દેખાય છે. આથી વિધિપ્રયોગ સ્ખલનાના નિવારણનું કારણ નથી.
(૨) સ્ખલના થયે છતે પ્રતિકૃચ્છા કરવાથી શું ? અર્થાત્ હવે પ્રતિપૃચ્છાનું કોઈ પ્રયોજન નથી. ઉપર્યુક્ત પૂર્વપક્ષીએ કરેલી બંને શંકામાંથી પ્રથમ શંકા એ છે કે વિધિપ્રયોગ કરવા છતાં પણ સ્ખલના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org