________________
૪૮૫
ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૪-૯૫-૯૬ કરવામાં સહાયક બની શકે તેમ ન હોય, ત્યારે ક્ષપણા કરવા માટે સાધુ અન્ય ગચ્છનો આશ્રય કરે છે.
અહીં ‘ક્ષપણા” શબ્દથી વિશેષ પ્રકારનું તપ લેવાનું છે. સાધુ વિશેષ પ્રકારનું તપ કરીને અણસણ કરવા ઉઘુક્ત છે અને આ ભવની અંતિમ આરાધના કરવા ઈચ્છે છે, જેથી આ ભવ કરતાં ઉત્તમ ધર્મસામગ્રીયુક્ત ભવની પ્રાપ્તિ થાય. આવો ઉત્કૃષ્ટ તપ કરે તેવા સાધુના ક્ષપણાકાળમાં ક્ષપણા કરનાર સાધુને અનુશાસન આપનાર ગીતાર્થો પાસે રહેતા હોય છે. જ્યારે પોતાના ગચ્છમાં એવા કોઈ અનુશાસક ન હોય અથવા પોતાના ગચ્છના સાધુઓ બીજા ક્ષેપકની ક્ષપણામાં રોકાયેલા હોય, ત્યારે ક્ષપણાનો અર્થી સાધુ અન્ય ગચ્છનો આશ્રય કરે છે; અને તેવું કોઈ પ્રયોજન ન હોય તો સ્વગચ્છમાં ક્ષપણા કરે. II અવતરણિકા:
तत्र वैयावृत्त्योपसंपद्विषयिणी व्यवस्थामाह - અવતરણિકાર્ય :
ત્યાં=ચારિત્રઉપસંપર્ધા, વૈયાવૃત્ય ઉપસંપદ્વિષયક વ્યવસ્થાને કહે છે – ભાવાર્થ :
ગાથા-૯૩માં કહ્યું કે, ચારિત્રઉપસંપદ્ બે પ્રકારે છે – (૧) વૈયાવૃત્ત્વ નિમિત્તે અને (૨) ક્ષપણા નિમિત્તે. તેથી વૈયાવૃત્ત્વ નિમિત્તે સાધુ અન્ય ગચ્છમાં ગમન કરે છે ત્યારે કેવા પ્રકારની વ્યવસ્થા શાસ્ત્રમાં વર્ણન કરાઈ છે, તેને જણાવે છે –
ગાથા :
आगंतुगो य पुराणओ अ जइ दो वि आवकहियाओ । तो तेसु लद्धिमंतो ठप्पो इयरो अ दायव्यो ।।९४ ।। अह दो वि लद्धिमंता दिज्जइ आगंतुओ च्चिय तया णं । तयणिच्छाए इयरो तयणिच्छाए अ तच्चाओ ।।९५।। इयरेसु वि भंगेसु एवं विवेगो तहेव खमणे वि । अविगिट्ठविगिट्ठम्मि य गणिणा गच्छस्स पुच्छाए ।।९६।।
છાયા :
आगंतुकश्च पुराणकश्च यदि द्वावपि यावत्कथिको । तर्हि तयोर्लब्धिमान् स्थाप्य इतरश्च दातव्यः ।।९४ ।। अथ द्वावपि लब्धिमन्तौ दीयत आगंतुक एव तदा णम् । तदनिच्छायामितरस्तदनिच्छायां च तत्त्यागः ।।९५ ।। इतरेष्वपि भङ्गेषु एवं विवेकस्तथैव क्षपणेऽपि । अविकृष्टविकृष्टे च गणिना गच्छस्य पृच्छया ।।९६ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org