SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પ૧ છે, તેથી પ્રતિકૃચ્છા કરવાથી અન્ય કાર્ય કરીને વિશેષ લાભ પ્રતિપૃચ્છકને મળી શકે, માટે પ્રતિપૃચ્છા સામાચારી છે. (૨) કોઈક વખતે પૂર્વમાં જે કાર્ય કરવાનું હતું તેનું હવે વર્તમાનમાં કોઈ પ્રયોજન નથી તેવું ગુરુને જણાય, જેથી તેના વિષયક પોતાની નિરર્થક પ્રવૃત્તિ ન થાય તે આશયથી પણ ગુરુને પ્રતિકૃચ્છા કરવાની છે. (૩) ગુરુને પ્રતિપૃચ્છા કરવાથી ગુરુને જણાય કે (i) આ કાર્ય અત્યારે કરવાનું નથી, પરંતુ અન્ય કાળે કરવાનું છે અર્થાત્ સાંજના કરવાનું છે કે એક કે બે દિવસ પછી કરવાનું છે, જેથી તે કાર્યનું વિશેષ ફળ પ્રાપ્ત થાય; અથવા તો (ii) આ અવસરે આ કાર્ય કરવાનું નથી પરંતુ અન્ય અવસરે આ કાર્ય કરવાનું છે, જેથી તે અવસર પ્રમાણે આ કાર્યનું વિશેષ ફળ પ્રાપ્ત થાય; તેથી ગુરુને પ્રતિપૃચ્છા કર્યા વગર કાર્ય કરવામાં આવે તો કાલાંતરે કે અવસરાંતરે કરવાથી તે કાર્યનો જે લાભ થવાનો હતો, તે થાય નહિ. આ રીતે આ કાર્યથી કાલાંતરે કે અવસરાંતરે વિશેષ લાભ થશે, તેનો નિર્ણય ગીતાર્થ ગુરુ કરી શકે, માટે પ્રતિપૃચ્છા સામાચારી છે. (૪) પ્રતિપૃચ્છા કરવાથી ગુરુને જણાય કે જે શિષ્યને મેં આ કાર્ય કરવાનું કહ્યું છે, તેના બદલે તેનાથી ભિન્ન શિષ્ય તે કાર્ય કરશે તો તે ભિન્ન શિષ્ય તે કાર્ય કરીને લાભ મેળવશે, અને પ્રતિકૃચ્છક માટે જે અન્ય ઉચિત કાર્ય છે તે કરીને પ્રતિપૃચ્છક નિર્જરારૂપ ફળને પામી શકશે, તેથી ગુરુ તે પ્રમાણે પણ કહે, તે જાણવા માટે પ્રતિપૃચ્છા કરવાની છે. (૫) ગુરુએ તે કાર્ય કાલાંતરમાં કરવાનું કહ્યું હતું, છતાં અન્ય વડે આ કાર્ય થઈ ચૂક્યું હોય તો ફરી તે કાર્યવિષયક પ્રવૃત્તિ કરવામાં આવે તો તે સમયનો વ્યર્થ ઉપયોગ થાય, માટે ગુરુને ફરી પૂછવાથી જો તે કાર્ય થઈ ગયેલું હોય તો તેની જાણ પ્રતિપૃચ્છકને થાય, તદર્થે ગુરુને પ્રતિપૃચ્છા કરવામાં આવે છે. (૬) ગુરુએ જે કાર્ય કરવાનું પૂર્વમાં કહ્યું હોય, તે કાર્ય અંગે કંઈક વિશેષ સૂચન કરવાનું પ્રયોજન પાછળથી ઊભું થયું હોય, તો પ્રતિપૃચ્છા કરવાથી ગુરુ તે પ્રકારનું વિશેષ સૂચન પણ કરે, જેથી તે કાર્ય સમ્યગુ રીતે થાય, તેના કારણે એ કાર્ય એકાંતે બધાના હિતનું કારણ બને, માટે પણ પ્રતિપૃચ્છા કરવાની છે. આ પ્રકારના કાર્યવિષયક ગુરુના વિકલ્પોનો સંભવ હોવાથી પૂર્વમાં ગુરુને આપૃચ્છા કરી હોય તોપણ તે કાર્ય કરતાં પહેલાં પ્રતિપૃચ્છા કરવી ઉચિત છે. ન ચેતાકૃશ વિજ્ઞાસાં .... દ્વિ : અહીં કોઈને શંકા થાય કે, આવી કોઈ જિજ્ઞાસા વગર જ ગુરુએ પૂર્વમાં કાર્ય કરવાનો ઉપદેશ આપેલ છે, તેથી તેનું પાલન કરવાથી જ શિષ્યને નિર્જરારૂપ ઈષ્ટ ફળની સિદ્ધિ થશે, પ્રતિપૃચ્છા કરવાનું કોઈ પ્રયોજન નથી. તો એમ ન કહેવું; કેમ કે ગુરુએ કાર્ય કરવાનું કહેલ હોય અને તે કાર્ય કંઈક લાંબા વિલંબન પછી કરવાનું હોય ત્યારે પ્રતિપૃચ્છાનો અવસર પ્રાપ્ત હોય છે, કેમ કે પ્રતિપૃચ્છા કર્યા વગર તે કાર્ય કરવામાં આવે તો ઉપરમાં બતાવેલ છ વિકલ્પોથી જે વિશેષ લાભ થવાનો સંભવ હતો તે થાય નહિ. તેથી તેવા સમયે નિર્જરાના અર્થી એવા સાધુએ પ્રતિપૃચ્છા કરવી ઉચિત છે. આમ છતાં પ્રતિપૃચ્છા કરવામાં ન આવે તો ઉચિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy