________________
૪૭૮
ઉપસંપદા સામાચારી | ગાથા ઃ ૯૧ કેવળીને તો કોઈ ફળ મેળવવાની ઈચ્છા નથી; પરંતુ સામાયિકનો પરિણામ ઉચિત પ્રવૃત્તિ કરાવનાર છે, તેથી ઉચિત પ્રવૃત્તિને અનુકૂળ યત્ન કરાવે તેવો પરિણામ કેવળીમાં પણ છે. આથી કેવળજ્ઞાનમાં કેવળીને જે ઉચિત પ્રવૃત્તિ કર્તવ્ય દેખાય છે, તે પ્રકારે કરવાનો પરિણામ છે, જે ઈચ્છા સ્વરૂપ છે, અને તેના પ્રમાણે તે પ્રવૃત્તિ કરે છે.
નિયમ એ છે કે સર્વત્ર જ્ઞાનથી ઈચ્છા પેદા થાય છે અને ઈચ્છાથી પ્રવૃત્તિ થાય છે. સર્વત્ર જ્ઞાનઈચ્છા-પ્રવૃત્તિનો નિયમ છે, તેમ કેવળીને પણ કેવળજ્ઞાનમાં ઉચિત પ્રવૃત્તિનું જ્ઞાન હોય છે અને તે પ્રકારે ઉચિત પ્રવૃત્તિ કરવાની પરિણતિ હોય છે, જે અનભિવૃંગાત્મક ઈચ્છા સ્વરૂપ છે અને તે ઈચ્છા પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરે છે અને આ ઉચિત પ્રવૃત્તિ જગતના જીવો પ્રત્યેની કરુણાથી કરે છે. પ્રભુ જાણે છે કે, મારી ઉચિત પ્રવૃત્તિને જોઈને યોગ્ય સાધુઓ પણ ઉચિત પ્રવૃત્તિ કરીને મોક્ષરૂપ ફળ પામશે, અને જો પોતે ઉચિત પ્રવૃત્તિ ન કરે તો પોતાની તે અનુચિત પ્રવૃત્તિના આલંબનથી અન્ય સાધુઓ પણ ઉચિત પ્રવૃત્તિનો ત્યાગ કરે, તો તેઓનું અહિત થાય; કેમ કે ઉચિત પ્રવૃત્તિરૂપ વ્યવહાર મોક્ષનું અંગ છે. માટે કેવળીની ઉચિત પ્રવૃત્તિમાં પણ કરુણાનો ભાવ છે અને કેવળીમાં અનભિવૃંગરૂપ ઈચ્છા હોય છે, એ વાત નંદીસૂત્રની વૃત્તિમાં પણ વ્યવસ્થિત છે. નંદીસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે, શાસ્ત્રમાં કોઈક સ્થાને કેવળીને ઈચ્છાના ભાવનું અનભિધાન છે અર્થાત્ કેવળીને ઈચ્છાનો સદ્ભાવ નથી, એમ કથન છે, તે કેવળીને રાગના અયોગમાત્રના અભિપ્રાયથી છે, પરંતુ ઉચિત પ્રવૃત્તિમાં કારણભૂત ઈચ્છાના અભાવનું અભિધાયક નથી=જણાવનારું નથી, એ પ્રમાણે જાણવું.
અહીં કોઈને પ્રશ્ન થાય કે, કેવળીમાં કરુણા કઈ રીતે હોઈ શકે ? કેમ કે કરુણા રાગાંશરૂપ છે. આ પ્રકારની માન્યતાનું નિરાકરણ પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે “અધ્યાત્મમત પરીક્ષા' ગ્રંથમાં કર્યું છે અને ખુલાસો કર્યો છે કે, કેવળીને ક્ષાયિકભાવની કરુણા હોઈ શકે છે. તેથી જેમ ક્રોધના પ્રતિપક્ષરૂપ ક્ષમાગુણ કેવળીમાં ક્ષાયિકભાવરૂપે છે, તેમ બીજા જીવોના દુઃખની ઉપેક્ષા કરવારૂપ કઠોરતાના પ્રતિપક્ષ સ્વરૂપ કરુણા ગુણ ક્ષાયિકભાવરૂપે કેવળીમાં હોય છે અને તે કરુણા ગુણ ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. I૯૧ અવતરણિકા:
ननु यधुभयोराश्रयणं युक्तं तर्हि प्रकृते ज्ञानज्येष्ठवन्दने पर्यायज्येष्ठानां व्यवहारसता(व्यवहारसत्वंदन) कुतो नाङ्गीक्रियते ? इत्याशङ्कायामाह - અવતરણિકાર્ચ -
નન' થી શંકા કરે છે કે, જો ઉભયતનું આશ્રયણ યુક્ત છે, તો પ્રકૃતિમાં વ્યાખ્યાનના અવસરમાં, જ્ઞાનયેષ્ઠતા વંદનમાં પર્યાયયેષ્ઠનું વ્યવહારસન્ એવું વંદન કેમ સ્વીકારતું નથી ? એ પ્રકારની આશંકામાં કહે છે –
નોંધ :- અહીં અવતરણિકામાં ‘વ્યવદીરસતા' ના સ્થાને ‘વેદારત્વન' એ પ્રકારનો પાઠ હોવો જોઈએ, તેથી અમે તે પ્રમાણે અર્થ કરેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org