________________
૪૭૭
ઉપસંપદા સામાચારી, ગાથા : ૧ ટીકાર્ચ -
ન ચ “સ્ય ....... તિ યોધ્યમ્ ૧૧ાા અને તેને કેવળીને, “તેવા પ્રકારની ઈચ્છા=વ્યવહારના પાલનની ઈચ્છા, યુક્તિયુક્ત નથી; કેમ કે વીતરાગપણાની વ્યાહતિ છે=હાનિ છે,” એ પ્રકારની આશંકા ન કરવી. આ શંકા દિગંબરની કુયુક્તિરૂપ છે; કેમ કે અનભિવંગરૂપ ઈચ્છાનું રાગઅનાત્મકપણું છે, એટલું જ નહીં પણ તેનું=વ્યવહારના પાલનની ઈચ્છાનું, કારુણ્યરૂપપણું છે; અને આ=કેવળીને ઈચ્છા હોય છે એ, નંદીસૂત્રની વૃત્તિમાં વ્યવસ્થિત છે, અને તે બતાવે છે –
“કોઈક સ્થાનમાં અરિહંતને કેવળીને, ઈચ્છાભાવનું અનભિધાન=ઈચ્છાભાવના અભાવનું કથન, વળી રાગના અયોગમાત્રના અભિપ્રાયથી છે" એ પ્રમાણે જાણવું. I૯૧II ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સ્વસ્થાનમાં વ્યવહાર પણ બલવાન છે અને તેની પ્રમાણતાને બતાવવાને માટે પૂર્વાચાર્યના કથનની સાક્ષી આપેલ. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે, કેવળી કેવળજ્ઞાન થયા પછી જ્યાં સુધી પોતે કેવળી તરીકે પ્રગટ ન થયા હોય ત્યાં સુધી પોતાના છદ્મસ્થ ગુરુને વંદન કરે છે, તેનું કારણ, વ્યવહારની આચરણા ધર્મરૂપ છે, એમ તેઓ જાણે છે. આ પ્રકારની કેવળીની પ્રવૃત્તિથી નક્કી થાય છે કે, વ્યવહારના સ્થાને વ્યવહાર પણ બલવાન છે.
અહીં વિચારકને પ્રશ્ન થાય કે, કેવળીને છઘ ગુરુને વંદન કરીને વ્યવહારનું પાલન કરવાનું પ્રયોજન શું? તેથી કરીને કહે છે –
જેમ નિશ્ચયનય મોક્ષનું અંગ છે, તેમ વ્યવહારનય પણ મોક્ષનું અંગ છે. જો વ્યવહારનય મોક્ષનું અંગ ન હોય તો કૃતકૃત્ય એવા કેવળીને વ્યવહારનો ભંગ ન થાય તેવી ઈચ્છા થાય નહીં; અને વ્યવહારનો ભંગ ન થાય તેવી ઈચ્છાથી જ કેવળી છબસ્થ ગુરુને વંદન કરે છે; કેમ કે કેવળી જાણે છે કે, નિશ્ચયનય જેમ મોક્ષનું અંગ છે, તેમ વ્યવહારનય પણ મોક્ષનું અંગ છે. મોક્ષના અંગભૂત એવા વ્યવહારનયનો જો કેવળી અપલાપ કરે, તો તેને અવલંબીને અન્ય સાધુઓ પણ એ રીતે વ્યવહારનયનો અપલાપ કરે, તો તેમનું પણ અહિત થાય. તેથી સાધુઓ પ્રત્યેની કરુણાથી કેવળી મોક્ષના અંગભૂત વ્યવહારનું પાલન કરે છે, જેથી અન્ય સાધુઓને પણ જ્ઞાન થાય કે, કેવળી જેવા કેવળી પણ ઉચિત વ્યવહાર કરે છે, તો આપણે પણ ઉચિત વ્યવહારમાં યત્ન કરવો જોઈએ.
અહીં દિગંબર માને છે કે, ઈચ્છા એ રાગાત્મક પરિણામ છે, તેથી કેવળીને વ્યવહારના અવિઘાતની ઈચ્છા સંભવે નહીં, અને જો કેવળીને ઈચ્છા માનો તો તેમનામાં વીતરાગતા નથી, તેમ માનવાનો પ્રસંગ આવે.
| દિગંબરની આ માન્યતાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, રાગાત્મક ઈચ્છા કેવળીને હોતી નથી, પરંતુ ઉચિત પ્રવૃત્તિમાં યત્ન કરાય તેવા અભિલાષરૂપ ઈચ્છા કેવળીને હોય છે.
આશય એ છે કે, ફળની ઈચ્છાથી કોઈ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય તે રાગાત્મક ઈચ્છા છે, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org