________________
४७५
આ=વ્યવહારનું બલિકતરપણું ‘વવારો વિ હૈં વતવં’ ઈત્યાદિક વચનસિદ્ધ છે.
‘વવદારો વિ હૈં વળવું' ઈત્યાદિ વચન સ્પષ્ટ કરે છે
“વ્યવહાર પણ બળવાન છે, જે કારણથી વં ધમ્મયં=તામ્ ધર્મતામ્=આ ધર્મતાને અર્થાત્ વ્યવહારનયની બલાતિશયલક્ષણ ધર્મતાને, જાણતા એવા અરિહંત=કેવળી, જ્યાં સુધી અનભિજ્ઞાત છે=આ કેવળી છે એ પ્રમાણે પ્રગટ જણાયા નથી, ત્યાં સુધી છદ્મસ્થને પણ વંદન કરે છે.” એ પ્રકારે ભાષ્યકાર=વિશેષાવશ્યક ભાષ્યકાર મૂળ ગાથા-૧૨૩માં કહે છે.
* “વિ” અહીં ‘વિ’ થી મૂળ ભાષ્ય ગાથા-૧૨૩નો અવશિષ્ટ ભાગ ગ્રહણ કરવો.
ઉત્થાન :
—
ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૧
ગાથા-૯૧ના અર્થને સ્પર્શીને ટીકા પૂરી થઈ અને સ્થાપન કર્યું કે, ‘વ્યવહાર પણ બલવાન છે,’ એ પ્રકારના ભાષ્યકારના વચનથી સિદ્ધ છે. હવે તે ભાષ્યકારનું વચન યુક્તિથી કઈ રીતે સંગત છે, તે બતાવવા અર્થે કહે છે
ટીકાર્ય :
.....
युक्तं चैतत् . ડસંમવાત્ । અને આ=ભાષ્યકારે જે કહ્યું કે ‘વ્યવહાર બલવાન છે;’ એ, યુક્ત છે; કેમ કે તેના=વ્યવહારના, મોક્ષના અનંગપણામાં=મોક્ષના અકારણપણામાં, વ્યવહારના અવિઘાતની ઈચ્છાનો=વ્યવહારને ભંગ નહીં કરવાની ઈચ્છાનો, અર્થાત્ વ્યવહારનું પાલન કરવાની ઈચ્છાનો કૃતકૃત્ય એવા અરિહંત કેવળીને અસંભવ છે. મોક્ષનું અનંગપણું હોય તો કેવળી વ્યવહાર પાળે નહિ.
* “કૃતકૃતસ્યાઽપિ” અહીં ‘વિ’ થી એ કહેવું છે કે, કૃતકૃત્ય ન હોય તો તો વ્યવહારના અવિઘાતની ઈચ્છા હોય, પણ કૃતકૃત્ય હોવા છતાં કેવળીને વ્યવહા૨ના અવિઘાતની ઈચ્છા છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, મોક્ષનું અંગપણું હોવાને કારણે કેવળીને વ્યવહારના અવિઘાતની (ભંગ નહીં કરવાની) ઈચ્છા થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે કેવળી તો વીતરાગ છે, તેથી તેમને ઈચ્છા સંભવે નહીં. આ પ્રકારની દિગંબરની યુક્તિ સ્મૃતિમાં આવવાથી તેનું ઉદ્દ્ભાવન કરીને નિરાકરણ કરે છે -
Jain Education International
નોંધ :- 7 = “તસ્ય . યુક્તિયુવત્તા”=કેવળીને તેવા પ્રકારની ઈચ્છાવ્યવહારનો વિઘાત ન થાય તેવા પ્રકારની ઈચ્છા, યુક્તિયુક્ત નથી; કેમ કે વીતરાગત્વની વ્યાહતિહાનિ છે, એ પ્રમાણે શંકા ન કરવી, એમ અન્વય છે. “વીતરાગને તેવી ઈચ્છા યુક્તિયુક્ત નથી” એ દિગંબરની કુચોદરૂપ છે=કુયુક્તિરૂપ છે, એમ અન્વય કરવો. પરંતુ આ પ્રકારની દિગંબરની કુયુક્તિની શંકા ન કરવી, એ પ્રમાણે અન્વય કરવો નહીં; કેમ કે જો એ પ્રમાણે અન્વય કરવામાં આવે તો આ કથન દિગંબરની કુયુક્તિ નથી, પણ દિગંબરનું આ વચન સાચું છે, એમ ફલિત થાય.
For Personal & Private Use Only
www.jainelibrary.org