________________
૪૭૧
ઉપસંપદા સામાચારી / ગાથા ઃ ૯૧ ત્યાં સંભવ છે, માટે તે સ્થાનમાં વ્યવહારની વિરાધના નથી. જ્યારે અવિરતિના ઉદયવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ સાધુવેશમાં નથી, અને સાધુ તેને વંદન કરે તો વ્યવહારનયનું ગૌણરૂપે પણ આશ્રયણ નથી, માત્ર એકાંત નિશ્ચયનયથી વંદન થઈ શકે છે. તેથી વ્યવહારનયની વિરાધના કરીને નિશ્ચયનયનું આશ્રમણ કરવામાં આવે તે ઉચત નથી. પરંતુ ગૌણરૂપે વ્યવહારને સ્વીકારીને નિશ્ચયનયના સ્થાને નિશ્ચયને પ્રધાન કરીને વ્યાખ્યાનકાળમાં વ્યાખ્યાન કરનાર સાધુને દીર્થસંયમપર્યાયવાળાથી વંદન થાય છે, તે થઈ શકે; પરંતુ અવિરતિધર ગૃહસ્થને વ્યવહારની વિરાધના કરીને સાધુ વંદન કરી શકે નહીં.
પૂર્વમાં સ્થાપન કર્યું કે, વ્યાખ્યાન કરનારને દીર્થસંયમપર્યાયવાળા સાધુ વંદન કરે ત્યારે ઉભયનયનું આશ્રયણ છે, માટે દોષ નથી; જ્યારે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને સાધુ વંદન કરે તો ઉભયનયનું આશ્રયણ નહીં થવાના કારણે વ્યવહારની વિરાધનાનો દોષ પ્રાપ્ત થાય. ત્યાં કોઈ કહે કે, વ્યવહારની વિરાધના ભલે થાય, તોપણ નિશ્ચયનું આશ્રયણ તો થાય છે. માટે નિશ્ચયનયને આશ્રયીને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થમાં રહેલા ક્ષાયિક ગુણની આરાધના અર્થે સાબુ વંદન કરે તો શું વાંધો ? તેથી કહે છે –
અન્યતરના આશ્રયણમા=નિશ્ચય કે વ્યવહાર એ બેમાંથી એકના આશ્રયણમાં, અન્યતરની વિરાધનાનો પ્રસંગ છે=જેનું આશ્રમણ કર્યું તેનાથી અન્યની વિરાધનાનો પ્રસંગ છે.
આશય એ છે કે વ્યવહારનિરપેક્ષ એવા નિશ્ચયનયનું આશ્રમણ કરીને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ગૃહસ્થમાં રહેલા ક્ષાયિક સમ્યગ્દર્શનની આરાધના માટે સાધુ વંદન કરે તો નિશ્ચયનયનું આશ્રયણ થાય અને ત્યારે એકાંત નિશ્ચયનયનું આશ્રયણ કરવાને કારણે તેનાથી વિરુદ્ધ એવા વ્યવહારનું વિરાધન થાય; અને વ્યવહારની વિરાધના કરીને નિશ્ચયનું આશ્રયણ કરવું તે ભગવાનની આજ્ઞાવિરુદ્ધ છે. તે રીતે કોઈ સાધુવેષમાં હોય પરંતુ પ્રગટ પ્રતિસેવી હોય, છતાં ગુણનિરપેક્ષ વેષમાત્રને સામે રાખીને તેને વંદન કરવામાં આવે તો નિશ્ચયથી નિરપેક્ષ એકાંત વ્યવહારનું આશ્રયણ છે. તે વખતે ગુણને વંદનીયરૂપે સ્વીકારનાર એવા નિશ્ચયનયની વિરાધના થાય છે. તેથી તેના સ્થાનમાં પણ એકાંત વ્યવહારનો આશ્રય ભગવાનને સંમત નથી. આથી પ્રગટ પ્રતિસેવીને વંદન કરતાં તેના પાપની અનુમતિની પ્રાપ્તિ થાય છે, તેમ શાસ્ત્રો કહે છે.
ઉત્થાન :
ગાથાના પ્રથમ પાદનું વર્ણન ટીકામાં પૂર્ણ કર્યા પછી ગાથાના બીજા પાદનું ઉત્થાન કરતાં કહે છે - ટીકા -
ननु निश्चयाराधने व्यवहारविराधनमकिञ्चित्करमित्याशङ्क्याह-सोऽपि व्यवहारनयोऽपि बलिकतर:= बलीयान् स्वस्थाने तस्य पराऽप्रतिक्षेप्यत्वाद्, अस्थाने प्रतिक्षेपस्य च निश्चयेऽपि तुल्यत्वात् । न च नास्त्यमूदृशं व्यवहारस्थानं यन्निश्चयस्याऽस्थानमिति वाच्यम्, वन्ये दोषाऽप्रतिसन्धानगुणप्रतिसन्धानदशायां व्यवहारावकाशेऽपि निश्चयानवकाशात् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org