________________
૪૫૪
ટીકાર્થ =
સ્વતઃ=પોતાનાથી અર્થાત્ પોતાના વેષ અને આચારથી, થયેલા ભ્રમવાળા એવા મુગ્ધજનને કુપથથી અનિવારણ કરતો તે દુરાત્મા=જે વંદન કરાવે છે તે દુરાત્મા, વિશ્વાસઘાતરૂપ જે પાપ, તત્સ્વરૂપ જે કલંકકાદવ, તેનાથી લિપ્ત અંતઃકરણ હોવાના કારણે દુરંત મોહગ્રસ્ત થાય છે. એથી કરીને તેને તે દુરાત્માને, પરવંદાપનમાં=બીજાને વંદન કરાવવામાં, દોષ પ્રાપ્ત થાઓ. પરંતુ પ્રકૃતમાં=વ્યાખ્યાન અવસરે અનુભાષકજ્યેષ્ઠને દીર્ઘસંયમપર્યાયવાળા વંદન કરે છે તે સ્થાનમાં, વળી તેનાથી=ગુણરહિત સાધુ પોતાને વંદન કરાવે છે તેનાથી, અત્યંત વિલક્ષણ પ્રશસ્ત લક્ષણવાળા અનુભાષકજ્યેષ્ઠને, જગદ્ગુરુના વચનની આરાધનાની અર્થિતામાત્રથી, વયપર્યાય વડે જ્યેષ્ઠ પણ ભણનારને વંદન કરાવતાં કેવી રીતે દોષ થાય ? અર્થાત્ દોષ ન થાય; કેમ કે બીજનો અભાવ છે, એથી કરીને આ=કયા સ્થાનમાં બીજાને વંદન કરાવતાં દોષ છે અને કયા સ્થાનમાં બીજાને વંદન કરાવવામાં દોષ નથી એ, વિવેચનીય છે= સમજવા યોગ્ય છે. II૮૭ગા
ઉપસંપદા સામાચારી | ગાથા : ૮૭
* ‘જ્યેષ્ઠપિ’ અહીં‘વિ’ થી એ કહેવું છે કે, વ્યાખ્યાનકાળમાં નાનાને વંદન કરાવે તો તો દોષ નથી, પણ જ્યેષ્ઠને પણ વંદન કરાવે તો પણ વ્યાખ્યાન કરનારને દોષ નથી.
ભાવાર્થ:
પોતાના વેષ અને આચારને કારણે લોકમાં જે સાધુ ગુણવાનરૂપે પ્રસિદ્ધ છે, છતાં સંયમની આરાધનામાં પોતે ઉત્થિત નથી, તેથી જાણે છે કે મારામાં સંયમના પરિણામો નથી; આમ છતાં પોતાના વેષ અને બાહ્ય આચારથી ભ્રમિત થયેલા એવા મુગ્ધજનોની પોતાને વંદન કરવારૂપ કુપથમાં પ્રવૃત્તિને નિવારતો નથી, તેવો સાધુ લોકોનો વિશ્વાસઘાત કરીને પાપથી કલંકિત અંતઃકરણવાળો થાય છે, અને તેથી દુરંત સંસારનું કારણ બને એવા મોહથી ગ્રસ્ત બને છે અર્થાત્ લોકોને ઉન્માર્ગમાં પ્રવર્તાવીને દુરંત સંસારનું કારણ બને તેવા મિથ્યાત્વને પુષ્ટ કરનારો બને છે. તેવો સાધુ બીજાને વંદન કરાવે તે દોષરૂપ હોય; પરંતુ વ્યાખ્યાનના અવસ૨માં અનુભાષકજ્યેષ્ઠને દીર્ઘપર્યાયવાળા સાધુ વંદન કરે છે તે સ્થાનમાં, અનુભાષકજ્યેષ્ઠ સંયમના પરિણામવાળો છે, તેથી પૂર્વમાં બતાવેલા સાધુ કરતાં અત્યંત વિલક્ષણ છે. વળી પોતાને જ્યેષ્ઠ સાધુ વંદન કરે તેવો કોઈ અભિલાષ નથી, પરંતુ ભગવાનના વચનની આરાધનાના શુભ અધ્યવસાયથી વંદન કરાવે છે, માટે કર્મબંધનું બીજ નથી, તેથી જ્યેષ્ઠ પણ ભણનારને વંદન કરાવતાં તેને કેવી રીતે દોષ થાય ? એથી કરીને કેવા સ્થાનમાં બીજાને વંદન કરાવવામાં દોષ છે અને કેવા સ્થાનમાં બીજાને વંદન કરાવવામાં દોષ થતો નથી, એ વિવેચનીય છે=એ સમજવું જોઈએ. IIII
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org