SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ પ્રતિપૃચ્છા સામાચારી | ગાથા ૫૧ જેમ જમાલિએ ભગવાનને પૃથર્ વિહાર અંગે પૃચ્છા કરી ત્યારે ભગવાને મૌન દ્વારા પોતાની અસંમતિ જણાવી; આમ છતાં થોડા થોડા દિવસોના અંતરે જમાલિ પૃચ્છા કરતા રહે છે, તોપણ તે પ્રતિપૃચ્છા સામાચારી બનતી નથી; કેમ કે જમાલિને પૃથર્ વિહાર કરવાની બલવાન ઈચ્છા હતી, અને ભગવાનની સંમતિ ન હોવા છતાં ફરી ફરી પૂછીને તેમની સંમતિની અપેક્ષા રાખે છે; અને જ્યારે ભગવાન પાસેથી સંમતિ ન મળી, ત્યારે ભગવાનની અનુજ્ઞા વિના પણ તેમણે વિહાર કર્યો. જ્યારે પ્રતિપૃચ્છા સામાચારીમાં તો ગુણવાન ગુરુને પરતંત્ર રહેવાનો અધ્યવસાય અપેક્ષિત છે. તેથી પૃચ્છાકાળમાં ગુરુએ કોઈક કાર્ય કરવાનો નિષેધ કર્યો હોય તો તે કાર્ય કરવાનો અધ્યવસાય તેને હોય નહિ; આમ છતાં કોઈ વિશેષ સંયોગોમાં તે કાર્ય કરવા જેવું છે તેમ જણાવાથી ફરી પૃચ્છા કરે, તો તે પ્રતિપૃચ્છા સામાચારી થાય. જેમ જમાલિએ ભગવાન પાસે પૃથગુ વિહાર માટે પૃચ્છા કરી, તે સંયોગોમાં ભગવાને અનુજ્ઞા ન આપી, પરંતુ પાછળથી કોઈક એવા લાભના સંયોગો દેખાયા હોય અને તેને સામે રાખીને જો જમાલિએ ભગવાનને ફરી પૃચ્છા કરી હોત, અને ‘ભગવાન હા પાડે તો જવું છે, નહિતર નહિ” એવા આશયથી પૂછ્યું હોત તો પ્રતિપૃચ્છા સામાચારી બનત. પરંતુ જમાલિને તો પૃથગુ વિહારની ઉત્કટ ઈચ્છા હતી, તેથી ભગવાનની સંમતિ ન મળી તો પણ તેઓ જવા તત્પર થયા. માટે ભગવાનને પુનઃ પુનઃ પૂછવા છતાં તેમની પ્રતિકૃચ્છા સામાચારી બનતી નથી. (૩) પૂર્વમાં પૃચ્છા કરતાં ગુરુએ જે કાર્યનો શિષ્યને નિષેધ કરેલ છે, તે નિષિદ્ધ કાર્યની અપવાદથી પ્રતિપૃચ્છામાં પણ લક્ષણની અવ્યાપ્તિ નથી=પ્રતિપૃચ્છા સામાચારીનું લક્ષણ ઘટે છે. આશય એ છે કે, એક વખત શિષ્ય કોઈ કાર્ય અંગે ગુરુને પૃચ્છા કરી ત્યારે તે સંયોગોમાં ગુરુએ શિષ્યને તે કાર્ય કરવા અંગે નિષેધ કર્યો, આમ છતાં કાલાંતરમાં તે કાર્યનો વિનાશ જોઈને શિષ્યને થાય કે “આ કાર્ય અત્યારે મારે કરવા જેવું જણાય છે, તેથી કદાચ આ સંયોગોમાં ગુરુને પણ તે સંમત હોઈ શકે, માટે ગુરુને પૂછીને જો તેમને ઉચિત જણાય તો હું તે કાર્ય કરું,' તેવા અધ્યવસાયથી ગુરુને ફરી પૃચ્છા કરે તો તે નિષિદ્ધની અપવાદથી પ્રતિપૃચ્છા છે. અને આવા સમયે પણ તે પ્રતિપૃચ્છા સામાચારી ત્યારે બને કે જ્યારે ગુણવાન ગુરુ શિષ્ય વડે તે કાર્ય કરવાથી શિષ્યને નિર્જરા થશે કે નહીં તેવો નિર્ણય કરી અનુજ્ઞા આપે, અને શિષ્ય પણ સ્વમતિ પ્રમાણે નિર્જરાનો નિર્ણય કરીને પ્રવૃત્તિ કરવાના અધ્યવસાયવાળો ન હોય, પરંતુ ગુણવાન ગુરુને પરતંત્ર રહીને, પ્રતિપૃચ્છા સામાચારીની મર્યાદાના પાલનપૂર્વક તે કાર્ય કરીને નિર્જરા પ્રાપ્ત કરવાના અધ્યવસાયવાળો હોય અને તેથી નિર્જરા અર્થે ગુરુને પ્રતિપૃચ્છા કરે. આ પ્રતિપૃચ્છા સામાચારીનું પાલન ધીર પુરુષો કરી શકે છે. ધીર એટલે કે જેમને કષાયો ઉપરનું પ્રભુત્વ છે=ગુણવાનની પરતંત્રતાને સમ્યક ધારણ કરી શકે તેવું શૈર્ય જેમનામાં છે, તે ધીર. એ અર્થને બતાવવા માટે ટીકામાં કહ્યું કે, ગુરુઆજ્ઞાપાલનમાં બદ્ધકક્ષાવાળા ધીર સાધુઓને આ પ્રતિપૃચ્છા સામાચારી છે. આનાથી એ ફલિત થાય કે, કોઈ સાધુ ગુરુને કોઈ કાર્યવિષયક પ્રતિપૃચ્છા કરીને તે કાર્ય કરે, પરંતુ તે કાર્યવિષયક સમ્યફ વિધિનું પાલન ન કરે અને તે કાર્યમાં અપેક્ષિત સમ્યફ યતના ન જાળવે, તો તે ધીર નથી. આથી તેવા સાધુએ ઉચિત કાર્યની પ્રતિકૃચ્છા કરી તે કાર્ય કર્યું, તોપણ તે પ્રતિપૃચ્છા સામાચારીના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy