________________
પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પ૧
૨૭૯ પ્રતિપૃચ્છા છે; કેમ કે મૂળગાથામાં “
વધ્વંતરજ્ઞાળા ' એ દ્વિતીયા વિભક્તિનો પંચમી અર્થ છે. * ‘પૂર્વનિવેવિતસ્થાપિ' અહીં ’ થી પૂર્વમાં અનિવેદિત=નહિ જણાવેલનો સમુચ્ચય કરવો. અર્થાત્ પૂર્વમાં અનિવેદિતમાં તો લક્ષણ જતું જ નથી. તેથી લક્ષણની અતિવ્યાપ્તિ નથી જ.
» ‘ત્રિવેપારીના આદિથી વિધિનું ગ્રહણ કરવું. ભાવાર્થ:
ગુરુ વડે પૂર્વનિવેદિત અર્થની કાર્યવિધાનકાલે શિષ્ય દ્વારા પૃચ્છા તે પ્રતિપૃચ્છા સામાચારી છે. આ લક્ષણમાં પૂર્વનિવેદિત અર્થમાં નિવેદન શું છે ? તો કહે છે – નિવેદન અર્થાત્ વિધિ-નિષેધ એ બેમાંથી અન્યતરનો કોઈ એકનો પણ, ઉપદેશ તે નિવેદન છે. તેથી એ પ્રાપ્ત થાય કે, પૂર્વમાં શિષ્ય કોઈક કાર્ય કરવા અંગે ગુરુને આપૃચ્છા કરેલ હોય, અને ગુરુએ ત્યારે કાલાન્તરમાં તે કાર્ય કરવા અંગેનું વિધાન કર્યું હોય, ત્યારે કાર્ય કરતી વખતે ફરી તે કાર્ય અંગે ગુરુને શિષ્ય પૂછે ત્યારે તે પ્રતિપૃચ્છા સામાચારી બને, અથવા તો પૂર્વમાં શિષ્ય ગુરુને કોઈક કાર્ય અંગે પૃચ્છા કરી હોય, અને ગુરુએ ત્યારે શિષ્યને તે કાર્ય કરવા અંગે નિષેધ કર્યો હોય, આમ છતાં કાલાંતરે તે કાર્ય કરવાની આવશ્યકતા હોય એવા સંયોગ જ્યારે શિષ્યને જણાય, ત્યારે ગુરુ દ્વારા પૂર્વમાં નિષિદ્ધ એવા તે કાર્ય અંગે અપવાદથી શિષ્ય દ્વારા ફરી પૂછવામાં આવે તો પણ તે પ્રતિપૃચ્છા સામાચારી બને છે. એ વાત જણાવવા માટે જ નિવેદનનો અર્થ આ પ્રમાણે કર્યો કે, “ગુરુ દ્વારા વિધિનિષેધઅન્યતરરૂપે પૂર્વમાં ઉપદેશ કરાયેલી અર્થની શિષ્ય દ્વારા ફરી પૃચ્છા કરવી તે પ્રતિપૃચ્છા છે.
પ્રતિપૃચ્છા સામાચારીનું આવું લક્ષણ કરવાના કારણે નીચેના સ્થળે લક્ષણની અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિ થતી નથી, તે બતાવે છે --
(૧) પૂર્વમાં જે કાર્યનું ગુરુથી નિવેદન ન કરાયેલું હોય તેવું કોઈક કાર્ય શિષ્યને કરવા જેવું જણાયું હોય અને તે કાર્ય અંગે ગુરુને પૂછે તો ત્યાં આપૃચ્છા સામાચારીનું લક્ષણ હોવા છતાં પ્રતિપૃચ્છાનું લક્ષણ જતું નથી; કેમ કે ત્યારે ગુરુ દ્વારા પૂર્વનિવેદિત અર્થની પૃચ્છા નથી, માટે આવા સ્થળે લક્ષણની અતિવ્યાપ્તિ નથી.
(૨) કોઈ શિષ્ય ગુરુ દ્વારા પૂર્વનિવેદિત અર્થની ફરી પૃચ્છા કરે, પરંતુ તે કાર્ય પૃચ્છાના ગુણથી વિરહિત હોય તો ત્યાં પણ પ્રતિપૃચ્છા સામાચારીના લક્ષણની અતિવ્યાપ્તિ નથી=આવા સ્થળે લક્ષણ જતું નથી. કારણ, આપૃચ્છા સામાચારીનું લક્ષણ ‘નિજ હિતકાર્યની પ્રતિજ્ઞા' એવું ગ્રંથકારે કરેલું છે, અને અહીં નિજ હિતકાર્ય ન હોય તે કાર્ય પૃચ્છા ગુણથી રહિત છે, તો પૂર્વમાં નિવેદિત કાર્ય હોવા છતાં પ્રતિપૃચ્છા સામાચારી ન બની શકે.
આશય એ છે કે, શિષ્ય પોતાની નિર્જરાનું કારણ બને તેવા કાર્યવિષયક ગુરુને આપૃચ્છા કરવાની હોય છે, પરંતુ એવા ગુણથી યુક્ત તેવું કાર્ય ન હોય તો ગુરુને પૂછવા છતાં તે આપૃચ્છા સામાચારી ન બને. એ રીતે ગુરુ દ્વારા પૂર્વે નિવેદિત અર્થ હોય, પરંતુ આપૃચ્છાના ગુણથી રહિત હોય તો તે પણ પ્રતિપુચ્છા સામાચારી ન બની શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org