________________
૪૪૯
ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૬ પણ અધિકગુણવાળા છે; અને તે વ્યાખ્યાનશક્તિરૂપ અધિકગુણને આશ્રયીને વાચના વખતે માંડલીમાં બેઠેલા દીર્ઘપર્યાયવાળા સાધુ પણ તેમને વંદન કરે તો સૂત્રવિરાધના થતી નથી, કેમ કે તેમનામાં રહેલ વ્યાખ્યાનશક્તિરૂપ ગુણવિશેષને આશ્રયીને વંદન શાસ્ત્રસંમત છે.
વ્યાખ્યાન કરનારને વ્યાખ્યાન સમયે શ્રુતપર્યાયને આશ્રયીને વંદન થાય છે અને સંયમપર્યાયથી અધિક એવા સાધુઓને વ્યાખ્યાનકાળ સિવાય, જ્યારે તેમના સંયમની ભક્તિ અર્થે વંદન કરાય છે, ત્યારે વ્યાખ્યાનથી અધિક ગુણવાળા પણ સાધુ તેમના ચારિત્રપર્યાયને આશ્રયીને વંદન કરે છે. જેમ શીતલાચાર્ય સંયમપર્યાયથી અધિક હોવા છતાં પોતાના ભાણેજ મુનીઓને કેવળજ્ઞાન થયા પછી કેવળજ્ઞાનપર્યાયને આશ્રયીને વંદન કરે છે. (વિશેષ માહિતી માટે આવશ્યકનિર્યુક્તિમાં શીતલાચાર્યનું દૃષ્ટાંત ગાથા-૧૧૦૪માં જિજ્ઞાસુએ જોવું.)
પ્રત વંદનવિધિમાં વ્યાખ્યાનગુણને આશ્રયીને જ્યેષ્ઠ જાણવો એમ કહ્યું, ત્યાં જિજ્ઞાસા થાય કે, પ્રસ્તુત વંદનવિધિ ન કહેતાં પ્રકૃતિ વંદનવિધિ કેમ કહી ? તેથી પ્રસ્તુત અને પ્રકૃતિ વચ્ચે તફાવત જાણવો આવશ્યક છે. તે આ પ્રમાણે – પ્રકૃતિ અને પ્રસ્તુતનો તફાવત :
કોઈ વાત ચાલતી હોય ત્યાં વચ્ચે પ્રાસંગિક કોઈ કથનનું સ્મરણ થાય તો તે ગ્રંથકાર પ્રાસંગિક કથન સમાપ્ત થયા પછી કહે છે કે, “પ્રસંગથી સર્યું, પ્રસ્તુત કહીએ છીએ.” તેથી પ્રસ્તુત શબ્દથી જે વાત પૂર્વમાં ચાલતી હોય તેની આગળની વાત ગ્રહણ થાય છે. પ્રસ્તુતમાં ગ્રંથકારે અર્થગ્રહણની વિધિ કહેવાનો પ્રારંભ કરેલ. તે વિધિ બતાવતાં પ્રથમ પ્રમાર્જનાદિ બતાવ્યાં, પછી મંગલાચરણ રૂપે કાયોત્સર્ગ કરીને વંદનની વિધિ બતાવી. તેથી અર્થગ્રહણવિધિ વખતે વંદનવિધિ પ્રકૃત છે, ત્યાં પ્રકૃતિ વંદનવિધિમાં પૂર્વપક્ષીએ શંકા કરી કે, અર્થગ્રહણ વખતે પર્યાયથી રાત્વિકને વંદન થઈ શકશે નહીં અને વ્યાખ્યાનગુણને આશ્રયીને રાત્વિકને પણ વંદન થઈ શકશે નહીં, માટે અર્થગ્રહણ વખતે વંદન ઉચિત નથી.
આ રીતે પૂર્વપક્ષીએ વંદનવિષયક વિધિમાં અસંગતિ ઉભાવન કરી ત્યાં ગ્રંથકાર ઉત્તર આપતાં કહે છે કે, અર્થવાચનાવિધિ સમયે જે પ્રકૃત વંદનવિધિની વાત ચાલે છે, તેના વિષયમાં વ્યાખ્યાનગુણને આશ્રયીને જ્યેષ્ઠ ગ્રહણ કરવાના છે. તેથી એ ફલિત થાય કે પ્રસ્તુત વાત હોય તે આગળમાં કહેવાય છે અને જે પ્રકૃતિ વાત ચાલતી હોય તેમાં કોઈ દોષ ઉભાવન કરે ત્યારે તે પ્રકૃત વાતમાં જે સમાધાન કરવામાં આવે ત્યારે તેને માટે પ્રસ્તુત શબ્દને બદલે પ્રકૃત શબ્દ વપરાય છે. તેથી અહીં પ્રસ્તુત વંદનવિધિ’ એમ ન કહેતાં “પ્રકૃત વંદનવિધિ' એમ કહેલ છે. ટીકા -
स्यादेतद्-एवमपि समानगुणत्वमेव प्राप्तं न त्वाधिक्यम्, वन्द्यस्य ज्ञानगुणापेक्षयैव वन्दमानस्य (च) चारित्रगुणापेक्षयाधिकत्वादिति चेत् ? सत्यम्, स्वाराध्यगुणाधिकस्यैव वन्द्यगतस्यापेक्षितत्वात्, अन्यथा क्षायिकसम्यग्दृष्टिगृहस्थापेक्षयाऽपि क्षायोपशमिकसम्यग्दृष्टीनां यतीनामवन्द्यत्वप्रसङ्गादिति दिग् ।।८६।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org