________________
833
ઉપસંપદા સામાચારી/ ગાથા : ૮૧
(૩) પ્રમાદાદિ ભાવો ઈત્યાદિ. ૨. બાહ્ય વિઘ્ન :(૧) બાહ્ય કોઈ સામગ્રીની વિકલતા અને (૨) ઉપદેશકને ઉચિત સ્થાને ઉચિત યુક્તિનું અસ્કુરણ શ્રોતાની અપેક્ષાએ બાહ્ય વિ છે ઈત્યાદિ.
આ ઉપર્યુક્ત સર્વ વિઘ્નોમાંથી કોઈ પણ વિઘ્ન ઉપસ્થિત થાય તો વાચના દ્વારા સમ્યક કૃતનો બોધ થાય નહીં અને જો સમ્યગુ શ્રુતનો બોધ ન થાય તો શ્રેયની પ્રાપ્તિ પણ ન થાય. માટે મુનિઓ અધ્યયનકાળ દરમ્યાન કોઈ વિઘ્ન ન આવે તેના માટે કાયોત્સર્ગ કરે છે. કાયોત્સર્ગ કરવાથી આ શાસ્ત્ર મંગલરૂપ છે, માટે મેં કાયોત્સર્ગ કર્યો છે, તેવી બુદ્ધિ થવાથી, શાસ્ત્રને સમ્યફ પરિણમન પમાડવા માટે અત્યંત જાગૃતિ થાય છે; અને તેના અંગરૂપે કાયોત્સર્ગકાળમાં અત્યંત પ્રણિધાનાદિપૂર્વક લોગસ્સ આદિ બોલાય છે અને તેનાથી થયેલા શુભ અધ્યવસાયને કારણે ઉત્તરમાં શાસ્ત્રઅધ્યયન પ્રત્યે સુદૃઢ પ્રવૃત્તિ થાય છે.
આથી, કષાયનો સંશ્લેષ ન થાય તે રીતે અને પોતાનો પ્રમાદ ન પોષાય તે રીતે, પોતાની વિદ્યમાન મતિને શ્રુતના સમ્યગુ અર્થની પ્રાપ્તિ માટે શ્રોતા પ્રવર્તાવે છે ત્યારે, શ્રોતાની તેવી જિજ્ઞાસા જોઈને ગુરુને પણ તેવા પ્રકારના પદાર્થોનું સ્કુરણ થાય છે. આ બધાનું કારણ શાસ્ત્રમાં કરાયેલી મંગલબુદ્ધિ છે અને તે મંગલબુદ્ધિ ઉત્પન્ન કરવા અર્થે શાસ્ત્રથી પૃથક કાયોત્સર્ગરૂપ મંગલ કરવામાં આવે છે. ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે શાસ્ત્રમાં મંગલબુદ્ધિ ઉત્પન્ન કરવા અર્થે શાસ્ત્રથી પૃથક કાયોત્સર્ગ સાધુઓ કરે છે. ત્યાં કોઈને શંકા થાય કે, (૧) જો શાસ્ત્ર સ્વયં મંગલરૂપ હોય તો મંગલબુદ્ધિ ન થાય તો પણ મંગલભૂત એવા શાસ્ત્રથી વિઘ્નક્ષય થવો જોઈએ, અને (૨) શાસ્ત્ર મંગલભૂત ન હોય તો તેમાં મંગલબુદ્ધિ કરવાથી પણ શું? તેના નિરાકરણ માટે કહે છે – ટીકાઃ
न हि स्वरूपतो मङ्गलमप्यमङ्गलत्वेन गृह्यमाणं मङ्गलं नाम, मङ्गलस्यापि साधोरमङ्गलत्वेन ग्रहेऽनार्याणां मङ्गलफलादर्शनात् । न चैवममङ्गलस्यापि मङ्गलत्वेन ग्रहे मङ्गलफलापत्तिरिति वाच्यम्, यथाऽवस्थितमङ्गलोपयोगस्यैव मङ्गलकार्यक्षमत्वादिति निश्चयनयसर्वस्वम् । व्यवस्थितं चेदं विशेषावश्यकादौ । सुपरीक्षितं च स्वोपज्ञद्रव्यालोकविवरणेऽस्माभिरिति विस्तरभिया नेह प्रतन्यते । ટીકાર્ય :
સ્વરૂપથી મંગલ પણ અમંગલરૂપે ગ્રહણ કરાતું મંગલ થતું નથી જ, કેમ કે મંગલ એવા પણ સાધુને અમંગલરૂપે ગ્રહણ કરવામાં અનાર્યોને મંગલના ફળનું અદર્શન છે; અને આ રીતે=મંગલને અમંગલરૂપે કોઈ ગ્રહણ કરે તો મંગલનું ફળ મળતું નથી એ રીતે, અમંગલને પણ મંગલરૂપે ગ્રહણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org