________________
૪૨૮
ઉપસંપદા સામાચારી, ગાથા : ૮૧ “આ અર્થનું વ્યાખ્યાન અમારા માટે અત્યંત કલ્યાણનું કારણ છે અને શ્રેયકાર્યો ઘણા વિપ્નવાળાં હોવાથી તે અર્થવ્યાખ્યાનગ્રહણમાં ઘણાં વિઘ્નો આવી શકે છે. જો તે વિનો દૂર ન થાય તો તે શાસ્ત્રઅધ્યયનથી યથાર્થ શ્રુતજ્ઞાન ઉત્પન્ન ન થાય અને યથાર્થ શ્રુતજ્ઞાન ઉત્પન્ન ન થાય તો સંયમની વૃદ્ધિ પણ ન થઈ શકે, તેથી કલ્યાણ થઈ શકે નહીં. માટે મારે તે શાસ્ત્રઅધ્યયનમાં વિઘ્ન ન આવે તદર્થે કાયોત્સર્ગમાં યત્ન કરવો જરૂરી છે.”
આ પ્રકારના સંકલ્પપૂર્વક જ્યારે સાધુ કાયોત્સર્ગ કરે છે ત્યારે, કાયોત્સર્ગમાં પેદા થયેલા શુભ અધ્યવસાય દ્વારા ઘણાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ કરે છે અને વિશુદ્ધ થયેલું ચિત્ત શાસ્ત્રોના તાત્પર્યને ગ્રહણ કરવા માટે અત્યંત અભિમુખ બને છે, કેમ કે સાધુ જાણે છે કે, આ શાસ્ત્રો અત્યંત શ્રેયકારી છે, માટે તેનો અર્થ ગ્રહણ કરવામાં લેશ પણ પ્રમાદ થશે તો તે અર્થની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત છે. માટે પોતાનામાં અપ્રમાદભાવ જાગૃત થાય અને અર્થના તાત્પર્યને ગ્રહણ કરવા માટે અત્યંત અભિમુખભાવ થાય તદર્થે પૂર્વમાં કાયોત્સર્ગ કરે, અને તે કાયોત્સર્ગ દ્વારા –
(૧) શ્રુતના સભ્ય બોધમાં પ્રતિબંધક એવાં જ્ઞાનાવરણીય, વિર્યાતરાય કે ચારિત્રમોહનીય કર્મો શિથિલ થાય છે,
(૨) શ્રુતમાં મંગલબુદ્ધિ જાગૃત થાય છે, (૩) મંગલ કાર્યની નિષ્પત્તિમાં કોઈ બાહ્ય વિઘ્ન આવવાનાં હોય તો તે દૂર થાય છે,
(૪) સમ્યફ કરાયેલા મંગલથી વિપ્નનાશ થવાને કારણે શ્રોતાશિષ્યોની અર્થગ્રહણની પ્રતિભા સમ્યફ ઉલ્લસિત બને છે,
(૫) વાચનાચાર્યને પણ શ્રોતાનો તેવો અભિમુખભાવ જોઈને તેના બોધને અનુકૂળ ઉચિત ફુરણાઓ થાય છે, અને
(ક) અર્થની આ વાચના નિર્વિઘ્ન રીતે યથાર્થ બોધ કરાવીને રત્નત્રયીની વૃદ્ધિનું કારણ બને છે.
રત્નત્રયીની વૃદ્ધિ પેદા કરવામાં કારણ, “આ શાસ્ત્ર મંગલભૂત છે, તેવા પ્રકારની શ્રવણકાળમાં અત્યંત માનસઉપસ્થિતિ છે, અને આ માનસઉપસ્થિતિ પેદા થવામાં શાસ્ત્રઅધ્યયન પૂર્વે કરાયેલું કાયોત્સર્ગરૂપ મંગલ કારણ છે. સંપૂર્ણ શાસ્ત્ર મંગલરૂપ હોતે છતે શાસ્ત્રના અધ્યયનથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં વિઘ્ન કરનારા એવા વિપ્નસામાન્યનો ક્ષય થશે, પરંતુ શાસ્ત્રશ્રવણકાળમાં શાસ્ત્રથી સમ્યગુ બોધનિષ્પત્તિમાં વિજ્ઞભૂત કર્મનો ક્ષય તો પૂર્વમાં કરાયેલ કાયોત્સર્ગથી ઉત્પન્ન થયેલ મંગલબુદ્ધિથી થાય છે. માટે શાસ્ત્ર મંગલરૂપ હોવા છતાં શાસ્ત્રથી પૃથક્ કાયોત્સર્ગરૂપ મંગલાંતર કરવું આવશ્યક છે. ટીકાઃ
अयं भाव-विघ्नक्षयमात्रार्थितया शास्त्रे प्रवृत्त्या(?त्ता)वपि शास्त्रविषयकविघ्नक्षयार्थितया न तत्रैव प्रवृत्तिर्युक्ता, अनुत्पन्नस्य स्वस्य स्वविघ्नक्षयाऽक्षमत्वात् । न च कर्तुः पूर्वपूर्ववाक्यरचनायाः श्रोतुश्च तच्छ्रवणादेवोत्तरोत्तरविघ्नक्षयात्किं मंगलान्तरादरेण ? अन्यथानुपपत्तेः क्रियमाणस्य मङ्गलस्य शास्त्रादेकान्तभेदे संबन्धाऽयोगात्,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org