________________
૪૨૦
ઉપસંપદા સામાચારી / ગાથા: ૭૮ * “Hશમશ્રાપ' અહીં ‘પ' થી એ કહેવું છે કે, સમર્થને આશ્રયીને તો કહેવાયું છે, પણ અશક્તને આશ્રયીને પણ કહેવાયું છે. ભાવાર્થ:
સાધુઓએ સંયમ ગ્રહણ કર્યા પછી પોતાનામાં જે પ્રકારની શક્તિ હોય તે પ્રકારની શક્તિ સમ્યફ શ્રતના પરિણમનમાં વાપરવાની છે.
વળી, શ્રુત અભ્યાસ કર્યા પછી શ્રુત અનુસાર સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાની છે. તેથી જેમ શ્રુતમાં શક્તિ ફોરવવાની છે, તેમ ઉચિત વૈયાવૃજ્યાદિ સર્વ કૃત્યોમાં ચારિત્રની વિશુદ્ધિ માટે શક્તિ ફોરવવાની છે. તેથી જે સાધુ શ્રુતઅભ્યાસ કરીને સંપન્ન થયેલા છે, તેવા સાધુને અર્થવ્યાખ્યાનમાં શક્તિને ફોરવવાની છે, જેથી પોતે કરેલ કૃતાભ્યાસ અનેક જીવોને સંવેગ પેદા કરીને સંયમની વૃદ્ધિનું કારણ બને. અને તેવા શ્રુતસંપન્ન આચાર્ય પણ જ્યારે રોગથી ગ્રસ્ત હોય ત્યારે પણ, જો પોતાની થોડી પણ શક્તિ હોય તો તે શક્તિ જો અનુયોગદાનમાં ન વાપરે તો પોતાની અનુયોગમાં શક્તિને પ્રવર્તાવવા રૂપ ધૃતિ અને તેને અનુરૂપ શારીરિક બળ નહીં સ્કુરણ કરવાના કારણે નિગૂહિત બલવીર્યવાળા થાય છે, અને સાધુ પોતાના પરાક્રમને ગોપવે તો ચારિત્રની શુદ્ધિ થાય નહીં. હવે કદાચ તે વાચનાદાતા આચાર્ય વાચના દેવામાં પોતાને શારીરિક ઘણો શ્રમ થાય છે તેવું જણાય ત્યારે, વાચના દેવાનું કાર્ય છોડીને પોતાના શરીરને અનુકૂળ રહે તેવા કોઈ સૂત્રાર્થ પરાવર્તનમાં પોતાની શક્તિ વાપરતા પણ હોય, તો પણ યોગ્ય જીવોને સૂત્રદાન આપવા રૂપ બલવાન યોગમાં શક્તિ ન ફોરવે તો, તેઓશ્રીએ પોતાની શક્તિ ગોપવી કહેવાય અને તેથી ચારિત્રની શુદ્ધિ થાય નહીં.
શાસ્ત્રમાં કહ્યું છે કે, જે સાધુ પોતાની શક્તિને ગોપવ્યા વિના યતમાન હોય તે યતિ કહેવાય છે અને જે વ્યક્તિને જે પ્રકારના યોગનું અધિકારીપણું પ્રાપ્ત થયું છે તેમાં તેણે પ્રયત્ન કરવો જોઈએ. તેથી જે આચાર્યએ અર્થના વ્યાખ્યાનના પરમાર્થને જાણ્યો છે તે આચાર્ય અર્થવ્યાખ્યાનના અધિકારી છે, છતાં શરીરની સુખશીલતાને કારણે તેઓ અર્થવ્યાખ્યાનમાં શક્તિ ન વાપરે, અને પોતાનો સુખશીલ સ્વભાવ પુષ્ટ થાય તેવા કોઈ અન્ય યોગમાં શક્તિ વાપરતા પણ હોય, તોપણ તેમનામાં ચારિત્રની શુદ્ધિ થાય નહીં. માટે ચારિત્રની શુદ્ધિના અર્થીએ પોતાને ઉચિત એવા બલવાન યોગમાં દઢ યત્ન કરવો જોઈએ. તેથી અનુયોગદાનમાં શક્તિવાળા સાધુ અનુયોગ ન આપે તો ચારિત્રની શુદ્ધિ થાય નહીં.
તે જવાતની પુષ્ટિને અર્થે ઉપદેશમાળા ગ્રંથ ગાથા-૩૮૪ની સાક્ષી આપી છે. તેનો ભાવ આ પ્રમાણે છે
કોઈ સાધુ પોતાની ભૂમિકા પ્રમાણેનું ઉચિત કાર્ય કરવા માટે અસમર્થ હોય તોપણ પોતાના પરાક્રમમાં અને પોતાના વ્યવસાયમાં ધૃતિબળને ગોપવ્યા વિના જો યત્ન કરતા હોય તો તે અવશ્ય યતિ છે, પરંતુ પોતાની શક્તિ હોવા છતાં સુખશીલતાને કારણે વિચારે કે, અત્યારે મારી શક્તિ નથી, તો તે કૂટ ચારિત્રવાળા છે, અને તેવા સાધુને ચારિત્રની શુદ્ધિ થાય નહીં. અહીં નિજ પરાક્રમ શબ્દથી પોતાનો અંતરંગ પ્રયત્ન લેવાનો છે અને નિજ વ્યવસાયથી પોતાનું ઉચિત બાહ્ય કૃત્ય લેવાનું છે, અને તેમાં ધૃતિ અંતરંગ ઉત્સાહપૂર્વક યત્ન, અને બળ શારીરિક બળ, એ બંનેને ગોપવ્યા વિના યત્ન કરવાનો છે. ll૭૮II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org