SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧. ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૮ અભાવને કારણે તે પ્રકારના ભગવાનના વચનનું પરિણમન થતું નથી, જેથી ભગવાનના શાસનમાં રહેલા યોગ્ય જીવોને પણ વિશેષ પ્રકારની પરિણતિ પ્રગટ થતી નથી. માટે શક્તિસંપન્ન આચાર્યે શક્તિના પ્રકર્ષથી અર્થવ્યાખ્યાનમાં યત્ન કરવો જોઈએ.II૭૭]] અવતરણિકા : नन्वेवंविधाऽशक्तिमतोऽनुयोगादानेऽपि का क्षतिः ? इत्यत आह - અવતરણિકાર્ય : - ‘નનુ’ થી શંકા કરે છે આવા પ્રકારના=રોગથી ગ્રસ્ત હોવાથી વારંવાર શ્લેષ્મ કરવું પડે અને વારંવાર માત્રુ કરવા જવું પડે એવા પ્રકારના, અશક્તિવાળા આચાર્યના અનુયોગના અદાનમાં પણ=અનુયોગ ન આપે તો પણ, શું ક્ષતિ છે ? એથી કરીને કહે છે . * ‘અનુયોગાવાનેઽપિ’ અહીં ‘પિ’ થી અનુયોગદાનનો સમુચ્ચય છે. ભાવાર્થ: પૂર્વ ગાથામાં કહ્યું કે, એવા પ્રકારની ગ્લાનાદિ અવસ્થામાં પણ અનુયોગદાન આપવું ઉચિત છે. ત્યાં શંકા કરતાં કહે છે કે, તેવા પ્રકારની ગ્લાન અવસ્થાને કારણે અનુયોગ આપવાની શક્તિ ન હોય અને અનુયોગદાન ન આપે અને તેના બદલે પોતાના શરીરની ક્ષમતા રહે તેવું અન્ય કૃત્ય કરે તો શું વાંધો ? આ પ્રકારની શંકા કરનારનો આશય એ છે કે, શરીરની સ્વસ્થતા રહે તે રીતે ઉચિત યત્ન કરવાથી સંયમયોગમાં યત્ન થઈ શકે છે. તેથી વારંવાર શ્લેષ્મની અને લઘુશંકાની તકલીફ હોય, બોલવામાં શ્રમ પડતો હોય, ત્યારે અનુયોગનું દાન ન કરે તો કોઈ દોષ નથી. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે – ગાથા: तावइयावि य सत्ती इहरा नूणं निगूहिया होई । सत्तिं च णिगृहंतो चरणविसोहिं कहं पावे ।। ७८ ।। છાયા : तावत्यपि च शक्तिरितरथा नूनं निगूहिता भवति । शक्तिं च निगूहयन् चरणविशुद्धिं कथं प्राप्नुयात् ।।७८ ।। અન્વયાર્થ: રૂહરા ય=અને ઈતરથા=અનુયોગના અદાનમાં, તાવાવ સત્તા=તેટલી પણ શક્તિ=અત્યંત ગ્લાન અવસ્થામાં પણ એ સૂત્રના દાનની જેટલી શક્તિ છે તેટલી પણ શક્તિ, મૂળ=નિશ્ચિત=નક્કી, નિમૂહિયા ઢોડ્=નિગૂહિત થાય છે=આચ્છાદિત થાય છે. સત્તિ = કૂિ ંતો=અને શક્તિને ગોપવતો (આચ્છાદાન કરતો) પરાવિસોદિં=ચારિત્રની વિશુદ્ધિ ન્હેં વાવે=કેવી રીતે પ્રાપ્ત કરે ? ।।૭૮।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy