________________
૪૧૪
ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૭ * ‘ક્ષામપિ' અહીં ‘પિ' થી ગુરુની નિષદ્યાનો સમુચ્ચય છે.
* ISવિ અહીં ‘’ થી એ કહેવું છે કે, ગુરુની નિષદ્યા તો આવશ્યક છે, પણ અક્ષોની નિષઘા પણ આવશ્યક છે. ભાવાર્થ :
ભાવાચાર્યની સાક્ષીએ હું સૂત્ર ગ્રહણ કરું છું, એવી શિષ્યને બુદ્ધિ કરવા અર્થે અક્ષની સ્થાપના છે; અને ભાવાચાર્યની અનુજ્ઞાથી હું અર્થ આપું છું, એવી બુદ્ધિ ગુરુને કરવા અર્થે પણ અક્ષની સ્થાપના કરવાની છે; જેથી ગુરુ લેશ પણ ભગવાનના વચનનો અર્થ અન્યથા ન થાય તે રીતે અત્યંત ઉપયુક્ત થઈને અનુયોગની અર્પણા કરે, અને શિષ્ય પણ સૂત્રનો અર્થ લેશ પણ વિપરીત પરિણામ ન પામે કે અપરિણમન ન પામે, પરંતુ સમ્યગુ પરિણમન પામે, તે રીતે ભાવાચાર્યનું આલંબન લઈને અર્થગ્રહણ માટે દત્તચિત્ત થઈને યત્ન કરે.
અહીં ગાથામાં વયસમોસર' - ‘કૃતસમવસરણ્ય'=વિદિતનિધિએ શિષ્યનું વિશેષણ છે અને ‘કુરો?' એ શબ્દ અધ્યાહાર છે. અનુયોગ અર્પણારૂપ કાર્યના ગુરુ કર્તા છે, તેથી ગુરુને કÁ અર્થક ષષ્ઠી વિભક્તિ છે; અને શિષ્ય અનુયોગ અર્પણનું કર્મ છે, તેથી નહીં કરાયેલ અક્ષ નિષદ્યાવાળા એવા શિષ્યને કર્માર્થક ષષ્ઠી વિભક્તિ છે. આથી ‘વિહિતાક્ષનિવધર્મગુરુર્રાનુયોર્પણ' એ પ્રમાણે શાબ્દબોધ થાય છે. અહીં ટીકામાં ‘સમવસર' શબ્દનો અર્થ ‘ક્ષનિવિદ્ય' કર્યો, ત્યાં પ્રશ્ન થાય કે, “ક્ષનિવિદ્ય' એ અર્થ સમવસરળ શબ્દનો કઈ રીતે થયો ?
તેનો આશય એ છે કે, જેમ ભગવાનને દેશના આપવા માટે ઉચિત સ્થાનનું નિર્માણ દેવો કરે છે, કે જ્યાં દેશના આપવા ભગવાન બેસે છે, તે સમવસરણ કહેવાય છે; તેમ અહીં અર્થગ્રહણ અર્થે ભાવાચાર્યને બેસાડવા માટેનું સ્થાન કરવામાં આવે છે, જે અક્ષને માટે (સ્થાપનાચાર્યને માટે) સ્થાપના કરવા અર્થે આસન સ્વરૂપ છે. તેથી ‘સમવસરનો અર્થ ‘અનિપિ' કરેલ છે.
ટીકામાં અકૃતાક્ષનિષદ્યાવાળા શિષ્યને ઉત્સર્ગથી અનુયોગ અર્પણા અનુચિત કહી. તેથી અર્થથી એ પ્રાપ્ત થાય કે, કોઈક એવા સંયોગમાં અક્ષની નિષદ્યા ન થઈ શકે તો અપવાદથી ત્યારે દોષરૂપ નથી, પરંતુ જ્યારે એવું કોઈ કારણ ન હોય અને નિષદ્યા થઈ શકે તેમ હોય છતાં શિષ્ય પ્રમાદથી ન કરે તો દોષરૂપ છે. ૭૬ાા .
ગાથા :
खेले य काइयाए जोग्गाइं मत्तयाइं दो होति । तयवत्थेणवि अत्थो दायव्यो एस भावत्थो ।।७७ ।।
છાયા :
श्लेष्मणि कायिक्यां च योग्ये मात्रके द्वे भवतः । तदवस्थेनाप्यर्थो दातव्य एष भावार्थः ।।७७।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org