________________
ઉપસંપદા સામાચારી/ ગાથા : ૭૫
૪૧૧ ગ્રંથનો ન થાય માટે સૂત્રગ્રહણની પ્રમાર્જનાદિ વિધિને છોડીને અર્થગ્રહણની પ્રાર્થનાવિધિને કહે છે. વળી બીજું કારણ બતાવતાં કહે છે કે, આવશ્યકનિયુક્તિ ગાથા નં. ૭૦૨માં ઉપસંપદ્ સામાચારીના વર્ણનમાં સૂત્રવિધિની ઉપેક્ષા કરીને અર્થગ્રહણની પ્રમાર્જનાદિ વિધિ કહી છે, તેને અનુસરીને ગ્રંથકાર પણ અહીં અર્થગ્રહણની વિધિને બતાવે છે; અને તે બતાવતાં પૂર્વે ખુલાસો કરે છે કે, અર્થગ્રહણવિષયક આગળમાં કહેવાશે એ વિધિ ભગવાન વડે કહેવાયેલી છે.
આ પ્રસ્તુત ગાથા નં. ૭૫ ગ્રંથકારે કોઈ અન્ય ગ્રંથમાંથી સીધી ગ્રહણ કરેલ છે. આથી ‘નિવરેટિં gov/ત્તો' ના સ્થાને “નિ ! તા સમક્વાડો” એ પાઠાંતર છે, તેમ ટીકામાં ખુલાસો કરેલ છે. આ પાઠાંતરનો અર્થ કરતાં કહે છે કે, હે ભગવન્! અર્થગ્રહણના વિષયમાં આગળમાં કહેવાશે તે વિધિ તમારા વડે સમ્યક પ્રકારે કહેવાઈ છે. પછી સમ્યક્ પ્રકારનો અર્થ કરતાં કહ્યું કે, વિનયઅનુબંધનાદિલક્ષણરૂપ સમ્યક પ્રકારે કહેવાઈ છે.
તેનું તાત્પર્ય એ છે કે, અર્થ ગ્રહણ કરતી વખતે વિનયનો પ્રવાહ ચાલે તે રીતે અર્થ ગ્રહણ કરવાનો છે, જેથી જ્ઞાનના વિનયને કારણે જ્ઞાનને આવરણ કરનાર જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય અને જ્ઞાન સમ્યક્ પ્રકારે પરિણમન પામે. તેથી અર્થ ગ્રહણ કરવાના સમયે ઉચિત મુદ્રા, ઉચિત સ્થાને ગુરુ આદિના આસનનું સ્થાપન, ઉચિત નિષદ્યા અને સ્થાને પ્રશ્ન, અત્યંત ઉપયોગપૂર્વક ગ્રહણ અર્થાત્ તાત્પર્યાર્થનું અવધારણ થાય તે રીતે ઉપયોગાદિ વિનયના સર્વ અંગમાં ઉપયુક્ત થઈને અર્થ ગ્રહણ કરવાનું ભગવાને કહેલ છે, જે અર્થગ્રહણની ક્રિયામાં વિનયના અનુબંધનેકવિનયના પ્રવાહને, પ્રવર્તાવવા રૂપ છે. અહીં વિનયમનુવંધા”િ ના ‘દ્ધિ શબ્દથી વિવેકનો પ્રવાહ ગ્રહણ કરવાનો છે અને તેનાથી એ કહેવું છે કે, જો શ્રુત સંવેગના પ્રકર્ષને કરે તે રીતે પરિણમન પામે તો તે શ્રુત મોક્ષનું કારણ બને. તેથી જેમ અર્થમાં ઉપયોગ રાખવાનો છે, તેમ શ્રત દ્વારા પોતાના આત્માને ઉપકાર થાય તે રીતે સંવેગમાં પણ ઉપયોગ મૂકવાનો છે; કેમ કે સંવેગની ઉત્પત્તિ તે વિવેક છે.
અહીં શ્રતગ્રહણમાં સંવેગ એ છે કે, શ્રુતથી ગ્રહણ કરેલ અર્થ પોતાનામાં વીતરાગતાને અનુકૂળ એવા પરિણામને પેદા કરવામાં પર્યવસાન પામે તે રીતે યત્ન થાય. તેથી સાધુ જેમ જેમ અર્થને ગ્રહણ કરે છે, તેમ તેમ તેઓના સંયમના કંડકોની વૃદ્ધિ થાય તેવો સંવેગ પણ વધે છે, અને જેને તેવો સંવેગ વધે નહીં, તેનું શ્રત પણ વિવેકપૂર્વકનું ગ્રહણ કરાયેલું થાય નહીં. ટીકા :
विधिमेवाह-पूर्वप्रथम, उचित व्याख्यानोपवेशनयोग्ये, स्थाने प्रमार्जना कर्त्तव्या भवति । ज्ञानाचारो हि चारित्रिणां चारित्राचाराऽविरोधेनैव श्रेयान्, अन्यथा पुनरनाचार एव । इत्थं च तदर्थिना पूर्वं भूमिप्रमार्जनेन चारित्राचारौचिती समुदञ्चिता भवति । सा च हेतुः कल्याणपरम्पराया इति तत्त्वम् ।।७५ ।। ટીકાર્થ:
વિધિને જ કહે છે - પૂર્વ=પ્રથમ, ઉચિતસ્થાનમાં=વ્યાખ્યાન માટે બેસવા યોગ્ય સ્થાનમાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org