SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૪ અહીં વિશેષ એ છે કે, જે ગુણવાન ગુરુએ શિષ્યને દીક્ષા આપી ત્યારથી સતત શ્રુતનો સમ્યગુ બોધ કરાવ્યો છે અને સારણા-વારણાદિ દ્વારા અત્યાર સુધી મોક્ષમાર્ગમાં નિષ્પન્ન કર્યો છે, તેવા ગુરુ પ્રત્યે ગુણવાન અને વિનયી એવા શિષ્યને અવશ્ય લાગણી હોય છે. તેથી તેમના આ કરાયેલા ઉપકારને યાદ કરીને પણ તેમની આજ્ઞાથી વિરુદ્ધ જવા માટે શિષ્યનું હૈયું તૈયાર હોતું નથી. તેથી અનેક ઉપાયોથી ગુરુને ભગવાનની આજ્ઞાની ઉપસ્થિતિ કરાવવા છતાં ગુરુ સંમતિ ન આપે ત્યારે શ્રુતની અવ્યવચ્છિત્તિ આદિ કારણને સામે રાખીને, ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને, ગુરુ પ્રત્યેની અત્યંત લાગણી હોવા છતાં શિષ્ય ગુરુની લાગણીને વશ નથી બનતો, પરંતુ કેવળ ભગવાનની આજ્ઞાપાલનમાં બદ્ધ અભિલાષવાળો બને છે, ત્યારે ભગવાનની આજ્ઞા પ્રત્યે, શ્રુત પ્રત્યે અને શ્રુતના અવિચ્છેદ પ્રત્યે જે તેનો બદ્ધ રાગ છે, તે તેને સામાચારીના પાલનમાં અધિક વિશુદ્ધિનું આધાન કરાવે છે. આથી પ્રથમ ભાંગાથી પાલન કરાતી શુદ્ધ સામાચારી કરતાં પણ આ સામાચારીનું પાલન વિશુદ્ધ બનતું હોવાથી નૈગમનયને આશ્રયીને આવી અવસ્થામાં પ્રથમ ભાંગા કરતાં પાછળના ભાંગાઓને શુદ્ધતર અને શુદ્ધતમ પણ કહેલ છે.ll૭૪TI અવતરણિકા: प्रसङ्गादेतद्विषयविधिं विवक्षुराह - અવતરણિયાર્થ: પ્રસંગથી, આના જ્ઞાનના વિષયમાં વિધિને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે – ભાવાર્થ : ઉપસંપદા સામાચારી જ્ઞાન, દર્શન અને ચારિત્ર માટે સ્વીકારવામાં આવે છે. ત્યાં જ્ઞાનને આશ્રયીને નવ પ્રકારની ઉપસંપદા સામાચારી છે તે બતાવ્યું, અને તેને આશ્રયીને સંદિષ્ટ-અસંદિષ્ટને અવલંબીને થતા ચાર ભાંગા પણ બતાવ્યા. તેથી જ્ઞાનવિષયક ઉપસંપ સામાચારી શું છે, તે બતાવાયું. તેથી પ્રસંગથી ગ્રંથકારને સ્મરણ થયું કે જ્ઞાન ઉપસંપદ્ સામાચારી સ્વીકારવાની વિધિ પણ કહેવી જરૂરી છે. તેથી પ્રસંગસંગતિ પ્રમાણે જ્ઞાન ઉપસંહદ્ સામાચારીની વિધિને બતાવે છે. અહીં પ્રસંગ સંગતિ એ છે કે, “મૃતી ઉપેક્ષાગનëત્વમ્' =“સ્મરણ થયેલાનું ઉપેક્ષા માટે અયોગ્યપણું છે અર્થાત્ કોઈપણ ગ્રંથની રચના કરતાં તેની સાથે સંબંધવાળા પદાર્થનું સ્મરણ થાય અને તેની ઉપેક્ષા કરવી યોગ્ય ન હોય તેવો તે પદાર્થ હોય તો તેનું વર્ણન પણ પ્રસ્તુત ગ્રંથમાં કરવું આવશ્યક છે, તે પ્રસંગસંગતિથી આવશ્યક બને છે. પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારે જ્ઞાન ઉપસંપદા સામાચારીનું વર્ણન કર્યું, ત્યાં ગ્રંથકારને જ્ઞાન ઉપસંપ ગ્રહણ કરવાની વિધિનું સ્મરણ થયું અને તે સ્મરણ થયેલી વિધિ પ્રસ્તુત સ્થાનમાં બતાવવી ઉપયોગી છે તેમ જણાવાથી પ્રાસંગિક રીતે તે વિધિને ગ્રંથકાર બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy