________________
४०७
ઉપસંપદા સામાચારી, ગાથા: ૭૪ સામાન્ય અને વિશેષ ઉભય સ્વીકારવામાં પર=સામાન્ય અને વિશેષ ઉભય સ્વીકારનાર, ખરેખર આeતૈગમતય છે; અને તેeતૈગમનય, સામાન્યથી વિશેષનું નિર્ધારણ કરીને પ્રસ્થકળ્યાયની જેમ પ્રાધાન્યરૂપે પૃથર્ આશ્રય કરે છે, એ પ્રમાણે વિવેકી વડે વિચારવું જોઈએ. ll૭૪ના
* “ર વનમવાવતોગવિ અહીં કવિ' થી એ કહેવું છે કે, ઉત્સર્ગથી તો સામ્ય નથી જ, પણ અપવાદથી પણ કેવળ સામ્ય નથી.
ભાવાર્થ :
નૈગમનથી વિચારીએ તો અપવાદથી લેવાયેલા ત્રણ ભાંગાઓ પ્રથમ ભાંગા સમાન પણ છે અને તારતમ્યવાળા પણ ; કેમ કે નૈગમન સામાન્ય અને વિશેષ ઉભયને સ્વીકારનાર છે. તેથી જ્યારે સામાન્યને વિશેષથી પૃથફ ન સ્વીકારે ત્યારે પ્રથમ ભાંગાની જેમ પાછળના ત્રણ ભાંગાઓ પણ સમાન શુદ્ધ છે, તેમ કહે છે; અને સામાન્યથી વિશેષને પૃથફ સ્વીકારીને પ્રાધાન્યરૂપે વિશેષનો આશ્રય કરે ત્યારે પ્રથમ ભાંગા કરતાં પાછળના ત્રણ ભાંગાને શુદ્ધ-શુદ્ધતર-શુદ્ધતમ છે તેમ કહે છે, તે આ રીતે –
કોઈક જીવ પ્રસ્થક (ધાન્યને માપવા માટેનું એક પ્રકારનું માપ) બનાવવા માટે લાકડું લેવા ગળામાં કુહાડો લઈને હજુ જતો હોય ત્યારે તેને કોઈ પૂછે કે, “ભાઈ, તું શું કરે છે ?” તો તે જવાબ આપે છે કે, “હું પ્રસ્થક બનાવું છું.” આવા સ્થાને વ્યવહારનય ‘હું પ્રસ્થક બનાવું છું તેવો પ્રયોગ કરે નહીં, કેમ કે લાકડું કાપીને પછી પ્રસ્થકને અનુરૂપ બનાવવા માટે લાકડામાં યત્ન કરતો હોય ત્યારે હું પ્રસ્થક બનાવું છું,” તેવો પ્રયોગ વ્યવહારનય માન્ય કરે. પરંતુ નૈગમનય પ્રસ્થક બનાવવાની અત્યંત દૂરવર્તી ક્રિયાને પણ પ્રસ્થક બનાવવાની ક્રિયા કહે છે. તેથી લાકડું કાપવા જતો હોય ત્યારથી પ્રારંભ કરીને પ્રસ્થક બનાવવાની અંતિમ ક્રિયા હોય તેને પણ તે પ્રસ્થક બનાવવાની ક્રિયા કહે છે. આથી લાકડું લેવા ગળામાં કુહાડો લઈને જતી વ્યક્તિનો ‘હું પ્રસ્થક બનાવું છું,' તે પ્રયોગ નૈગમનયને માન્ય છે.
નૈગમનયના ત્રણ ભેદ છે – (૧) અશુદ્ધ નેગમનય :- અશુદ્ધ નૈગમન અત્યંત દૂરવર્તી કારણને પણ કારણ કહે છે.
(૨)શુદ્ધાશુદ્ધ નૈગમનય:-શુદ્ધાશુદ્ધ નૈગમનય પ્રથમ કારણ અને છેલ્લા કારણની વચ્ચેની દરેક અવસ્થાને કારણ કહે છે અર્થાત્ કાર્યની નજીકના અંતિમ કારણની અપેક્ષાએ દૂર હોવાથી તે અશુદ્ધ છે અને કાર્યના અત્યંત દૂરવર્તી કારણની અપેક્ષાએ નજીકનું કારણ હોવાથી શુદ્ધ છે. આથી તેને શુદ્ધાશુદ્ધ નૈગમનય કહેવાય છે. કાર્ય–/\ ૧૦ 22{૮2૭222732૨} – ૧
શુદ્ધાશુદ્ધ નૈગમનાય છે નજીકનું અંતિમ કારણ માનનાર અત્યંત દૂરવર્તી કારણને પણ કારણ તરીકે શુદ્ધ નૈગમનય
અશુદ્ધ નૈગમન સ્વીકારે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org