SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૪ ગુણિયલ હતા, ગચ્છની સારણા-વારણા અપૂર્વ રીતે કરતા હતા, તેથી જ શાસ્ત્રમાં તેમની સા૨ણા-વારણાના કારણે પ્રશંસા પણ સંભળાય છે; આમ છતાં જ્યારે સંપ્રતિ રાજાએ સાધુ પ્રત્યેની ભક્તિના કારણે લોકોને કહ્યું કે, ‘તમે સાધુઓની ભક્તિ કરશો તેમાં જે કાંઈ અર્થવ્યય થાય તે રાજભંડારમાંથી તમને મળી જશે.’ તેથી સર્વત્ર સાધુને ભિક્ષા સુલભ થવા લાગી ત્યારે, તેવા સ્થાનમાં સાધુને ભિક્ષાનો નિષેધ જ કરવો ગીતાર્થ માટે ઉચિત છે; છતાં સંપ્રતિ મહારાજા પ્રત્યેની કંઈક કુણી લાગણીને કા૨ણે કે કોઈ અન્ય કારણે તેમણે નિષેધ કર્યો નહીં, તેથી આર્યમહાગિરિજી મહારાજે તેમની સાથે માંડલીનો વ્યવહાર બંધ કર્યો અને ત્યાર પછી તે પ્રકારની ભિક્ષા લાવવાની પ્રવૃત્તિથી આર્યસુહસ્તિજી મહારાજ નિવૃત્ત થયા. તે રીતે ગુણવાન એવા પણ ગીતાર્થો છદ્મસ્થ અવસ્થામાં જ્યારે વીતરાગ તો હોતા નથી, ત્યારે કોઈક પ્રકારના અનાભોગ નિમિત્તક પણ તેમની પ્રવૃત્તિ બની શકે છે. આથી શ્રુતની અવ્યવચ્છિત્તિ આદિ રૂપ પ્રબળ કારણ હોવા છતાં યોગ્ય શિષ્યને નિષેધ કરે તેવું પણ બને. તેવા સમયે ગુરુની આજ્ઞા કરતાં તીર્થંકરની આજ્ઞા બલવાન છે, એમ નિર્ણય કરી શિષ્ય ગુરુનો નિષેધ હોવા છતાં ઉપસંપદા સામાચારી સ્વીકારે તો તે શિષ્યને ગુરુઆજ્ઞાભંગજન્ય કર્મબંધ થતો નથી, અને ઉપસંપદા સામાચારીના પાલનજન્ય નિર્જરા થાય છે. એટલું જ નહીં, ત્યાં રહીને અધ્યયનાદિથી સ્વ જ્ઞાનની વૃદ્ધિ થાય છે, ત્યારે તેનાથી પ્રગટ થયેલા સંવેગના પ્રકર્ષને કારણે વિશેષ નિર્જરા પણ પ્રાપ્ત કરે છે. ઉત્થાન : આ રીતે પ્રથમ ભાંગાની જેમ પાછળના ત્રણ ભાંગાઓ અપવાદથી શુદ્ધ છે તેમ બતાવ્યું. હવે નૈગમનયની અપેક્ષાએ પ્રથમ ભાંગા કરતાં પાછળના ત્રણ ભાંગાથી અપવાદિક ઉપસંપદ્ સ્વીકારનારને વિશેષ નિર્જરા પણ થઈ શકે, તે દૃષ્ટિને સામે રાખીને પ્રથમ ભાંગા કરતાં પાછળના ત્રણ ભાંગા નૈગમનયથી શુદ્ધતર શુદ્ધતમરૂપ છે, તે બતાવવા અર્થે કહે છે – - ટીકા ઃ ૪૦૫ अत्र च = एतेषु भेदेषु च सामान्येन शुद्धत्वे विचार्यमाणे नैगमनयतः - नैगमनयमाश्रित्य, परस्परम् - अन्योन्यं, तारतम्यमपि = प्रकर्षापकर्षलक्षणमपि भवति, न केवलमपवादतोऽपि साम्यमित्यपि शब्दार्थः । सामान्यविशेषोभयाभ्युपगमपरः खल्वयम्, स च सामान्याद्विशेषं निर्धार्य प्राधान्येन पृथगाश्रयति प्रस्थकन्यायवदिति विवेकिनाऽभ्यूहनीयम् ।।७४।। ટીકાર્ય ઃ અને અહીં=આ ભેદોમાં, સામાન્યથી શુદ્ધપણું વિચાર કરાયે છતે નૈગમનયથી=નૈગમનયને આશ્રયીને, પરસ્પર=અન્યોન્ય, તારતમ્ય પણ=પ્રકર્ષ-અપકર્ષ લક્ષણ તારતમ્ય પણ, થાય છે. ‘તારતમ્યવિ’ માં રહેલા ‘વિ’ શબ્દનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે – અપવાદથી પણ કેવળ સામ્ય નથી (પરંતુ તારતમ્ય પણ છે) એ ‘પિ’ શબ્દનો અર્થ છે, તારતમ્ય કેમ છે ? તે સ્પષ્ટ કરે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy