SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંપદા સામાચારી | ગાથા : ૭૨ ગુરુ વડે સંદિષ્ટ અને ગુરુ વડે અસંદિષ્ટ, પ્રતિસ્થ્ય=આવનાર શિષ્યને ઉપસંપર્ આપનાર આચાર્ય, પ્રતિચ્છ=ઉપસંપદ્ આપનાર આચાર્યથી સ્વીકારવા યોગ્ય એવો ઉપસંપદ્ સ્વીકારનાર શિષ્ય, આ ચારને આશ્રયીને ચાર ભાંગા થાય છે, એમ પૂર્વ ગાથા-૭૧માં કહ્યું, તે ચાર ભાંગાઓને અહીં સ્પષ્ટ કરે છે – (૧) પ્રથમ ભાંગો :- સંદિષ્ટ શિષ્ય સંદિષ્ટ ગુરુ પાસે ઉપસંપદા ગ્રહણ કરે. ‘તું અમુક ગ્રંથ ભણ’ - એ પ્રમાણે ગુરુ જે શિષ્યને આજ્ઞા આપે તે સંદિષ્ટ શિષ્ય કહેવાય અને ગુરુ ‘અમુક આચાર્ય પાસે તું ભણ' – એમ જ્યારે શિષ્યને કહે તે સંદિષ્ટ આચાર્ય છે. જ્યારે સંદિષ્ટ શિષ્ય ગુરુએ આજ્ઞા કરેલ આચાર્ય પાસે ઉપસંપદા ગ્રહણ કરે ત્યારે સંદિષ્ટ શિષ્ય સંદિષ્ટ ગુરુ પાસે ઉપસંપદા ગ્રહણ કરે તે રૂપ પ્રથમ ભાંગો થાય છે. ૩૯૮ ભાવાર્થ -- (૨) દ્વિતીય ભાંગો :- સંદિષ્ટ શિષ્ય અસંદિષ્ટ ગુરુ પાસે ઉપસંપદા ગ્રહણ કરે. અહીં ગુરુ અધ્યયન માટે શિષ્યને આજ્ઞા આપે છે તેથી સંદિષ્ટ શિષ્ય છે, પરંતુ કયા આચાર્ય પાસે તારે અધ્યયન કરવું તેવો ગુરુએ નિર્દેશ કર્યો નથી, તેથી અસંદિષ્ટ આચાર્ય છે. અને તેવા અનિર્દિષ્ટ એવા આચાર્ય પાસે શિષ્ય ઉપસંપદા ગ્રહણ કરે ત્યારે સંદિષ્ટ શિષ્ય અસંદિષ્ટ ગુરુ પાસે જે ઉપસંપદા ગ્રહણ કરે તે રૂપ દ્વિતીય ભાંગો થાય છે. (૩) તૃતીય ભાંગો :- અસંદિષ્ટ શિષ્ય સંદિષ્ટ ગુરુ પાસે ઉપસંપદા ગ્રહણ કરે. શિષ્યને ગુરુએ કહ્યું કે, આ અમુક આચાર્ય પાસે તારે ભણવું જોઈએ, પણ હમણાં ભણવાનું નથી, પણ પછીથી તેમની પાસે ભણવાનું છે. તેથી શિષ્ય અત્યારે ગુરુ વડે અસંદિષ્ટ છે, પરંતુ અમુક ગુરુ પાસે તારે ભણવું, એમ કહીને ગુરુ વડે ઉપસંપદા અર્થે નિશ્રા લેવા માટે જે આચાર્ય બતાવ્યા, તે સંદિષ્ટ છે. અને જે સમયે ગુરુએ હમણાં ભણવાનો નિષેધ કર્યો, તે સમયે શિષ્ય તે સંદિષ્ટ આચાર્ય પાસે ઉપસંપદા સ્વીકારે, આથી અસંદિષ્ટ એવો શિષ્ય સંદિષ્ટ ગુરુ પાસે જે ઉપસંપદા ગ્રહણ કરે તે તૃતીય ભાંગો થાય છે. (૪) ચતુર્થ ભાંગો :- અસંદિષ્ટ શિષ્ય અસંદિષ્ટ ગુરુ પાસે ઉપસંપદા ગ્રહણ કરે. ગુરુએ શિષ્યને કહ્યું કે, ‘તારે હમણાં ભણવાનું નથી.’ આથી શિષ્ય ગુરુ વડે અસંદિષ્ટ છે. અને ગુરુએ એ પણ કહ્યું છે કે જ્યારે તારે ભણવાનું થાય ત્યારે તારે આ આચાર્ય પાસે ભણવાનું નથી, તેથી તે આચાર્ય અસંદિષ્ટ છે. આમ છતાં તે શિષ્ય તે ગુરુ પાસે ભણવા માટે ઉપસંપદ્ ગ્રહણ કરે, તો અસંદિષ્ટ શિષ્ય અસંદિષ્ટ ગુરુ પાસે ઉપસંપદા ગ્રહણ કરે તે રૂપ ચતુર્થ ભાંગો છે. આ રીતે ચાર ભાંગા સંદિષ્ટ-અસંદિષ્ટ, પ્રતિસ્થ્ય-પ્રતિચ્છકને આશ્રયીને જાણવા.।।૭૨/ અવતરણિકા: अब कतरो भङ्गः शुद्धः ? कतरो वाऽशुद्ध: ? इति विवेचयति - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy