________________
૩૯૬
ઉપસંપદા સામાચારી / ગાથા ૭૨ કારણ છે અને તે પ્રથમના જ્ઞાનથી ઉત્તરમાં પરાવર્તન થાય છે, તેથી સૂત્રની જે પરાવર્તન કરાય છે, તે પ્રથમના જ્ઞાનથી પ્રયોજ્ય છે. જ્યારે અપૂર્વધરણમાં પ્રથમનું જ્ઞાન કારણ નથી, પરંતુ નવા જ્ઞાનની ભણવાની ક્રિયા છે. તેથી પ્રથમ ભણાયેલા જ્ઞાનથી અપ્રયોજ્ય એવા જ્ઞાનગ્રહણરૂપ અપૂર્વધરણ છે.
આ રીતે જ્ઞાન અને દર્શનવિષયક નવ પ્રકારની ઉપસંપદા સામાચારીનું સ્વરૂપ બતાવીને હવે કહે છે કે, આ નવ ભાંગાઓમાં પ્રતિશ્ય અને પ્રતિચ્છકના વૈચિત્ર્યથી ચાર પ્રકારો પ્રાપ્ત થાય છે. જે ચાર પ્રકારો સ્વયં ગ્રંથકાર આગળની ગાથા-૭રમાં બતાવવાના છે.
અહીં પ્રતિય અર્થાત્ જે ગુરુનો આશ્રય કરવાનો છે, જેની નિશ્રામાં જવાનું છે તે આચાર્ય, અને પ્રતિચ્છક એટલે અન્ય ગુરુનું આશ્રયણ કરનાર-નિશ્રા સ્વીકારનાર સાધુ. આ પ્રતિશ્ય-પ્રતિચ્છકનું વૈચિત્ર્ય સંદિષ્ટ અને અસંદિષ્ટને આશ્રયીને થાય છે. તેથી સંદિષ્ટ અને અસંદિષ્ટ એવો પ્રતિશ્ય અને સંદિષ્ટ અને અસંદિષ્ટ એવા પ્રતિચ્છકના ભેદથી ચાર ભાંગા થાય છે.ll૭૦-૭૧|| અવતરણિકા:
चतुर्भङ्गीमेव नामग्राहं संगृह्णाति - અવતરણિયાર્થ:
સામગ્રહણ છે જેમાં એવી ચતુર્ભગીને જ બતાવે છે –
ગાથા :
संदिट्ठो संदिट्ठस्सेवमसंदिट्ठयस्स संदिट्ठो । संदिट्ठस्स य इयरो इयरो इयरस्स णायव्यो ।।७२।।
છાયા :
संदिष्टः संदिष्टस्यैवमसंदिष्टस्य संदिष्टः । संदिष्टस्य चेतर इतर इतरस्य ज्ञातव्यः ।।७२ ।। અન્વયાર્થ:
સંદિરો–સંદિષ્ટ=તું અમુક ગ્રંથ ભણ' એમ કહેવાયેલો શિષ્ય, સંરિસં=સંદિષ્ટ એવા ગુરુ પાસે ભણે, એ રીતે સંવિઠ્ઠો સંદિષ્ટ શિષ્ય દિય-અસંદિષ્ટ ગુરુની પાસે ભણે, સંસિ સંદિષ્ટ ગુરુની પાસે રૂ=ઈતર અસંદિષ્ટ એવો શિષ્ય ભણે ય ઘ=અને ઈતર=અસંદિષ્ટ એવો શિષ્ય ફરસ=ઈતરની પાસે=અસંદિષ્ટ એવા ગુરુ પાસે ભણે.ગાયત્રો જાણવા=આ ચાર પ્રકાર જાણવા. II૭૨ાા
ગાથાર્થ :
સંદિષ્ટ શિષ્ય સંદિષ્ટ ગુરુ પાસે ભણે, એ રીતે સંદિષ્ટ શિષ્ય અસંદિષ્ટ ગુરુ પાસે ભણે, સંદિષ્ટ ગુરુ પાસે ઈતર અસંદિષ્ટ શિષ્ય ભણે અને અસંદિષ્ટ ગુરુ પાસે અસંદિષ્ટ શિષ્ય ભણે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org