________________
ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૦-૭૧
૩૯૫
અથવા તો કોઈક સાધુ સૂત્ર અને અર્થ ઉભયના સ્થિરીકરણ માટે અન્ય ગુરુનો આશ્રય કરે, તે વર્તનાના ત્રણ ભેદવાળી જ્ઞાન ઉપસંપર્ સામાચારી છે.
હવે સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને સંધના આ પ્રમાણે છે
સંધના=સૂત્ર, અર્થ અથવા સૂત્ર-અર્થ એ બંને કોઈક સ્થાનમાં ભુલાઈ ગયાં હોય તેનું સ્મરણ કરવું તે સંધના છે. જ્યારે તે સ્મરણ સ્વયં કરી શકતા નથી, ત્યારે સાધુ અન્ય ગુરુનો આશ્રય કરીને પોતાને નષ્ટ થયેલ શ્રુતને સ્મરણ કરવા પ્રયત્ન કરે ત્યારે સંધના અર્થે જ્ઞાન ઉપસંપર્ સામાચારી સંધનાના ત્રણ ભેદવાળી બને છે. હવે સૂત્ર, અર્થ અને તદુભયને આશ્રયીને ગ્રહણ=અપૂર્વધરણ આ પ્રમાણે છે :
ગ્રહણ=અપૂર્વધરણ – નવું સૂત્ર ગ્રહણ કરવું તે અપૂર્વધરણરૂપ છે.
-
અપૂર્વધરણનો અર્થ કરે છે કે, “સ્વસમાન-ધિરળ-તત્ક્ષમાન-વિષય-જ્ઞાન-અપ્રયોન્યં જ્ઞાનપ્રહામ્ ।” તેનો અર્થ આ પ્રમાણે છે
સ્વ=અપૂર્વગ્રહણ, તેનું જે અધિકરણ=ગ્રહણ કરનાર સાધુ, અને તે સાધુરૂપ અધિકરણમાં તત્સમાનવિષયક જ્ઞાન=જે અપૂર્વગ્રહણ કર્યું તત્સમાનવિષયવાળું જે પહેલાં ભણેલું પોતાનું જ્ઞાન તેનાથી અપ્રયોજ્ય તેનાથી નહીં થયેલું, એવું જ્ઞાનનું ગ્રહણ તે અપૂર્વધરણ છે.
આશય એ છે કે, સાધુ પૂર્વમાં જે ભણેલા હોય, તેનું પરાવર્તન કરતા હોય, તો તે વર્ત્તના છે. અને પૂર્વનું ભણેલું પણ કંઈક ભુલાઈ ગયું હોય તો તેનું સ્મૃતિ દ્વારા અનુસંધાન કરતા હોય કે જેથી વિસ્તૃત થયેલા પૂર્વના જ્ઞાનની ઉપસ્થિતિ થાય, તે સંધના છે; અને જેનો અભ્યાસ પૂર્વમાં પોતે કર્યો નથી, પરંતુ નવું ભણવા માટે પ્રયત્ન કરે છે, તે અપૂર્વધરણ છે.
અપૂર્વધરણનું જે લક્ષણ કર્યું, તેમાં કહ્યું કે - સ્વસમાનઅધિકરણ તત્સમાનવિષયક જ્ઞાનથી અપ્રયોજ્ય એવું જ્ઞાનગ્રહણ અપૂર્વધરણ છે અને વર્તના અને સંધના એ બંને સ્વસમાનઅધિકરણ તત્સમાનવિષયક જ્ઞાનથી પ્રયોજ્ય જ્ઞાનગ્રહણરૂપ છે.
તેથી એ ફલિત થાય કે, વર્તના અને સંધનામાં પોતાનું પૂર્વમાં ભણાયેલું જ્ઞાન પ્રયોજક છે; કેમ કે પૂર્વમાં ભણ્યા પછી તેને દઢ કરવા માટે વર્લ્ડના કરાય છે અર્થાત્ પરાવર્તન કરાય છે. તેથી પ્રથમ કરાયેલો અભ્યાસ વર્ઝના પ્રત્યે પ્રયોજક છે અર્થાત્ કારણ છે. સંધનામાં પણ પ્રથમ કરાયેલો અભ્યાસ કારણ છે; કેમ કે પ્રથમ કરાયેલા અભ્યાસના સંસ્કારો કંઈક ઝાંખા થઈ ગયા છે, તેથી સ્મૃતિ થતી નથી અને તેને યત્નપૂર્વક સ્થિર કરવા માટે ફરી તે ગ્રંથનો અભ્યાસ કરવામાં આવે તો વિસ્તૃત થયેલા જ્ઞાનનું સંધાન થાય છે. તેથી પ્રથમ ભણેલું જ્ઞાન સંધનામાં પણ પ્રયોજક છે. જ્યારે સાધુ જે કાંઈ નવું ભણવાનો પ્રારંભ કરે છે, તે સર્વ અપૂર્વધરણરૂપ છે; કેમ કે પહેલાં ભણેલું જ્ઞાન આ નવા જ્ઞાન પ્રત્યે પ્રયોજક નથી.
અહીં પ્રથમ ભણેલું જ્ઞાન ઉત્તરમાં ભણવાની ક્રિયા પ્રત્યે કારણ બનતું હોય તો પ્રથમ ભણેલું જ્ઞાન પ્રયોજક કહેવાય અને ઉત્તરમાં ભણાતું જ્ઞાન પ્રયોજ્ય કહેવાય. જેમ વર્તનામાં=પરાવર્તનામાં, પ્રથમનું જ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org