________________
૩૮૯
ઉપસંપદા સામાચારી/ ગાથા : ૧૯ શાસ્ત્રઅભ્યાસ કરતાં દર્શનશાસ્ત્રનો અભ્યાસ પ્રધાન છે. તેથી જે સાધુમાં દર્શનશાસ્ત્ર ભણવાની શક્તિ હોય અને સ્વગચ્છમાં તે ભણી શકાય તેમ ન હોય, ત્યારે તે સાધુ દર્શનશાસ્ત્રને ભણવા માટે જ્યારે ઉપસંપદા સ્વીકારે, ત્યારે તે દર્શન ઉપસંપદા સામાચારીને જ્ઞાન ઉપસંપદા સામાચારીથી જુદી બતાવીને તેની વિશેષતા બતાવી છે.
(૨) હવે પ્રયોજનના ભેદથી પણ જ્ઞાન ઉપસંપદા સામાચારી કરતાં દર્શન ઉપસંપદા સામાચારીને પૃથફ બતાવી છે. તે આ રીતે –
દર્શનશાસ્ત્ર ભણવાથી સાધુને ભગવાનના વચનની શ્રદ્ધા, પૂર્વની શ્રદ્ધા કરતાં અનંતગુણ વિશુદ્ધ બને છે; કેમ કે દર્શનશાસ્ત્ર ભણ્યા પૂર્વે ‘આ ભગવાનનું વચન જ ઉત્તમ શ્રત છે' - એવો ઓઘથી બોધ હતો. પરંતુ દર્શનશાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી તેને લાગે છે કે, વિદ્યમાન એવાં સર્વ શ્રતોમાં આ ભગવાનનું શ્રત જ ઉત્તમ શ્રત છે; કેમ કે એકાંત નિરવદ્ય એવા મોક્ષની સાથે કાર્યકારણભાવરૂપે આ શ્રુત પૂર્ણ રીતે જોડાયેલું છે, અન્યદર્શનનું શ્રુત પૂર્ણ રીતે જોડાયેલ નથી. અને આથી આ શ્રુત પરિપૂર્ણ કષ, છેદ અને તાપથી શુદ્ધ છે, પરંતુ અન્ય દર્શનનું શ્રુત આવું નથી. આ પ્રકારની સ્થિર શ્રદ્ધા દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવાથી ઉત્પન્ન થાય છે. તેથી સ્થિર શ્રદ્ધા પેદા કરવાના પ્રયોજનને આશ્રયીને દર્શન ઉપસંપદા સામાચારીને જ્ઞાન ઉપસંપદા સામાચારીથી પૃથક્ કહેલ છે.
બીજું પ્રયોજન એ પણ છે કે, જે સાધુ દર્શનશાસ્ત્ર ભણીને તૈયાર થયેલ હોય તે જેમ પોતાની શ્રદ્ધામાં અતિશયવાળા=નક્કર શ્રદ્ધાવાળા, બને છે, તેમ અન્ય ઘણા જીવોને પણ ઉન્માર્ગમાંથી માર્ગમાં લાવવાનું કારણ બને છે. તે યુક્તિપૂર્વક બતાવી શકે છે કે, અન્ય સર્વ દર્શનના શ્રુતમાં સંપૂર્ણ શુદ્ધતા નથી અને માત્ર જૈન દર્શનના શ્રુતમાં સંપૂર્ણ શુદ્ધતા છે. તેથી આ જૈન દર્શનનું શ્રત ઉત્તમ શ્રત છે, તેમ મધ્યસ્થ વિચારકની બુદ્ધિમાં તે સ્થાપન કરી શકે છે. તેથી દર્શનપ્રભાવનાના પ્રયોજનના ધ્યેયને આશ્રયીને પણ જ્ઞાન ઉપસંપદા સામાચારી કરતાં દર્શન ઉપસંપદા સામાચારી પૃથફ ગ્રહણ કરેલ છે. llyll અવતરણિકા:
अथ ज्ञानोपसंपदो भेदान् दर्शनोपसंपझेदानां चातिदेशमाह - અવતરણિકાર્થ:
હવે જ્ઞાન ઉપસંવના ભેદોને અને દર્શન ઉપસંપદ્ઘા ભેદોના અતિદેશને કહે છે – ભાવાર્થ :
અહીં જ્ઞાન ઉપસંઘના નવ ભેદોનું સાક્ષાત્ કથન કરશે અને દર્શનમાં અતિદેશ કરશે=જ્ઞાનની જેમ જ દર્શનના પણ નવ ભેદ છે તેમ સૂચન કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org