SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૯ ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે, દર્શન, જ્ઞાન અને ચારિત્ર નિમિત્તે ઉપસંપદા સામાચારી છે. તેનો ફલિતાર્થ બતાવતાં કહે છે કે, આ રીતે ઉપસંપદા સામાચારી સ્વીકારવાના ઉદ્દેશ્ય ત્રણ હોવાથી ઉપસંપદા સામાચારી ત્રણ પ્રકારની છે, અને અન્ય ગુરુના આશ્રયણરૂપે એક પ્રકારની છે, પરંતુ તે રીતે ત્રણ પ્રકારની નથી. જેમ તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપે સમ્યગ્દર્શન એક પ્રકારનું છે, પરંતુ બે પ્રકારનું નથી, આમ છતાં નિસર્ગ અને અધિગમરૂપ હેતુના ભેદથી બે પ્રકારનું છે; તેમ અન્ય ગુરુના આશ્રયણરૂપે ઉપસંપદા સામાચારી એક પ્રકારની છે, તોપણ અન્ય ગુરુના આશ્રયણના ઉદ્દેશ ત્રણ છે, તેથી ઉદ્દેશ્યના સૈવિધ્યથી ત્રણ પ્રકારની છે. ઉદ્દેશ્ય ત્રણ છે, તેને દઢ કરવા માટે કહે છે – ઉદ્દેશ્યાન્તરના અભાવને કારણે વિધાન્તર નથી અર્થાત્ ઉપસંપદા સામાચારીના ત્રણથી અધિક વિભાગ નથી; કેમ કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ સિવાયના કોઈ અન્ય ઉદ્દેશથી ઉપસંપદા સામાચારી સ્વીકારવામાં આવતી નથી. અહીં કોઈને પ્રશ્ન થાય કે જેમ જ્ઞાન અને દર્શનને ચારિત્રથી પૃથ ગ્રહણ કરીને જ્ઞાન, દર્શન, ચારિત્ર એમ ત્રણ પ્રકારની ઉપસંપદા સામાચારીનો વિભાગ પાડ્યો, તેમ ચારિત્ર અને તપનો પૃથક વિભાગ પોડીને ઉપસંપદા સામાચારીના ચાર પ્રકાર થઈ શકે છે, તો તે રીતે વિભાગ કેમ ન કર્યો ? તેને ગ્રંથકાર કહે છે કે, તપનો પૃથક વિભાગ કરી વિધાન્તરથી ચાર વિભાગ કેમ ન પાડ્યા? તે પ્રશ્ન કરી શકાય નહીં, કેમ કે મોક્ષમાર્ગમાં અતિશય કરવા અર્થે જ્યારે ઉપસંપદા સામાચારી સ્વીકારવામાં આવે ત્યારે તેના અંગભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્રને ગ્રહણ કરીને વિભાગ પાડવો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ગ્રહણ કરીને વિભાગ પાડવો તે પ્રકારની પરિભાષા શાસ્ત્રકારની સ્વ-ઈચ્છાને આધીન છે. તેથી સ્વતંત્ર પરિભાષામાં આ પ્રમાણે પ્રશ્ન ન કરી શકાય કે ત્રણ વિભાગ પાડીને પરિભાષા કેમ કરી? અને ચાર વિભાગ પાડીને પરિભાષા કેમ ન કરી ? કેમ કે પરિભાષા કેમ કરવી તે પરિભાષા કરનાર વ્યક્તિની ઈચ્છાને આધીન છે. આના દ્વારા એ કહેવું છે કે, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ગ્રહણ કરીને ઉપસંપદા ચાર પ્રકારની પણ કરી શકાય તેમ છે; છતાં શાસ્ત્રકારોએ આ પ્રકારની પરિભાષા કરેલ છે, તેથી તે પરિભાષા પ્રમાણે ઉપસંપદા સામાચારી ત્રણ પ્રકારની સ્વીકારવી ઉચિત છે. આમ છતાં ચાર પ્રકારની નથી જ, એવો અર્થ આ કથનથી કરવો નહીં, ફક્ત શાસ્ત્રપરિભાષા પ્રમાણે ત્રણ પ્રકાર છે. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાન અને દર્શન બંને શાસ્ત્ર ભણવાની ક્રિયારૂપ છે, તેથી દર્શનનો જ્ઞાનમાં અંતર્ભાવ થઈ શકે, છતાં જ્ઞાનથી દર્શનને પૃથ; કેમ કહ્યું? તેના ખુલાસારૂપે ગ્રંથકાર કહે છે કે, જ્ઞાન કરતાં દર્શનનું પૃથ ગ્રહણ કરીને દર્શનશાસ્ત્રની પ્રધાનતા ગ્રંથકારને બતાવવી છે. તે આ રીતે – - (૧) અન્ય શાસ્ત્રઅભ્યાસ કરવા કરતાં દર્શનશાસ્ત્રને ભણવાં એ અતિ મહત્ત્વનાં છે, તેથી અન્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy