________________
૩૮૫
ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૯ કાર્ય છે, તેને ગ્રહણ કરવા માટે અંગીકારનું વચન છે, તે ઉપસંપદ્ સામાચારી છે. જ્યારે તેનું કોઈ કાર્ય ન હોય અને અન્ય ગુરુ પ્રતિના રાગાદિના કારણે જ સ્વ ગુરુને છોડીને અન્ય ગુરુનો સ્વીકાર કરે તો તે ઉપસંપદ્ સામાચારી બને નહીં અર્થાત્ ત્યાં લક્ષણની અતિવ્યાપ્તિ નથી.
અહીં રાગાદિથી અન્ય ગુરુનો આશ્રય કરે એમ કહ્યું, તેથી તુચ્છ પ્રકૃતિના કારણે અન્ય ગુરુનો આશ્રય કર્યો છે, એમ નથી કહેવું; પરંતુ સંયમનું સાધન હોય તો પણ અન્ય ગુરુનો આશ્રય કરે; અને પૂર્વ પરિચિત કોઈ વ્યક્તિ હોય, સંબંધિત હોય અને તે પણ આરાધક હોય, અને તેના પ્રત્યેના ગુણને કારણે રાગ થયો હોય, તેથી પણ અન્ય ગુરુનો આશ્રય કરે. આમ છતાં, તે ઉપસંપ સામાચારી બને નહીં.
(૨) કોઈ સાધુ અન્ય ગુરુ પાસે રહેલા જ્ઞાનાદિરૂપ કાર્યના અર્થીપણા વડે કરીને ભણવા માટે રહે, આમ છતાં તેમનો શિષ્યભાવ સ્વીકારીને ન રહે તો પણ અંગીકારનું વચન નહીં હોવાથી ઉપસંપ સામાચારી બને નહીં અર્થાત્ ત્યાં ઉપસંપ સામાચારીના લક્ષણની અતિવ્યાપ્તિ થતી નથી.
ટીકામાં જ્ઞાન અને દર્શન શબ્દની કરણાર્થક વ્યુત્પત્તિ કરીને જ્ઞાન અને દર્શનનો અર્થ શાસ્ત્રગ્રહણ કર્યો અને જ્ઞાન શબ્દથી શાસ્ત્ર સામાન્ય કહ્યું અને દર્શન શબ્દથી દર્શનશુદ્ધિનાં કારણ એવાં શાસ્ત્રો ગ્રહણ કર્યા. આથી જ્ઞાન શબ્દથી કોઈ પણ શાસ્ત્ર ભણવા માટે અન્ય ગુરુનો આશ્રય કરે તેનું ગ્રહણ કરવાનું છે, અને દર્શન શબ્દથી દર્શનના પ્રભાવક સમ્મતિતર્ક આદિ વિશેષ ગ્રંથો ભણવા માટે અન્ય ગુરુનો આશ્રય કરે તેનું ગ્રહણ કરવાનું છે.
અહીં જ્ઞાન-દર્શન શબ્દથી જ્ઞાનશાસ્ત્રો અને દર્શનશાસ્ત્રો ભણાવવાની ક્રિયારૂપ બહિરંગ કાર્ય ગ્રહણ કરવાનું છે; પરંતુ જીવના પરિણામરૂપ જ્ઞાન-દર્શન ગ્રહણ કરવાનાં નથી; કેમ કે બહિરંગમાં દાન ઘટી શકે છે.
મૂળ ગાથામાં ‘ના’ શબ્દ છે, એ સપ્તમી વિભક્તિ છે. સપ્તમી વિભક્તિ નિમિત્તાર્થ સપ્તમી અને કર્માર્થક સપ્તમી પણ હોય છે. હવે અહીં “જ્ઞાન” નો અર્થ જ્ઞાનવિષયક એવો કરીએ તો કર્મયોગ વચન થશે અર્થાત્ જ્ઞાનવિષયક ઉપસંવત્ એટલે જ્ઞાન કર્મ ઉપસંપતુ; કેમ કે ઉપસંવત્ સ્વીકારવાનું કર્મ શાસ્ત્રઅધ્યયનરૂપ જ્ઞાન છે. પરંતુ તે કર્મયોગ વચન પ્રાયિક હોવાના કારણે નિમિત્ત સપ્તમીનું પણ સાધુપણું=સુંદરપણું, હોવાથી નિમિત્તાર્થ સપ્તમીને ગ્રહણ કરવા તમિત્તમ્' એમ કહેલ છે.
તાત્પર્ય એ છે કે, જેમ જ્ઞાનવિષયક ઉપસંપદું કહી શકાય, તેમ જ્ઞાનનિમિત્તક ઉપસંપદ્ પણ કહી શકાય, તેથી એ બંને પ્રયોગ થઈ શકે છે. આમ છતાં જ્ઞાનનિમિત્તક ઉપસંહદ્ સ્વીકારી છે તેમ કહેવું વધારે સુંદર છે. તે આ રીતે –
કોઈક વ્યક્તિને ઔષધમાં ઈચ્છા છે, ત્યાં ઔષધનિમિત્તક ઈચ્છા છે તેમ કહી શકાય નહીં, પરંતુ ઔષધવિષયક ઈચ્છા છે તેમ કહી શકાય; કેમ કે રોગ મટાડવો છે માટે ઔષધ ઈચ્છે છે. રોગ ન હોય તેવી વ્યક્તિને ઔષધની ઈચ્છા થતી નથી, પણ અહીં રોગ છે માટે રોગને આધીન ઔષધની ઈચ્છા છે. જો ઔષધ રોગ મટાડવાનું કારણ ન હોત તો કંઈ ઔષધમાં ઈચ્છા થતી નથી. ઔષધ સ્વયં રમ્ય નથી લાગતું, રોગશમન પૂરતી જ ઈચ્છા તેમાં વર્તે છે. આથી ઔષધનિમિત્તક ઈચ્છા છે એમ ન કહેવાય, પરંતુ ઔષધવિષયક ઈચ્છા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org