________________
૩૮૪
ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૯ ઉપસંહદ્ સામાચારીનું લક્ષણ છે કે, જેની ઉપસંપદા સ્વીકારવાની છે, તે ગુરુને આધીન એવું કાર્ય પોતાને સ્વાધીન કરવું અને પછી તેનું દાન કરવું અથવા તેનો ઉપભોગ કરવો તે ઉપસંપ સામાચારી છે.
(૧) જે સાધુ ગચ્છની વૈયાવચ્ચ કરવા અર્થે બીજા ગુરુનો આશ્રય કરે અને જો ગુરુ નિશ્રા આપે તો પોતે વૈયાવચ્ચ કરી શકે, અન્યથા નહીં. તેથી જે ગુરુનો આશ્રય કરવાનો છે, તે ગુરુને આધીન તે વૈયાવચ્ચનું કાર્ય છે અને ગુરુએ નિશ્રા આપી, તેથી તે કાર્ય કરવું ઉપસંપદા સ્વીકારનાર સાધુને માટે સ્વાધીન થયું; અને
જ્યારે તે વૈયાવચ્ચ કરનાર સાધુ અન્ય સાધુની વૈયાવચ્ચ કરે છે, ત્યારે તે સ્વાધીન થયેલ કાર્યનું તે મહાત્મા દાન કરે છે; કેમ કે જે ગુણીયલ મહાત્માઓ છે તેમને આહારાદિ લાવી આપીને તે દાન કરે છે. તેથી પ્રથમ ભેદમાં એ પ્રાપ્ત થયું કે, ગુરુને આધીન વૈયાવચ્ચનું કાર્ય સ્વાધીન કરીને આહારપાણીનું દાન ઉપસંપદ્ સ્વીકારનાર સાધુ કરે છે.
(૨) જે સાધુ તપ કરીને કર્મોની વિશેષ પ્રકારની ક્ષપણા કરવાની ઈચ્છાવાળા છે કે અનશન કરવાની ઈચ્છાવાળા છે, અને તેના માટે બીજા ગુરુનો આશ્રય કરે, અને જો તે ગુરુ નિશ્રા આપે તો પોતે વિશેષ તપ કરી શકે અન્યથા ન કરી શકે, તેથી જે ગુરુનો આશ્રય કરવાનો છે, તે ગુરુને આધીન તે તપનું કાર્ય કે અનશનનું કાર્ય છે. અને ગુરુએ નિશ્રા આપી, તેથી તે કાર્ય કરવું ઉપસંપદા સ્વીકારનાર સાધુને માટે સ્વાધીન થયું; અને જ્યારે તે તપ કરે છે અને અનશન કરે છે, ત્યારે તે ગચ્છના સાધુઓ તેની વૈયાવચ્ચ કરે છે, તેથી અન્ય ગુરુને આધીન અને તેની નિશ્રા સ્વીકારવાથી પોતાને સ્વાધીન થયેલ એવો વૈયાવૃજ્યનો ઉપભોગ તે ઉપસંપદ્ સ્વીકારનાર મહાત્મા કરે છે. તેથી આ બીજા ભેદમાં એ પ્રાપ્ત થયું કે, અન્ય ગુરુને આધીન કાર્ય સ્વાધીન કરીને તેનો ભોગ ઉપસંપદા સ્વીકારનાર સાધુ કરે છે.
આ લક્ષણ ગૃહસ્થની ઉપસંપદુ સામાચારીમાં આ રીતે સંગત થાય છે –
જ્યારે સાધુઓને નિવાસ માટે કોઈ ક્ષેત્રની જરૂર પડે છે ત્યારે સાધુઓ ગૃહસ્થ પાસે વસતિની યાચના કરે છે. આથી જ્યારે ગૃહસ્થ પાસે યાચના કરી અને ગૃહસ્થ તેમને આપે છે, ત્યારે તે ક્ષેત્રના અંગીકારનું સાધુનું વચન તે ઉપસંપ સામાચારી બને છે. તે ક્ષેત્ર ગૃહસ્થને આધીન હતું અને જ્યારે ગૃહસ્થ પાસેથી યાચના કરીને મેળવે છે, ત્યારે તે યાચના કરેલ કાળપયત પોતાને આધીન થાય છે, જેનો સાધુ ઉપયોગ કરે છે, જે ભોગફલ છે; અને આ સ્વાયત્ત થયેલું ક્ષેત્ર પણ જ્યારે અન્ય સાધુઓ ત્યાં વિચરતા આવે તો તેમને પણ આપે છે તે દાનફલક છે, અને તે વસતિનો પોતે પણ સ્વયં સંયમની વૃદ્ધિ અર્થે ઉપભોગ કરે છે. તેથી ગૃહસ્થ આપેલું વસતિરૂપ ક્ષેત્ર પોતાને આધીન થવારૂપ જે કાર્ય તે દાનભોગફલક બને છે.
અહીં વિશેષ એટલું જ છે કે ઉપસંપદ્ સામાચારીમાં તેને આધીન જે કાર્ય છે તે ક્વચિત્ એકલું દાનફલક હોય, ક્વચિત્ એકલું ભોગફલક હોય અને ક્વચિત્ દાનફલક અને ભોગલક એમ બંને પણ હોય છે.
આ રીતે ઉપસંપ સામાચારીનું લક્ષણ કર્યું, તેથી નીચેનાં સ્થાનોમાં લક્ષણની અતિવ્યાપ્તિ થશે નહીં.
(૧) કોઈ સાધુ કોઈ વિશેષ કાર્ય વગર રાગાદિથી અન્ય ગુરુનો આશ્રય કરે, તેથી અન્ય ગુરુના અંગીકારનું તે સાધુનું વચન ઉપસંપ સામાચારી બને નહીં, કેમ કે ઉપસંપદા સામાચારીમાં ગુરુને આધીન જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org