SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૮૩ ઉપસંપદા સામાચારી | ગાથા ઃ ૬૯ તેને આધીન અર્થાત્ ઉપસંપદા સામાચારીમાં જેની નિશ્રા સ્વીકારવાની છે તે ગુરુને આધીન, તદ્દાનભોગફલક જે કાર્યત અર્થાત્ તેનું, એટલે જે ઉપસંપતું સામાચારી સ્વીકારનાર છે તેનું, કાર્ય=દાન અને ભોગ એ ફળ છે જેને એવું જે કાર્ય, તેને સ્વાધીન કરવા માટે શિષ્યનું ઉપગમનું વચન અર્થાત્ શિષ્યનું અંગીકારનું વચન તે ઉપસંપ સામાચારી છે. તાત્પર્ય એ છે કે, ઉપસંપદ્ સામાચારી, અન્ય ગુરુનો આશ્રય સ્વીકારતી વખતે તેને=અન્ય ગુરુને, આધીન એવું જે જ્ઞાનાદિ કાર્ય તેને પોતાને આધીન કરવા માટે સ્વીકારવામાં આવે છે. અહીં “યત્નાર્થ’ નું વિશેષણ ‘તદાનભોગફલક લેવાથી નિર્જરારૂપ કાર્યનું ગ્રહણ થશે નહીં, કેમ કે જ્ઞાનાદિગ્રહણમાં ઉપસંપદા સ્વીકારનાર શિષ્ય જ્ઞાનાદિનું દાન અને ઉપભોગ સ્વયં કરી શકે છે, પરંતુ નિર્જરારૂપ કાર્યનું દાન કે ઉપભોગ થતો નથી. માટે શિષ્ય જ્યારે ગુરુ પાસે દીક્ષા લે છે ત્યારે, ગુરુની નિશ્રાને આધીન એવું જે નિર્જરારૂપ કાર્ય તે પોતાને આધીન કરવા માટે શિષ્યભાવ અંગીકાર કરે છે, તોપણ તે ઉપસંપ સામાચારી બનશે નહીં, કેમ કે અહીં કાર્યનું વિશેષણ તદ્દાનભોગ ફલક' કહ્યું છે, તેવું નિર્જરારૂપ કાર્ય નથી. આ લક્ષણ જ્ઞાનાદિ ઉપસંપ સામાચારીમાં આ રીતે સંગત છે – જે ગુરુની નિશ્રા સ્વીકારવાની છે, તેને આધીન એવું જે જ્ઞાનદર્શનવિષયક શાસ્ત્ર, તેને પોતાને આધીન કરવા માટે તે ગુરુની નિશ્રાનો સ્વીકાર તે શિષ્ય કરે છે, તેથી તે ઉપસંદુ સામાચારી બને છે. જેમ સ્થૂલભદ્રજી ભદ્રબાહુસ્વામીજી પાસે જે વિશેષ જ્ઞાન હતું, તેને પોતાને આધીન કરવા અર્થે તેમની નિશ્રા સ્વીકારે છે, તેથી સ્થૂલભદ્રજીનું ભદ્રબાહુસ્વામીજીની નિશ્રાના સ્વીકારનું વચન ઉપસંપદ્ સામાચારી બને. હવે આ શાસ્ત્રઅધ્યયનરૂપ કાર્ય, તેને પ્રાપ્ત કરનાર શિષ્ય માટે દાન અને ભોગ ફળ છે જેને, તેવું કાર્ય થશે, તે આ રીતે -- પોતે જે શાસ્ત્રઅધ્યયન અન્ય ગુરુ પાસે કર્યું છે, તે બીજાને કરાવશે, તેથી તેનું દાન; અને પોતે જે અધ્યયન કર્યું છે તેનો ઉપયોગ પોતાની સંયમવૃદ્ધિ માટે કરશે, તેથી તે જ્ઞાનના ઉપયોગરૂપે ભોગ પોતાને પ્રાપ્ત થાય છે. માટે અન્ય ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન તે શિષ્યને માટે દાનભોગફળવાળું છે. આ લક્ષણ ચારિત્ર ઉપસંહદ્ સામાચારીમાં આ રીતે સંગત છે – ચારિત્રની ઉપસંહદ્ બે રીતે ગ્રહણ કરવાની છે – (૧) પોતાની વૈયાવૃત્ય કરવાની શક્તિ ઘણી હોય, અને અન્ય ગચ્છમાં રહેલા વિશેષ પ્રકારના જ્ઞાન, દર્શન, ચારિત્રને જોઈને તેમની વૈયાવૃત્ય કરીને નિર્જરા કરવાનો અધ્યવસાય સાધુને થાય, ત્યારે અન્ય ગુરુની નિશ્રારૂપ ઉપસંપ સામાચારી સ્વીકારીને વૈયાવૃજ્ય માટે રહે છે. અથવા (૨) પોતાને તપ કરીને કર્મોની વિશેષ પ્રકારની ક્ષપણા કરવી હોય કે અણસણ કરવું હોય ત્યારે, અને તે પણ સ્વગચ્છમાં શક્ય ન હોય ત્યારે, અન્ય ગુરુની નિશ્રાસ્વીકારરૂપ ઉપસંપ સામાચારી સ્વીકારે છે. ચારિત્રની બે પ્રકારની ઉપસંપદામાં ઉપસંપ સામાચારીનું લક્ષણ આ રીતે સંગત થાય છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy