________________
૩૭૨
ફલની અલ્પતાની આપત્તિ છે.
* ‘તિસાધ્યત્વજ્ઞાનેઽવિ’ અહીં‘પિ’ થી એ કહેવું છે કે, કૃતિઅસાધ્યત્વના જ્ઞાનમાં તો પ્રવૃત્તિનો વિપર્યય છે, પરંતુ કૃતિસાધ્યત્વના જ્ઞાનમાં પણ પ્રવૃત્તિનું તાનવ છે.
ભાવાર્થ :
- : “કૃત્તિ | કૃચ્છાયા • પતતાનવાપત્તે:” સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે ઃ
મોક્ષના અર્થી સાધુને સતત મોક્ષના ઉપાયની ઈચ્છા વર્તતી હોય છે અને તેથી ક્ષણભર પણ પ્રમાદ ન થાય તદ્ અર્થે મોક્ષના ઉપાયરૂપ એવી વૈયાવૃત્ત્વ, અધ્યયન, અધ્યાપન આદિ ક્રિયાઓમાં સતત યત્ન કરે છે. પરંતુ આવા સાધુને પણ જે પ્રવૃત્તિ પોતાની ભૂમિકાને ઉચિત ન હોય તે પ્રકારની પ્રવૃત્તિની ઈચ્છા થાય અને જે તે પ્રમાણે પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ કલ્યાણને કરનાર નથી. જેમ આચાર્યને અધ્યયન-અધ્યાપનાદિ ક્રિયાઓ ઉચિત છે, આમ છતાં કોઈક ગુણિયલ મહાત્માને જોઈને વૈયાવૃત્ત્વની ઈચ્છા થાય તો તે ઈચ્છા તેમના માટે અત્યંત અનુચિત છે; કેમ કે તેમને વૈયાવચ્ચાદિમાં વિશેષ કુશળતા નહીં હોવાથી, પોતાના પ્રયત્નથી “આ વૈયાવચ્ચ સાધ્ય છે” તેવો વિપર્યાસ થયો હોય તો તેઓ પ્રવૃત્તિ કરે અને તોપણ તે પ્રવૃત્તિ સમ્યક્ થઈ શકે નહીં. તેથી તે વૈયાવૃત્ત્વની પ્રવૃત્તિથી નિર્જરાને અનુકૂળ ઉત્તમ ભાવો થાય નહીં; કેમ કે વૈયાવૃત્ત્વ કરવી એ માત્ર બાહ્ય ક્રિયા કરવા રૂપ નથી, પરંતુ અત્યંત યતનાપૂર્વક અંતરંગ ભાવોની વૃદ્ધિ થાય તે રીતે ઉચિત ક્રિયા કરવા સ્વરૂપ છે; જ્યારે આચાર્ય પ્રાયઃ કરીને શાસ્ત્રોના અધ્યયન-અધ્યાપન દ્વારા ઉચિત ભાવો કરી શકે તેવી નિર્મળ બુદ્ધિવાળા હોય છે, અને અધ્યયન-અધ્યાપન વિષયક સૂક્ષ્મ યતનાનું પાલન કરીને તેઓ સંવેગની વૃદ્ધિ કરી શકે તેમ છે. વળી વૈયાવૃત્ત્વ આદિ કૃત્યમાં આચાર્ય જે યત્ન કરે છે, તે કૃત્ય નિર્જરાને અનુકૂળ જે રીતે કરવાનું છે, તે રીતે પોતે સાધી શકે તેમ નથી; આમ છતાં ‘હું સમ્યક્ વૈયાવૃત્ત્વ કરી શકીશ' તેવા વિપર્યાસને કારણે વૈયાવચ્ચમાં પ્રવૃત્તિ કરે તોપણ તે વૈયાવૃત્ત્વની પ્રવૃત્તિ વિપર્યાસવાળી હોવાથી નિર્જરાનું કારણ બને નહીં. છતાં કદાચ અત્યંત ધૈર્યપૂર્વક શાસ્ત્રવિધિનું સ્મરણ કરીને ‘હું બરાબર શાસ્ત્રાનુસારી વિધિ પ્રમાણે કરીશ’ તેવો નિર્ણય કરીને પ્રવૃત્તિ કરે, તોપણ તે વિષયમાં અતિ પટુતા નહીં હોવાને કારણે જે પ્રકારે અધ્યયન-અધ્યાપન દ્વારા નિર્જરા કરી શકે તે પ્રકારે વૈયાવૃત્ત્વની પ્રવૃત્તિ દ્વારા નિર્જરા કરી શકે નહીં. તેથી તેમની વૈયાવૃત્ત્વની પ્રવૃત્તિ સંયમવૃદ્ધિને અનુકૂળ હોવા છતાં અલ્પ સંયમવૃદ્ધિનું કારણ બને છે, તેથી ફળની પણ અલ્પતા પ્રાપ્ત થાય છે. માટે આચાર્યને તેવા પ્રકારની વૈયાવચ્ચ કરવી ઉચિત નથી.
નિમંત્રણા સામાચારી / ગાથા : ૬૭
વળી કોઈ સાધુ વૈયાવૃત્ત્પાદિ કરવામાં અતિ કુશળ હોય અને તે પણ શાસ્ત્રવિધિ પ્રમાણે વૈયાવૃત્ત્વ કરીને સંયમના કંડકની વૃદ્ધિ કરતા હોય, છતાં કોઈક નિમિત્તને પામીને તેને પણ વિચાર આવે કે હું પણ હવે શાસ્ત્રનું અધ્યયન-અધ્યાપન કરીને નિર્જરાફળને પામું, તેથી જેમાં કુશળતા હતી તેવા વૈયાવચ્ચયોગને છોડીને, અકુશળતાવાળા અધ્યયન-અધ્યાપનમાં પ્રવૃત્તિ કરે તો, અધ્યયન દ્વારા કે અધ્યાપન દ્વારા તેવા ભાવો કરવા માટે તે સમર્થ નહીં હોવાથી, તેના માટે વૈયાવચ્ચને છોડીને અધ્યયન-અધ્યાપનની ક્રિયા અત્યંત અનુચિત છે; કેમ કે અધ્યયન કરવું તે માત્ર ગ્રંથના વાંચન કરવારૂપ નથી, પરંતુ ભગવાનના વચનના પરમાર્થને સમજીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org