________________
૩૬૪.
નિમંત્રણા સામાચારી / ગાથા : ૬૬ આદિ અનુષ્ઠાનો જેમ જેમ સેવતા હોય છે, તેમ તેમ ઉપર ઉપરના સંયમસ્થાનની પ્રાપ્તિ કરે છે, અને તેથી તે અસંગભાવની નજીક નજીક જતા હોય છે. તેથી પૂર્વમાં વૈયાવચ્ચ આદિ જે કૃત્યો કરીને પોતે અસંગભાવની નજીક ગયા છે, તેના કરતાં અસંગભાવની વધુ નજીક જવાનું કારણ ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ હજી પોતાને પ્રાપ્ત થયું નથી, તેથી પૂર્વ કરતાં ઉત્કટ એવા વૈયાવચ્ચના સેવનમાં તેમને વાંછા હોય છે. તેથી એક વખત વૈયાવચ્ચ આદિ કૃત્ય કર્યું હોય તો પણ ફરી ફરી તેની ઈચ્છા થઈ શકે છે.
અહીં વિશેષ એ છે કે, સામાન્ય રીતે વિચારતાં એમ લાગે કે, સાધુએ કોઈ એક સાધુની વૈયાવચ્ચ કરી છે, તેનાથી પોતાને નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થઈ છે, તે રીતે ફરી તે સાધુ અન્ય સાધુની ભક્તિ કરે, જેથી ફરી તેની જેમ નિર્જરાની પ્રાપ્તિ થાય તેવા આશયથી સાધુ એકની વૈયાવચ્ચ કર્યા પછી પણ બીજા સાધુની વૈયાવચ્ચ માટે યત્ન કરે છે. અહીં સાધુને એક સાધુની વૈયાવચ્ચ કર્યા પછી ઉત્કટ વૈયાવચ્ચની ઈચ્છા છે તેવો અર્થ પ્રાપ્ત થાય નહિ, પરંતુ પૂર્વમાં જેમ વૈયાવચ્ચની ઈચ્છા હતી તટ્સદશ અન્ય વૈયાવચ્ચની ઈચ્છા છે તેવો અર્થ પ્રાપ્ત થાય. અને આમ સ્વીકારીએ તો, પ્રસ્તુતમાં ગ્રંથકારે જે કહ્યું કે પૂર્વની વૈયાવચ્ચ કરતાં અસિદ્ધ એવી ઉત્કટ વૈયાવચ્ચાદિમાં ઈચ્છા થાય છે, તે સંગત થાય નહિ. પરંતુ નિશ્ચયનયની સૂક્ષ્મ દૃષ્ટિથી ગ્રંથકારે આ કથન કર્યું છે. તેથી એ પ્રાપ્ત થાય કે, સાધુએ એક સાધુની અપ્રમાદભાવથી જે વૈયાવચ્ચ આદિ કૃત્ય કર્યું છે, તેનાથી તે સાધુ સંયમના ઉપરના કંડકમાં જાય છે, અને જે કંડકમાં પોતે પહોંચ્યા છે તેને અનુરૂપ વૈયાવચ્ચ કૃત્ય પોતે સાધી લીધું છે, પરંતુ તેનાથી ઉપરના સંયમના કંડકને અનુરૂપ વૈયાવચ્ચ તેને સિદ્ધ થયું નથી. માટે ઉપરના કંડકને અનુરૂપ એવા વૈયાવચ્ચની ઈચ્છા સાધુને થાય છે. તેથી ફરી તે સાધુ અન્યની વૈયાવચ્ચ કરવા ઈચ્છા કરે છે, તે પ્રથમ વૈયાવચ્ચ તુલ્ય બીજી વૈયાવચ્ચ નથી, પરંતુ ઉપરના સંયમના કંડકમાં જવાના કારણભૂત વૈયાવચ્ચ છે, જે તેને સિદ્ધ થઈ નથી, તેની સિદ્ધિ માટે ફરી તે વૈયાવચ્ચાદિ કૃત્ય કરવાની ઈચ્છા કરે છે. માટે વૈયાવચ્ચ કર્યા પછી પણ અસિદ્ધ એવી ઉત્કટ વૈયાવચ્ચમાં સાધુને ઈચ્છા થાય છે, એ ગ્રંથકારનું કથન સંગત છે. ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે સાધુએ જે વૈયાવચ્ચ કરી છે, એના કરતાં અસિદ્ધ એવી ઉત્કટ વૈયાવચ્ચાદિની ઈચ્છાથી વૈયાવચ્ચાદિમાં સાધુ ફરી ફરી પ્રયત્ન કરે છે. આ કથન અપ્રમાદભાવથી સંયમયોગમાં યત્ન કરનારા અને વૈયાવચ્ચ આદિ કૃત્ય કરીને ઉપર ઉપરના સંયમના કંડકમાં જનારા સાધુઓને સામે રાખીને કહ્યું. હવે કોઈ સાધુ તે રીતે અપ્રમાદભાવથી ઉપર ઉપરના કંડકમાં ન જઈ શકતા હોય, તો પણ કોઈક સાધુની વૈયાવચ્ચ કરીને જે ઉત્તમ ભાવ કર્યો છે, તેવા જ ઉત્તમ ભાવની અભિલાષાથી પણ પુનઃ વૈયાવચ્ચની ઈચ્છા કરે છે, તેને સામે રાખીને “જિગ્નેવં થી અન્ય કથનનો સમુચ્ચય કરતાં કહે છે – ટીકા :
किञ्चैवं 'न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।' इति वचनविरोधः । सिद्धत्वज्ञानकृतः सामान्येच्छाविच्छेदस्तु नास्त्येव, किन्तु तत्र बलवद्वेषप्रयुक्त इत्यध्यात्ममतपरीक्षायां प्रपञ्चितम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org