________________
૩૬૩
નિમંત્રણા સામાચારી, ગાથા : ૧૬ ટીકાઃ
सिद्धे त्ति । मुनीनां कार्ये-साधुसंबन्धिवैयावृत्त्यादिकृत्ये सिद्धे सति तस्मिन्नपि वैयावृत्त्यादिकृत्ये उत्कृष्टे-प्राक्तनकार्याऽपेक्षयाऽतिशयशालिनि असिद्धे-अनुत्पन्ने इच्छा=वाञ्छा उचिता-योग्या । अयं भाव:सिद्धत्वज्ञानं हि यद्व्यक्तिविषयं तद्व्यक्तिविषयिणीमेवेच्छां प्रतिबध्नाति, न तु तदन्यव्यक्तिविषयिणीमपि, अन्यथैकस्मिन् सुखे सिद्धे सुखान्तरेच्छाविच्छेदप्रसङ्ग इति महत्सङ्कटम् । ટીકાર્ચ -
સિદ્ધ ત્તિ’ | એ ગાથાનું પ્રતીક છે.
મુનીઓનાં કાર્ય સાધુ સંબંધી વૈયાવચ્ચ આદિ કૃત્ય, સિદ્ધ થયે છતે, તેમાં પણ વૈયાવૃત્ય આદિ કૃત્યમાં પણ, ઉત્કૃષ્ટ અસિદ્ધ હોતે છતે=પૂર્વના વૈયાવૃત્ય આદિ કૃત્યની અપેક્ષાએ અતિશયશાલી એવા વૈયાવૃત્ય આદિ કૃત્યતા અનુત્પામાં, ઈચ્છા-વાંચ્છા, ઉચિત છે યોગ્ય છે.
આ ભાવ છે–પૂર્વતા કથનનું આ તાત્પર્ય છે –
જે વ્યક્તિવિષયક સિદ્ધત્વજ્ઞાન છે, તે વ્યક્તિવિષણિી જ ઈચ્છાને પ્રતિબંધ કરે છે, પરંતુ અન્ય વ્યક્તિવિષયણી પણ ઈચ્છાને પ્રતિબંધ કરતું નથી. અન્યથાએવું ન માનો તો, એક પણ સુખ સિદ્ધ થયે છતે સુખાંતરની ઈચ્છાના વિચ્છેદનો પ્રસંગ થશે, એ પ્રમાણે મોટું સંકટ છે. ભાવાર્થ :
સાધુને મોક્ષની ઈચ્છાનો અવિચ્છેદ છે તેથી મોક્ષના ઉપાયની ઈચ્છાનો પણ અવિચ્છેદ છે. માટે સાધુ મક્ષના અર્થે સ્વાધ્યાય આદિમાં સતત યત્ન કરે છે. આમ છતાં, જ્યારે સ્વાધ્યાય આદિ કરીને સાધુ શ્રાન્ત થયેલા હોય ત્યારે પણ સંયમયોગની વૃદ્ધિ થાય તદ્અર્થે નિમંત્રણા સામાચારીમાં યત્ન કરે છે. પરંતુ નિમંત્રણા સામાચારી તો વૈયાવચ્ચત્ય સ્વરૂપ છે. તેથી કોઈને એવી શંકા થાય કે કોઈ સાધુ અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે કોઈક મહાત્માની વૈયાવચ્ચ કરે, ત્યાર પછી ફરી તરત જ અન્ય મહાત્માની વૈયાવચ્ચ કરવાની ઈચ્છા તેને થાય નહિ; કેમ કે વૈયાવચ્ચ કરનારે હમણાં વૈયાવચ્ચરૂપ કાર્ય કરી લીધું છે. તેના નિવારણ અર્થે ગ્રંથકાર કહે છે –
જે સાધુએ હમણાં જ વૈયાવચ્ચ કરી અને તેના દ્વારા સંવેગની વૃદ્ધિ કરી, આમ છતાં અતિ વિશેષ પ્રકારના સંવેગની વૃદ્ધિ કરે તેવું વૈયાવચ્ચકૃત્ય તેણે કર્યું નથી. તેથી પૂર્વના વૈયાવચ્ચત્ય કરતાં ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ તેને સિદ્ધ થયું નથી, તેથી ત્યાં ફરી સાધુને ઈચ્છા થઈ શકે છે. આશય એ છે કે, હમણાં પોતે જે વૈયાવચ્ચ કરેલ તેના દ્વારા જે સંવેગના ભાવને તેણે પ્રાપ્ત કર્યો, તેનાથી પોતાને મોક્ષને અનુકૂળ એવી નિર્જરાની પ્રાપ્તિ થઈ છે તે વિવેકી સાધુ જોઈ શકે છે; અને તે વિચારે છે કે, “ફરી અન્ય કોઈ મહાત્માની હું વૈયાવચ્ચ કરી શકું તેમ છું, તો તેની પણ વૈયાવચ્ચ કરીને પૂર્વ કરતાં અતિશય એવા સંવેગને ઉત્પન્ન કરું, જેથી અસંગભાવની આસન્નતા મને પ્રાપ્ત થાય.” સામાન્ય રીતે મુનિઓ અપ્રમાદભાવથી સ્વાધ્યાય, વૈયાવચ્ચ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org