________________
નિમંત્રણા સામાચારી | ગાથા ઃ ૬૫
ત્યાં=ઘટના વિષયમાં, ફળની ઈચ્છા નથી=જલઆહરણરૂપ ળની ઈચ્છા નથી, તેથી તેના=જલઆહરણના, ઉપાયરૂપ ઘટની ઈચ્છાનો વિચ્છેદ થાય છે. વળી જે કોઈ મોક્ષઉપાયના લાભમાં પણ ઉદ્દેશ્ય એવા મોક્ષની અસિદ્ધિ હોવાના કારણે, તેની=મોક્ષની, ઈચ્છાનો અવિચ્છેદ હોવાથી, તેના=મોક્ષના, ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ છે. ।।૬૫
ભાવાર્થ
જેમ કોઈ વ્યક્તિને અત્યંત ક્ષુધા લાગેલી હોય ત્યારે ક્ષણભર પણ ખાવાની ઈચ્છાનો વિચ્છેદ થતો નથી, તે રીતે જે સાધુઓ સંસારના સ્વરૂપને જાણીને સંસારથી ત્રાસેલા હોય અને મોક્ષના સ્વરૂપને જાણીને મોક્ષ મેળવવા માટે બદ્ધ અભિલાષવાળા હોય, તેવા સાધુઓને મોક્ષના ઉપાયમાં ઈચ્છાનો વિચ્છેદ થતો નથી. તેથી આવા સાધુ મોક્ષના ઉપાયરૂપ ધ્યાન-અધ્યયન આદિમાં શક્તિના પ્રકર્ષથી પ્રયત્ન કરતા હોય છે, એટલું જ નહિ પણ સંસારના કારણીભૂત એવા હિંસાદિના ભાવોની નિવૃત્તિ માટે અત્યંત સમિતિ-ગુપ્તિપૂર્વક સંયમયોગમાં પ્રવર્તતા હોય છે. આવા સાધુ જ્યારે સ્વાધ્યાય આદિથી શ્રાન્ત થાય ત્યારે પણ ક્ષણભર પણ પ્રમાદમાં સમય પસાર ન થાય તઅનેે ગુણવાન એવા અન્ય સાધુઓની વૈયાવચ્ચ કરવા અર્થે નિમંત્રણા સામાચારીમાં પણ યત્ન કરે છે; કેમ કે તેઓને મોક્ષના ઉપાયની ઈચ્છાનો વિચ્છેદ ક્યારેય પણ વર્તતો નથી. જેમ ભૂખ્યા માણસને જ્યાં સુધી ભોજનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભોજનની ઈચ્છાનો વિચ્છેદ થાય નહીં, તે રીતે અપ્રમત્ત સાધુઓને મોહનો વિચ્છેદ ન થાય ત્યાં સુધી મોહના ઉચ્છેદના ઉપાયની ઈચ્છાનો વિચ્છેદ થતો નથી.
૩૬૧
અહીં કોઈ શંકા કરે કે, જેમ કોઈ જીવને ઘટની ઈચ્છા થાય અને કોઈક ઘટની પ્રાપ્તિ થઈ જાય પછી તેને ઘટની ઈચ્છા થતી નથી, તે રીતે મોક્ષના ઉપાયની ઈચ્છા થાય અને મોક્ષના ઉપાયરૂપે સ્વાધ્યાય આદિમાં યત્ન કરે ત્યારે તેનાથી તે ઈચ્છા શાંત થઈ જવી જોઈએ. તેથી ફરી મોક્ષના ઉપાયની ઈચ્છા પણ ન થવી જોઈએ. તેથી મોક્ષના ઉપાયની ઈચ્છાવાળા સાધુઓ સતત અપ્રમાદરૂપે નવી નવી મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ ન કરે તો પણ શું વાંધો ? એને ગ્રંથકાર કહે છે કે - એમ ન કહેવું; કેમ કે જલઆહરણ કરવાના ઉદ્દેશથી ઘટમાં ઈચ્છા થઈ અને કોઈક ઘટની પ્રાપ્તિ થવાથી જલઆહરણ રૂપ કાર્ય=પાણી લાવવારૂપ કાર્ય, સિદ્ધ થઈ ગયું, તેથી જલઆહરણના ઉપાયભૂત એવા નવા ઘટની ઈચ્છા થતી નથી; જ્યારે સાધક આત્મા મોક્ષના ઉપાયની ઈચ્છાથી કોઈક મોક્ષનો ઉપાય સમ્યક્ સેવી શકે અને તેનાથી મોક્ષને અનુકૂળ એવી નિર્જરાને પ્રાપ્ત કરે, તોપણ, જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને મોક્ષના નવા-નવા ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ વર્તે છે; કેમ કે વિવેકી સાધુ જાણે છે કે, મોક્ષના ઉપાયના સેવનથી મોહનો નાશ થાય છે, પરંતુ જ્યાં સુધી સંપૂર્ણપણે મોહનો વિચ્છેદ થયો નથી ત્યાં સુધી સર્વ કર્મનો નાશ થવાનો નથી, અને જ્યાં સુધી સર્વ કર્મનો નાશ થશે નહિ ત્યાં સુધી મોક્ષ મળશે નહિ, માટે મોક્ષ મેળવવા અર્થે સંપૂર્ણ મોહનો વિચ્છેદ આવશ્યક છે. અને તેથી મોહના વિચ્છેદ માટે યત્કિંચિત્ સ્વાધ્યાય આદિના ઉપાયમાં તે પ્રવૃત્તિ કરે, તેથી કંઈક મોહનો વિચ્છેદ થાય છે, તોપણ જ્યાં સુધી સંપૂર્ણ મોહનો વિચ્છેદ ન થાય ત્યાં સુધી મોહના વિચ્છેદના ઉપાયમાં અપ્રમત્તભાવથી યત્ન પણ તે કરે છે. આથી સ્વાધ્યાય આદિથી શ્રાન્ત થયેલા સાધુ પણ અન્ય સંયમી સાધુની વૈયાવચ્ચ ક૨વા અર્થે નિમંત્રણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org