________________
ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૧૪
૭૯
પરતંત્ર થઈને જે જે ઉચિત પ્રવૃત્તિ કરવામાં આવે તે તે કરવાથી નિર્જરાવિશેષ થાય છે. આથી જ્યારે સામેના સાધુ સ્વયં=સ્વ ઈચ્છાથી જ, પોતાનું કાર્ય કરી આપવા તૈયાર થયા હોય ત્યારે પણ, કાર્ય કરાવનાર સાધુ નિર્જરાવિશેષની કામનાથી ભગવાનના વચનનું સ્મરણ કરીને સ્વયં પણ ઈચ્છાકારના પ્રયોગપૂર્વક પોતાનું કાર્ય તેમની પાસે કરાવે છે.
હવે જો આવા પ્રસંગે પણ કાર્ય કરાવનાર સાધુ ઈચ્છાકારનો પ્રયોગ ન કરે, અને માત્ર ભગવાને તેવા પ્રસંગે અન્ય પાસે કાર્ય કરાવવાની અનુજ્ઞા આપી છે તેટલું સ્મરણ કરીને, વિશેષ લાભનું કારણ હોતે છતે સ્વયં ઈચ્છાકારપૂર્વક પોતાનું કાર્ય કરી આપવા ઉપસ્થિત થયેલ અન્ય સાધુની પાસે તે કાર્ય શાસ્ત્રની મર્યાદાથી કરાવવું ઉચિત છે, તેનો નિર્ણય કરીને જો તેને સોંપે, તો તે કાર્ય કરાવવામૃત નિર્જરા પ્રાપ્ત થવા છતાં પણ ત્યારે ઈચ્છાકારનો પ્રયોગ ન કર્યો, એટલે કે ભગવાનના વચનની મર્યાદાનું પાલન કરવા યત્ન ન કર્યો, તેથી ઈચ્છાકારના પ્રયોગકૃત જે નિર્જરાવિશેષની પ્રાપ્તિ થવાની હતી તે થઈ નહીં.
આથી કહ્યું કે, નિર્જરાવિશેષની કામનાવાળો સાધુ જેમ ઉચિત સંયોગોમાં ઉચિત કાર્ય કોઈની પાસે કરાવે છે, તેમ તે કાર્ય કરાવતી વખતે ભગવાનના વચનને પરતંત્ર થઈને ઈચ્છાકારનો પ્રયોગ પણ અવશ્ય કરે છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, નિર્જરાવિશેષની કામનાવાળો ઈચ્છાકારના પ્રયોગનો અધિકારી છે. તેથી એ પ્રાપ્ત થાય કે, માત્ર બાલાભિયોગની શંકાના પરિહારની કામનાવાળો ઈચ્છાકારનો અધિકારી નથી. તો પ્રશ્ન થાય કે, ઈચ્છાકારના પ્રયોગથી બલાભિયોગની શંકાનો પરિહાર કઈ રીતે થશે ? આથી કહે છે
ટીકા ઃ
·उक्तशङ्कापरिहारस्तु विधिवाक्यान्तर्गतेच्छापदादेव श्रोतुः संभवति । उक्तशङ्कापरिहारस्य तत्प्रयोजनत्वाभिधानं तु प्रायिकं गौणं च प्रवृत्तिस्तु तत्र निर्जराविशेषकामनयैव, " एयं सामायारिं' (आ० मि० ७२३) इत्यादिना सामाचारीसामान्यस्य कर्मक्षपणफलत्वाभिधानादिति दिग् ।।१४।।
ટીકાર્ય -
ઉક્ત શંકાનો=બલાભિયોગની શંકાનો, પરિહાર વળી વિધિવાક્યઅંતર્ગત ઈચ્છાપદથી જશ્રોતાને સંભવે છે.
અહીં પ્રશ્ન થાય કે, બલાભિયોગની શંકાના પરિહાર અર્થે ઈચ્છાકારના પ્રયોગનું અભિધાન નથી, પરંતુ નિર્જરાવિશેષની કામના અર્થે જઈચ્છાકારના પ્રયોગનું અભિધાન છે, તો અવતરણિકામાં બતાવેલ ચૂર્ણિકારના મત પ્રમાણે એમ કેમ કહ્યું કે, ઈચ્છાકારના પ્રયોગનું પ્રયોજન બલાભિયોગની શંકાનો પરિહાર છે ? તેથી કહે છે
१. एयं सामायारिं जुजुता चरणकरणमाउत्ता । साहू खवंति कम्मं अणेगभवसंचियमणंतं ।।
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org