________________
૭૮
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૪ ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, બલાભિયોગની શંકા હોય એવા સ્થળમાં તો ઈચ્છાકારનો પ્રયોગ છે, પરંતુ બેલાભિયોગની શંકાના વિરહસ્થળમાં પણ મર્યાદામૂળ હોવાને કારણે ઈચ્છાકારનો પ્રયોગ કરાય છે, ત્યાં ઈચ્છાકારનો પ્રયોગ કરવાનો શું ભાવ છે ? તે બતાવે છે – ટીકા -
अयं भाव:- न खल्वत्राभियोगशङ्कापरिहारकाम एवेच्छाकाराधिकारी, येन स्वतस्तच्छङ्काविरहस्थलेऽ. नधिकारिकृतत्वेन कार्यवैफल्यापत्तिः, किन्तु निर्जराविशेषकाम एव तदधिकारी । तत्कामना चोक्तस्थलेऽपि
निरपाया ।
ટીકાર્થ:
આ ભાવ છેઃ અહીં=ઈચ્છાકારના પ્રયોગમાં, અભિયોગની શંકાના પરિવારની કામનાવાળો *કામનાવાળો માત્ર જ, ઈચ્છાકારનો અધિકારી નથી. કેમ નથી ? તેમાં યુક્તિ આપે છે – જે કારણથી સ્વતઃ તેના=અભિયોગની શંકાના, વિરહસ્થળમાં અધિકારીકૃતપણું હોવાના કારણે અધિકારી એવા સાધુ વડે ઈચ્છાકારપ્રયોગ કરાયેલો હોવાના કારણે, કાર્યના=નિર્જરારૂપ કાર્યના, વૈફલ્યની આપત્તિ આવે. તો પ્રશ્ન થાય કે કોણ અધિકારી છે ? તેથી કહે છે કે, પરંતુ નિર્જરાવિશેષની કામનાવાળો જ તેનો=ઈચ્છાકારપ્રયોગનો, અધિકારી છે, અને તેનીનિર્જરાની, કામના ઉક્ત સ્થળમાં પણ અભિયોગની શંકાના વિરહસ્થળમાં પણ, નિરપાય હોય છે.
* ‘સ્થતેડપિ અહીં પ થી અભિયોગની શંકાના સ્થળનો સમુચ્ચય થાય છે. ભાવાર્થ:
- સાધુઓ ‘ઈચ્છાકાર'નો પ્રયોગ માત્ર અભિયોગની શંકાના પરિવારની કામનાથી કરતા નથી. તેથી ઈચ્છાકારનો અધિકારી અભિયોગની શંકાના પરિહારવાળો માત્ર બનતો નથી; કેમ કે જો તેવું સ્વીકારીએ તો
જ્યાં અભિયોગની શંકા નથી તેવા સ્થાનમાં જો તે ઈચ્છાકારનો પ્રયોગ કરે તો તે ઈચ્છાકારનો પ્રયોગ અનધિકારી એવા સાધુ વડે કરાયો છે તેમ માનવું પડે; અને તેમ માનીએ તો તે ઈચ્છાકારના પ્રયોગથી નિર્જરારૂપ કાર્ય થયું નથી તેમ માનવું પડે. પરંતુ નિર્જરાવિશેષની કામનાવાળો જ ઈચ્છાકારના પ્રયોગનો અધિકારી છે, અને જ્યાં અભિયોગની શંકા નથી ત્યાં પણ નિર્જરાવિશેષની કામના તો છે જ, તેથી તેવા સ્થળમાં પણ સાધુઓ ઈચ્છાકારનો પ્રયોગ કરે છે.
આશય એ છે કે, સંયમજીવન સ્વીકારી સાધુઓ યત્નપૂર્વક નિર્જરા કરતા હોય છે, પરંતુ જ્યારે કોઈપણ નવી પ્રવૃત્તિ કરવાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે, તે પ્રવૃત્તિમાં ભગવાનની આજ્ઞા શું છે તેનું સ્મરણ કરીને, નિર્જરાવિશેષની કામનાવાળા સાધુઓ તે તે પ્રવૃત્તિ કરે છે. તેઓ જાણે છે કે, ભગવાનના વચનને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org