________________
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૩ ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, પરના પ્રતિ પરના કાર્યનું પ્રાર્થન જોઈને અથવા સ્વયં કરતાં પરની અકુશળતાથી કાર્યનાશ જોઈને રાત્નિકની આજ્ઞાથી નિર્જરાર્થી સાધુ તેનું તે કાર્ય ઈચ્છાપૂર્વક કરે, તેમાં આવશ્યક નિર્યુક્તિ ગાથા-૯૭૨-૭૩નો સાક્ષીપાઠ દ | - થી આપે છે.
ટીકા :
१ आह च - अहवा वि विणासंतं अब्भत्थंतं च अण्णं दट्टणं । अण्णो कोइ भणिज्जा तं साहूं णिज्जरट्ठीओ ।। સદર્ય તુમ પુર્વ વરેમિ નં છક્કારે I (કાવ. નિ. ૬૭૨-૬૭૩) તિ રૂા. ટીકાર્ય :
સાક્ષીપાઠ આપે છે કે - ‘અથવા તો વિનાશ પામતા કાર્યને જોઈને અને અન્યને અભ્યર્થના કરતા જોઈને અન્ય કોઈ નિર્જરાર્થી સાધુ તે સાધુને કહે છે, “હું તમારું આ કાર્ય ઈચ્છાપૂર્વક કરું છું.” (આવશ્યકનિર્યુક્તિ ગાથા-૬૭૨-૭૩)
‘ત્તિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.ll૧૩ ભાવાર્થ -
સાધુઓ હંમેશાં નિર્જરાના અર્થી હોય છે અને નિર્જરા હંમેશાં ઉચિત પ્રવૃત્તિથી થાય છે; અને જે વૈયાવચ્ચ આદિ કરવાથી સામેની વ્યક્તિની શિથિલતા પોષાય નહિ અને સંયમની વૃદ્ધિ થાય તેવી વૈયાવચ્ચાદિ પ્રવૃત્તિ તે ઉચિત પ્રવૃત્તિ છે. આથી નિર્જરાના અર્થી સાધુ, જ્યારે પર કોઈ સાધુને પોતાનું કોઈ ઉત્કૃષ્ટ કાર્ય કરવા અર્થે કે પોતાની ગ્લાનાદિ દશાને આશ્રયીને પોતાના કાર્યકરણની પ્રાર્થના અન્ય સાધુને કરતા જુએ, ત્યારે, પર સાધુની વૈયાવચ્ચ દ્વારા નિર્જરાના અર્થી તે સાધુ ગુરુની આજ્ઞા લઈને ઈચ્છાપૂર્વક સ્વયં તે પર સાધુનું કાર્ય કરવાનો સ્વીકાર કરે છે; અને વળી તે રીતે કોઈક પર સાધુ પોતે પોતાનું કાર્ય કરી રહ્યા છે, પરંતુ તેમની તે કાર્ય કરવાની અકુશળતાના કારણે તેમનું કાર્ય નાશ થઈ રહ્યું હોય કે સમ્યગુ શાસ્ત્રોક્ત વિધિથી થતું ન હોય ત્યારે પણ, નિર્જરાના લાભના અર્થી સાધુ રાત્નિકની આજ્ઞાથી તેમનું કાર્ય ઈચ્છાપૂર્વક કરે./૧૩
१. अथवाऽपि विनाशयन्तमभ्यर्थयन्तं चान्यं दृष्ट्वा । अन्यः कोऽपि भणेत् तं साधुं निर्जरार्थी ।। २. अस्योत्तरार्धः - तत्थ वि सो इच्छं से करेइ मज्जायमूलियं ।।।
अहं युष्माकमिदं करोमि कार्यं त्विच्छाकारेण । तत्रापि स इच्छां तस्य करोति मर्यादामूलाम् ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org