________________
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૨ ટીકા :
अथैवं सर्वेषामभ्यर्थना प्राप्तौ संकोचमाह - रत्नैर्ज्ञानदर्शनचारित्रैरधिको रत्नाधिकस्तं, रत्नैश्चरतीति रात्निकस्तं वा वर्जयित्वा । रात्निकस्त्वभ्यर्थनायोग्यो न भवति, तं प्रति वस्त्रपरिकर्माद्यभ्यर्थनायामविनयप्रसङ्गात् । न च सोऽपि सर्वथाऽभ्यर्थनाऽयोग्य इत्याह-मुक्त्वा ज्ञानादिकं कार्य, ज्ञानादीच्छायां तु सोऽपीच्छां વારળીયા 9રા ટીકાર્થ :
આ રીતે પૂર્વમાં કહ્યું કે ગ્લાતત્યાદિ કારણે સાધુ અભ્યર્થના કરે એ રીતે, બધાને અભ્યર્થના પ્રાપ્ત થયે છતે સંકોચને કહે છે –
જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નોથી અધિક તે રત્નાધિક, તેને છોડીને, અથવા રત્નોથી જે ચરે તે રાત્વિક છે, તેને છોડીને અભ્યર્થના કરવી. વળી રાત્વિક અભ્યર્થનાને યોગ્ય થતા નથી; કેમ કે તેમના પ્રતિ વસ્ત્રપરિકર્માદિ અભ્યર્થનામાં અવિનયનો પ્રસંગ છે. અને તે પણ=રાત્વિક પણ, સર્વથા અભ્યર્થનાને અયોગ્ય નથી, એથી કરીને કહે છે - જ્ઞાનાદિક કાર્યને છોડીને. (રાત્વિક પણ જ્ઞાનાદિક કાર્યને છોડીને અભ્યર્થનાને અયોગ્ય છે.) પરંતુ જ્ઞાનાદિની ઈચ્છા હોતે છતે તે પણ=ાત્વિક પણ, ઈચ્છા કરાય= અભ્યર્થના કરાય. ૧૨ાા
* જ્ઞાનાદિ કાર્ય માં “આદિ' પદથી દર્શનનું કાર્ય અને ચારિત્રનું કાર્ય ગ્રહણ કરવાનું છે. * ‘જ્ઞાનાવીછાયા માં આદિ પદથી દર્શનની ઈચ્છા અને ચારિત્રની ઈચ્છા ગ્રહણ કરવાની છે.
જ્ઞાનની ઈચ્છા-અભિનવશાસ્ત્ર ભણવાની ઈચ્છા હોય ત્યારે રત્નાધિકને અભ્યર્થના કરાય, દર્શનની ઈચ્છા=દર્શનશાસ્ત્રો ભણવાની ઈચ્છા હોય ત્યારે દર્શનશાસ્ત્ર ભણાવવા રત્નાધિકને અભ્યર્થના કરાય અને ચારિત્રની ઈચ્છા=પોતાને વિશેષ પ્રકારની યોગોદહન આદિ સંયમયોગની ક્રિયા કરવાની હોય કે અનશન સમયે નિર્ધામણા કરવાની હોય ત્યારે ચારિત્રની વૃદ્ધિ અર્થે રત્નાધિકને અભ્યર્થના કરાય. ભાવાર્થ -
મૂળ ગાથાનાં રાઈ’ શબ્દનો સંસ્કૃતમાં રત્નાધિક અને રાત્નિક શબ્દ બનતો હોઈ તેની બે રીતે વ્યુત્પત્તિ કરે છે –
(૧) રત્નોથી અધિક તે રત્નાધિક. તે વ્યુત્પત્તિથી કહે છે કે, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી રત્નો વડે અધિક તે રત્નાધિક અથવા
(૨) બીજી વ્યુત્પત્તિ કરતાં કહે છે કે, રત્નોથી જે ચરે તે રાત્વિક એટલે કે જ્ઞાનાદિ રત્નોવાળા હોય તે રાત્વિક કહેવાય.
રાત્વિકને છોડીને અભ્યર્થના કરે. અહીં રાત્તિકથી જેઓ પોતાનાથી જ્ઞાનાદિ અપેક્ષાએ અધિક રત્નવાળા હોય તેઓને ગ્રહણ કરવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org