________________
ઉ૬
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૧ ‘તિ’ વાક્યની સમાપ્તિમાં છે.
વીર્ય છુપાવવનારને આ અભ્યર્થતા ઉત્પન્ન થતી નથી જ, પરંતુ અધિકતર વીર્ય પ્રયંજન કરનારને ઉત્પન્ન થાય છે. એથી કરીને આ અભ્યર્થના, ઉત્સર્ગની વિરોધિની નથી. ભાવાર્થ -
સંયમપાલન માટે સાધુઓએ જ્યારે પોતાનું વસ્ત્ર ફાટી ગયું હોય ત્યારે સાંધવા વગેરેનું કાર્ય કરવું પડે છે, અને તે કાર્ય સર્વ સાધુઓએ સ્વપ્રયત્નથી કરવાનું હોય છે. તેથી જ્યારે પોતે સાંધવાનું કાર્ય કરે ત્યારે સંયમને ઉચિત પ્રવૃત્તિનું પાલન થાય છે, આમ છતાં પણ ગ્લાનપ્રતિચરણા કે ધર્મોપદેશ આદિનાં અનુષ્ઠાનોમાં પોતે પ્રયત્ન કરી શકે તેમ છે અને તેનાથી વિશેષ લાભ થાય તેમ છે, વળી તે કાર્ય પુરુષાંતરથી અસાધ્ય છે અને પોતાનાથી સાધ્ય છે, આમ જ્યારે જણાય ત્યારે તે સાધુ પરને અભ્યર્થના કરે; જેથી વસ્ત્રસીવનની ક્રિયાથી સામી વ્યક્તિને નિર્જરાપ્રાપ્તિ થાય અને પોતે પણ ગ્લાનપ્રતિચરણાદિ કરીને વિશિષ્ટ નિર્જરાને પ્રાપ્ત કરે. પરંતુ જ્યારે આવું કોઈ વિશિષ્ટ કાર્ય ન હોય તો સાધુઓ પોતાનું કાર્ય કરવા માટે બીજાને અભ્યર્થના કરે નહીં.
* ‘ર રીયમJર્થના શ્લોકમાં કહેલ છે કે, ઉત્કૃષ્ટ કાર્ય વગર સાધુએ અભ્યર્થના ન કરવી જોઈએ, એ કથન ઉત્સર્ગથી છે. એનો ફલિતાર્થ એ છે કે ઉત્કૃષ્ટ કાર્ય હોય તો અભ્યર્થના કરે તે અપવાદ છે અને ઉત્કૃષ્ટ કાર્ય ન હોય તો અભ્યર્થના ન કરે તે ઉત્સર્ગમાર્ગ છે, અને આથી ઉત્કૃષ્ટ કાર્યમાં જે અભ્યર્થના છે, તે ઉત્સર્ગની વિરોધિની નથી, પરંતુ ઉત્સર્ગની પોષક છે, તેથી અપવાદ છે. અવતરણિકા:
नन्वेवमभ्यर्थनाविषयकेच्छाकारोपन्यासोऽनर्थकः, अतोऽपवादार्थमाह - અવતરણિયાર્થ:
એ રીતે-પૂર્વ શ્લોકમાં “સાધુએ અભ્યર્થના ન કરવી જોઈએ એમ જે કહ્યું એ રીતે, અભ્યર્થના વિષયક ઈચ્છાકારનો ઉપન્યાસ અર્થક થશે. આથી અપવાદ બતાવવા માટે કહે છે –
ભાવાર્થ :
અહીં ઉપરની ગાથા-૧૧માં, વિશિષ્ટ કાર્ય કરવાના પ્રસંગમાં ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ, એવું ટીકામાં સ્પષ્ટ બતાવેલ છે, તેથી અપવાદથી ઈચ્છાકાર કરવાનો સ્વીકાર પ્રાપ્ત થાય છે. તો પણ મૂળ ૧૧મી ગાથામાં ઉત્કૃષ્ટ કાર્ય વિના અભ્યર્થના ન કરવી જોઈએ, એ કથનમાંથી, ‘ઉત્કૃષ્ટ કાર્ય વિના” આટલું પદ ગ્રહણ કર્યા વિના, ‘ઉત્સર્ગથી સાધુએ અભ્યર્થના ન કરવી જોઈએ,” એટલું કથન સામે રાખીને, ગ્રંથકારે શંકા કરી અભ્યર્થના વિષયક ઈચ્છાકારના ઉપન્યાસને અનર્થક કહેલ છે. આથી અપવાદ બતાવવા માટે કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org