________________
૬૨
ઈચ્છાકાર સામાચારી ગાથા : ૧૦ કરી શકું તેમ નથી” આ પ્રમાણે કહેવાથી, અભ્યર્થના કરાયેલ વ્યક્તિના અધ્યવસાયમાં, અભ્યર્થિત કાર્ય અભ્યર્થના કરાયેલ કાર્ય, કરવાની પોતાને અત્યંત રુચિ છે, પરંતુ પોતાની શક્તિના અભાવને કારણે કે સંયોગના અભાવને કારણે તેમાં યત્ન નથી, એવું પ્રાપ્ત થાય. તેથી તે કાર્ય કરવાનો પોતાનો પરિણામ વિદ્યમાન હોવાથી અભ્યર્થિતને=અભ્યર્થના કરાયેલને, નિર્જરાની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત “હું આ તમારું કાર્ય ઈચ્છાપૂર્વક કરું છું પરંતુ શક્તિ નથી” એ પ્રમાણે કથન કરે ત્યારે, કાર્ય કરવાની ઈચ્છાની જે અભિવ્યક્તિ છે, તે ઈચ્છાકાર સામાચારીના પાલનરૂપ છે. તેથી કાર્ય ન કરવા છતાં કાર્ય કરવાના સ્વ-અધ્યવસાયથી નિર્જરા અને ઈચ્છાકારની અભિવ્યક્તિથી સામાચારીના પાલનજન્ય નિર્જરા પ્રાપ્ત કરે છે. વળી પોતાની કાર્ય કરવાની શક્તિ હોય અને ગુરુ દ્વારા કાર્યાતર આદિષ્ટ ન હોય તો, અભ્યર્થિત સાધુને નહિ કરવામાં કોઈ કારણ નથી, તેથી નિર્જરા માટે અભ્યર્થમાન સાધુનું કૃત્ય અવશ્ય કરવું જોઈએ. જો ન કરવામાં આવે તો વીર્યાચારનું પાલન નહિ થવાથી ચારિત્રની શુદ્ધિ ન રહે.
ગાથા-૧૦માં બતાવ્યું કે અભ્યર્થિત=કાર્ય કરનાર, વડે પણ ઈચ્છાકાર સફળ કરવો જોઈએ અને અશક્તિમાં કારણ બતાવવું જોઈએ, તે બતાવવા માટે સાક્ષીપાઠ આપતાં કહે છે – ટીકા :
यदागमः - (आ० नि० ६७५)
'तत्थ वि सो इच्छं से करेइ दीवेइ कारणं वावि । इहरा अणुग्गहढे कायव् साहुणो किच्चं । इति ।।१०।। આવશ્યકનિર્યુક્તિ ગાથા-૧૭૫નો અન્વયાર્થ:
ચામ: - જે કારણથી આગમ છેઃ
ણતવિ ત્યાં પણ =કોઈ સાધુ કાર્ય કરવાની અભ્યર્થના=વિનંતી કરે ત્યાં પણ, તો તે અભ્યથિત વ્યક્તિ રૂટ્ઝ સે રે તેનીeતે કાર્યની, ઈચ્છા કરે છે“હું ઈચ્છાપૂર્વક તમારું આ કાર્ય કરું છું” – એમ કહે છે, વાવિ કાર વીવે - અથવા તો કારણ બતાવે છે “આ કારણથી તમારું આ કાર્ય હું કરી શકું તેમ નથી" - એ પ્રમાણે કારણ બતાવે છે. દર =મહત્વનું અન્ય કાર્ય ન હોય તો, ગુદઠું (સ્વતા) અનુગ્રહને માટે સાદુળો વિગૅ (અભ્યર્થમા=વિનંતી કરનાર) સાધુનું કૃત્ય યä કરવું જોઈએ. આવશ્યકનિર્યુક્તિ ગાથા-૧૭૫નો ગાથાર્થ :
કોઈ સાધુ કાર્ય કરવાની અભ્યર્થના કરે ત્યાં પણ અભ્યર્થિત વ્યક્તિ તે કાર્યની ઈચ્છા કરે છે-“હું ઈચ્છાપૂર્વક તમારું આ કાર્ય કરું છું” એમ કહે છે, અથવા તો (“આ કારણથી હું તમારું કાર્ય કરી શકું તેમ નથી” એ પ્રમાણે) કારણ બતાવે છે. અન્ય મહત્ત્વનું કાર્ય ન હોય તો અનુગ્રહ માટે અભ્યર્થમાન સાધુનું કૃત્ય અવશ્ય કરવું જોઈએ.
१. तत्रापि स इच्छां तस्य करोति दीपयति कारणं वाऽपिः । इतरथाऽनुग्रहार्थं कर्त्तव्यं साधोः कृत्यम् ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org