________________
પ૯
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૯
ઈચ્છાકાર સામાચારીથી થતી નિર્જરાનાં સ્થાનો :(૧) શિષ્યની પ્રતિજ્ઞામાં શિષ્યના ઈચ્છાપૂર્વકના અભ્યપગમનું જ્ઞાન થવાથી શિષ્ય આ ક્રિયા કરી નિર્જરા
કરશે, એવો પ્રમોદ થતાં ગુરુને સુકૃતઅનુમોદનાજન્ય નિર્જરા, (૨) ગુરુને ઉત્તમ ભાવરૂપ પ્રમોદ કરાવવામાં નિમિત્ત બનવાથી અને ગુરુની આજ્ઞાના પાલનથી શિષ્ય ભાવિમાં
સન્માર્ગની પ્રાપ્તિ થાય તેવી પુણ્યપ્રકૃતિ અર્જન કરે, (૩) અભ્યર્થના અને વિધાનમાં બલાભિયોગના પરિહાર અર્થે ઈચ્છાકારનો પ્રયોગ કરવો, તે રૂપ સ્વસંપ્રદાયની
મર્યાદાનું પાલન કરવાથી કારક અને અભ્યર્થક બંનેને નિર્જરા, (૪) મર્યાદાના પાલનના અધ્યવસાયથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ અને નિર્જરા, (૫) ઈચ્છકારના પ્રયોગ પછી કૃત્યકરણથી પણ નિર્જરાની પ્રાપ્તિ અને (૯) કોઈ વડીલે કોઈ કાર્ય કરવાની અભ્યર્થના કરેલ હોય ત્યારે, અભ્યર્થિત અભ્યર્થના જેને કરાઈ હોય તે
સાધુ, કોઈક કારણે તે કાર્ય કરી શકે તેમ ન હોય ત્યારે પણ, “હું ઈચ્છાપૂર્વક તમારું કાર્ય કર્યું, પરંતુ આ કારણે હું કરી શકું તેમ નથી.” તેમ કહે ત્યારે, તે વખતે પણ તેનો સામાચારીપાલનનો અધ્યવસાય છે અને અભ્યર્થકના કાર્યને કરવાનો અભિલાષ છે. તેથી અભ્યર્થિત સાધુને સામાચારીપાલનજન્ય અને
અભ્યર્થકનું કાર્ય કરવાના અભિલાષજન્ય નિર્જરાની પ્રાપ્તિ થાય. નિષ્કર્ષ :
ઈચ્છાકારનો પ્રયોગ ન કરવાથી સંપ્રદાયની મર્યાદાનો ભંગ થવાથી કર્મબંધરૂપ ફળ મળે, તેથી વિવેકી સાધુઓ ઈચ્છાકારનો અવશ્ય પ્રયોગ કરે. આથી સંપૂર્ણ ફલાર્થી એવા સાધુઓ વડે ભાવથી ઈચ્છાકારના પ્રયોગમાં યત્ન કરવો જોઈએ.
અવતરણિકા :
इत एवाभ्यर्थितेनेच्छाकारः सफलीकर्त्तव्योऽशक्तौ वा कारणं दीपनीयमित्याह - અવતરણિયાર્થ:
આથી જ=સંપૂર્ણ ફલાર્થી એવા સાધુ વડે ભાવથી ઈચ્છાકારમાં યત્ન કરવો જોઈએ એમ જે પૂર્વમાં કહ્યું આથી કરીને જ અથવા તો પૂર્વ શ્લોકમાં કહ્યું કે, કેવલ ભાવથી હિતકાર્યમાં વીર્યને ગોપવતો વીર્યાચારથી વિશોધિત એવા ચારિત્રને ઉચિત નિર્જરાને પ્રાપ્ત કરતો નથી આથી જ અભ્યર્થિત વડેગુરુ આદિ દ્વારા અભ્યર્થિત એવી વ્યક્તિ વડે, ઈચ્છાકાર સફળ કરવો જોઈએ અથવા તો અશક્તિમાં કારણ બતાવવું જોઈએ, એ પ્રમાણે ગ્રંથકાર ગાથામાં કહે છે. ભાવાર્થ:
પ્રશસ્ત કોટિના સંયમના પરિણામ વર્તતા હોય તેવા મુનિને પણ, જ્યારે કોઈ ગુણસંપન્ન મુનિ કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org