________________
પ૨
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૭ ભાવાર્થ:
આશય એ છે કે, જે સાધુઓને પોતાના સંપ્રદાયનું જ્ઞાન છે, તેઓ જાણે છે કે કોઈને અભ્યર્થના કરવાનો પ્રસંગ હોય કે કોઈનું કાર્ય કરવાનો પ્રસંગ હોય ત્યારે સાધુઓ ઈચ્છાકાર પ્રયોગ કરે છે; અને ઈચ્છાકાર પ્રયોગ વગર કોઈનું કૃત્ય કરવામાં આવે અથવા ઈચ્છાકાર પ્રયોગ વગર કોઈને કાર્ય કરવાનું કહેવામાં આવે તો સંપ્રદાયનો ભંગ પ્રાપ્ત થાય છે, જે બલવાન અનિષ્ટરૂપ છે, તેવું જ્ઞાન પણ સંપ્રદાયની મર્યાદા જાણનારા સાધુઓને હોય છે. તેથી ઈચ્છાકારના પ્રયોગ વગર કોઈનું કાર્ય કરવાની ઈચ્છા જ થતી નથી, પરંતુ નિર્જરાના અર્થે જ્યારે કોઈનું કાર્ય કરવાની ઈચ્છા થાય ત્યારે સંપ્રદાયની મર્યાદાના પાલનપૂર્વક ઈચ્છાકારના પ્રયોગથી કાર્ય કરવાનો અભિલાષ કરે છે, અને તે અભિલાષને કારણે જ્યારે કોઈનું પણ કાર્ય કરવા માટે સાધુ તત્પર થાય છે, ત્યારે ઈચ્છાકારનો પ્રયોગ પણ અવશ્ય કરે છે, અને તે ઈચ્છાકારનો પ્રયોગ કરવાથી સંપ્રદાયની મર્યાદારૂપ શિષ્ટાચારના પરિપાલન સ્વરૂપ અધ્યવસાય થાય છે, અને તે અધ્યવસાયજનિત મોટી નિર્જરાનો લાભ થાય છે. માટે કૃત્યકરણથી જે નિર્જરા થવાની છે તેની પહેલાં સંપ્રદાયના પરિપાલનના અધ્યસાયથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. અને જો ઈચ્છાકારનો પ્રયોગ કર્યા વગર કોઈનું કૃત્ય કરે તો તે કૃત્યકરણમાં શુભ અધ્યવસાય હોય તો તેનાથી નિર્જરા થાય, તો પણ ઈચ્છાકારનો પ્રયોગ નહિ કરેલ હોવાના કારણે સંપ્રદાયની મર્યાદાનો ભંગ કરેલ હોવાથી કર્મબંધરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી વિવેકી સાધુ સંપ્રદાયની મર્યાદા ભંગ થાય તે રીતે ઈચ્છાકાર પ્રયોગ વગર કાર્ય કરવાની અભિલાષાવાળા હોય નહિ.
અહીં બલવ૬-અનિષ્ટ-અનુબંધિત્વથી એમ કહેવું છે કે, જેમ કોઈ માણસને ભૂખ લાગી હોય તો ખાવા માટેનો શ્રમ કરવો પડે, અને શ્રમ જીવને અનિષ્ટ છે તો પણ જો ખાવાનો શ્રમ ન કરે તો સુધાની પીડાની નિવૃત્તિ થાય નહીં. અને સુધાની પીડાની નિવૃત્તિ માટે ખાવાનો શ્રમ અનિષ્ટરૂપ હોવા છતાં બલવાન અનિષ્ટરૂપ નથી, પરંતુ ખાદ્ય પદાર્થમાં ઝેર છે તેવું જ્ઞાન થાય તો ક્ષુધાની નિવૃત્તિનો અર્થી હોવા છતાં ખાવામાં પ્રવૃત્તિ કરતો નથી; કેમ કે સુધાનું શમન ઈષ્ટ હોવા છતાં મૃત્યુની પ્રાપ્તિરૂપ બલવાન અનિષ્ટ છે. માટે બલવાન અનિષ્ટ અનુબંધીપણાનું જ્ઞાન ઝેરવાળા અત્રમાં પ્રવૃત્તિ કરાવતું નથી. તેમ પ્રસ્તુતમાં નિર્જરાના અર્થી સાધુ પરના કાર્યને કરવાની ઈચ્છાવાળા સ્વયં થયા હોય અને નિર્જરા માટે પર કાર્ય કરવા તૈયાર થયા હોય તો પણ ઈચ્છાકારના પ્રયોગ વિના તે કાર્ય કરવામાં સંપ્રદાયભંગ થાય છે, તેથી તે કૃત્ય કરવાથી જે લાભ થશે તેના કરતાં પણ ભગવાનની આજ્ઞાના ભંગથી મોટો અનર્થ થશે, તેવું વિવેકી સાધુ જાણે છે. તેથી ઈચ્છાકાર પ્રયોગ વગર કૃત્ય કરવાની ઈચ્છા જ તેમને થતી નથી.
* પ્રસ્તુતમાં અનુબંધ શબ્દ ફળઅર્થમાં છે. ટૂંકમાં ઈચ્છાકારનો વિષય :
(૧) બલાભિયોગના પરિવાર અર્થે અભ્યર્થનામાં ઈચ્છાકારનો પ્રયોગ ઉચિત છે. (૨) અભિયોગપરિહાર-પ્રધાન ગુરુના ઉપદેશનું આરાધન થતું હોવાથી વિધાનમાં પણ ઈચ્છાકારનો પ્રયોગ ઉચિત છે અને શાસ્ત્રમર્યાદાનું પાલન હોવાના કારણે પણ અભ્યર્થનામાં અને વિધાનમાં ઈચ્છાકારનો પ્રયોગ ઉચિત છે. તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org